________________
તા. ૧-૪-૧૯૩૯.
જૈન યુગ.
શ્રી કેન્ફરન્સ કેલવણી પ્રચાર સ્થાનિક સમિતિઓને
જરૂરી માર્ગદર્શન. ગત વર્ષમાં સ્થપાયેલ અને કામ કરતી શ્રી કે. કે. પ્રચાર સ્થાનિક સમિતિઓના કાર્ય નિરીક્ષણાર્થે અત્રેથી કેન્દ્રસ્થ સમિતિએ નિરીક્ષક શ્રી રાજપાળ મ૦ હોરાને મોકલ્યા હતા. નિરીક્ષકના અનુભવ પ્રમાણે અને મળેલ હકીકતે ઉપરથી ઘણી સમિતિઓના કામકાજમાં વ્યવસ્થિતતા તેમજ નિયમિતતા આવવાની ખાસ જરૂર છે એમ માલુમ પડયું છે. તેથી નીચેની સૂચનાઓ ખાસ લક્ષમાં લેવા દરેક સમિતિઓને આગ્રહ કરવામાં આવે છે. ૧ એકૅત્ર કરવા કબુલેલી રકમ વસુલ કરવામાં કેટલીક સમિતિઓની મંદતા જોવામાં આવી છે. વસ્તુતઃ આ
રકમ વસુલ ન કરવામાં આવે ત્યાં સુધી આપણી યેજના પ્રમાણે અહિથી મદદ મોકલી શકાય નહિ પણ નવું કામ અને નવી સમિતિઓ હોવાથી આ બાબતમાં કેન્દ્રસ્થ સમિતિ બહુ મકકમ રહી નથી. હવેથી
દરેક સમિતિએ એકત્ર કરવા કબુલેલી રકમ તાકીદે એકઠી કરી લેવાનું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ૨ કેટલેક ઠેકાણે વિદ્યાર્થીઓને અપાયેલ પુસ્તકો, સ્કૂલ ફી કે છાત્રવૃત્તિની પહોંચે રાખવામાં આવી નથી. તેમજ
કેટલેક ઠેકાણે વ્યવસ્થિત રીતે રખાયેલી જોવામાં આવતી નથી. આ બાબતમાં નિયમિતતા તેમજ વ્યવસ્થિતતા
કેળવવાની ખાસ જરૂર છે. જે કાંઈ મદદ અપાય તેની પહોંચે એક સરખી રીતે રહેવી જ જોઈએ. ૩ જે પુસ્તક વિદ્યાર્થીઓને અપાય તેની કિંમત, ગ્રંથ સંખ્યા, નવા કે જુના અપાયા છે તે, ઈત્યાદિ સર્વ
હકીકત લખાવી જરૂરી છે. જેથી તે પુસ્તક પાછા લેતી વખતે આ માહીતી ઉપયોગી થઈ પડે. * જમા-ખર્ચને સર્વ હિસાબ વ્યવસ્થિત રીતે હિસાબ બુકમાં લખો જોઈએ. અને તે વાઉચર પદ્ધતિએ
રહેવો જોઈએ. ' - સમિતિની સભાઓની કાર્ય નેધ ઘણે ઠેકાણે જોવામાં આવતી નથી. દરેક સમિતિએ દરેક સભાની કાર્ય નેંધ
નિયમિત રીતે રાખવી જ જોઈએ. ૬ પુરાંતમાં રહેલ રકમ બેન્કમાં અથવા પ્રતિષ્ઠિત વ્યાપારીને ત્યાં કેળવણી પ્રચાર સમિતિના નામે જમે રાખવી
જોઇએ. અને તેની રીતસરની પહોંચ સમિતિના દફતરમાં હોવી જોઈએ. ૭ ત્રણ માસે કે છ માસે સમિતિની સભામાં ચાલી ગયેલ હિસાબ મંજુર કરાવી તેની નોંધ લેવાવી જોઈએ. ૮ કેટલેક સ્થાને જે કંઈ વિઘાથીઓએ મદદની માંગણી કરી છે તે સર્વને, તેને ખરેખર અગવડ છે કે નહિ તેને વિચાર કરાયા સિવાય પુસ્તકો આદિ આપવામાં આવ્યા છે. આ પદ્ધતિ યેજના સાથે સંગત થતી નથી. સ્થાનિક સમિતિએ જેને ખરેખર આવશ્યક્તા હોય તેને જ મદદ આપવાની છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.
આ જનાની રૂઇએ ઉત્તજન તરીકે કેઈને મદદ કે ઇનામ આપી શકાતા નથી. ૯ મદદની વહેંચણીમાં સગવડતા ખાતર જુદા જુદા વિભાગની જવાબદારી જુદા જુદા સભ્યોને સેંપવામાં આવે
તેમાં વાંધા જેવું નથી પણ મદદ વહેંચવામાં કોઈ પણ જાતને જ્ઞાતિ ભેદ રખા નજ જોઈએ. ૧૦ દરેક સમિતિના મંત્રીએ, સ્થાનિક સમિતિના સભ્યોના સુકૃત ભંડાર ફંડના ફાળાની રકમ પહેલી તકે ઉધરાવી લઈને અત્રે મોકલી આપવી જોઇએ.
લિ. પરમાનંદ કુંવરજી કાપડીઆ. મણીલાલ મોકમચંદ શાહ.
મંત્રીએ. મદદની મંજુરી સંબંધી ઉપનિયમે. • શ્રી કોન્ફરન્સ કેલવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિની તા. ૨૬-૨-૩૯ ના રોજ મળેલી સભામાં, મદદની મંજુરી સંબંધી નીચેના ઉપનિયમો નક્કી કરવામાં આવ્યા છે. ૧ કઈ પણ સ્થળ માટે કેટલી મદદ મંજુર કરવી તે સંબંધમાં તે સ્થળની જરૂરિયાત અને અહીને ફંડની
પરિસ્થિતિ ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે. અમુક સ્થળે અમુક રકમ એકઠી કરવામાં આવી છે
તેટલી જ રકમ મંજુર કરવાનું શ્રી કે. કે. પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ માટે બંધનકર્તા ગણાશે નહીં. ૨ કેઈપણ સ્થાનિક સમિતિ માટે મંજુર થયેલી રકમનો કોઈ પણ હફતે તે સમિતિનું કામકાજ ચાલતું બંધ
થવાના કારણે કે તે સ્થલને બાકીના હકતાની જરૂરિયાત ન હોવાના કારણે મોકલવામાં ન આવ્યું હોય તે
બીજા વર્ષે તે હક મેળવવાને તે સમિતિને હકક રહેશે નહીં. ૩ એકત્ર કરવા કબુલેલી રકમ કરતાં કોઈ પણ સમિતિ વધારે રકમ એકઠી કરશે તે તે મુજબ વધારાની રકમ જેટલી વધારે મદદ કેન્દ્રસ્થ સમિતિ આપવાને બંધાયેલી નથી.
લિ. પરમાનંદ કુંવરજી કાપડીઆ. મણીલાલ મકમચંદ શાહ.
મંત્રીએ.