________________
તારનું સરનામું:- “હિંદસંઘ.—“ HINDSANGHA.”
Regd. No. B. 1996.
હે us
જૈન યુગ. The Jain Yuga.
A
सा पर
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
ક
'
તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
વષ
નું ૧૨ મું:
તારીખ ૧૬ મી એપ્રીલ ૧૩ . .
3
અંક ૧૮ મે
શ્રી હેમસારસ્વત સત્ર.
--
--
--
ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતી સંસ્કૃતિને ઇતિહાસ, ગુજરાતની માનવતાનો ઇતિહાસ અને અહિં ગુજરાતની તેજસ્વી તલવારોને, તેની વિજય પતાકાઓને, કુમારપાળના ઉલ્લેખ વગર અધુરાજ રહે. ગુજરાતની રાજકીય આણરેખા સિદ્ધરાજના સમય કરતાં વધુ વિસ્તૃત બને છે, ગુજરાતની સંસ્કૃતિના પ્રવાહ સારાએ આર્યાવર્તાને પાવન કરતાં વેગવંત વહે છે, ગુજરાતની માનવતા “અમારી પડહ” વગડાવી જગતના રાજકીય ઇતિહાસમાં કદી ન પ્રવર્તી હોય તેવી માનવતાને અહિંસકયુગ પ્રવર્તાવે છે. અને આ અહિંસયુગમાં પણ ગુર્જરસામ્રાજ્યની વિજ્યપતાકા અણુનમ રહી તેનું સ્વાતંત્ર્ય તેના તેજવી વીરપુરૂષોની-પટ્ટણીઓની–ગુજરાતીઓનીવીરતા અને ભોગતત્પરતા પર નિર્ભય. અખંડિત રહી તે યુગના ગુર્જર ઈતિહાસના પૃષ્ઠો સર્વ રીતે ઉજવલ અને અમર બનાવે છે. ગરવું ગુજરાત-તે અહિંસયુગ, ને માનવતાને અપૂર્વયુગ-ગુજરાતને તે મહાસંસ્કૃત્તિકાળ આજે પણ ભુલી ગયેલ નથી. ગુજરાતના મહાન જોતિધર મહાત્મા ગાંધીજીના અભૂત નેતૃત્વ નીચે સારૂંએ ભારત વિર અહિંસાની તેજવી રાજનીતી અપનાવે છે, અનુસરે છે, પૂજે છે, અને હિંસાત્રાસિત જગતમાં પ્રચારે છે, અસારવાના સણલા સેવે છે.
ગુજરાતના એ સમર્થ જાતિધરના હૃદયસાગરના ઉંડાણ સાગરશા હતા, એકાન્તવાદરયાદ્વાદને માત્ર પાંડિત્યને વિષય નહિં પણ પિતાના જીવનના અણુ અણુમાં વ્યાપ્ત કરનાર મહાપુરૂષની ઉદર દ્રષ્ટિએ દૂર, સુદૂર ક્ષિતિજની મર્યાદાઓને પણ વટાવતી હતી. સેમિનાથની યાત્રાને એ પ્રસંગ, શિવવંદનાથે થયેલું એ આમંત્રણ, વિરોધીઓની ચાણક્યનીતીને તે પ્રસંગે ગમે તેવી કપરી પરિક્ષાને લાગ્યું હશે, પણ ગળથુથીમાંથી જ ધાર્મિક સહિષ્ણુતાના પયપાન કરનાર, અનેકાન્તવાદને પચાવનાર મહાયોગીને મન તો તે જીવનને એક સામાન્ય પ્રસંગ માત્ર હતો. (પાટણ)
સ્વાગતાધ્યક્ષના ભાષણમાંથી.