________________
Regd. No. B. 1906.
તારનું સરનામું:- “હિંદસંઘ.—“ HINDSANGHA.”
II રમી તિચરણ I ####
#
#
######
M
I The Jain Yuga.
આ ઉો
છે
[જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
વર્ષ જુનું ૧૨ મું.. * નવું ૭ મું.
તારીખ ૧ લી એપ્રીલ ૧૯૩૯.
અંક ૧૭ મે.
વર્ધા યોજનાના-શુભ મંડાણ ટાણે.
આજે જગત સંક્રાંતીકાળના આરે આવી ઉભું છે. અમેરીકા જે ધનકુબેર દેશ અતી ઉત્પત્તિના અજીર્ણોથી પીડાય છે. યુરોપ આજે તેના ગત મહાયુદ્ધના પ્રત્યાઘાતી પરિણામોની અનિવાર્ય અસર નીચે દબાઈ રહેલ છે. હારેલાં રાજ્યનાં નામોનીશાન મીટાવી દેવાની દ્રષ્ટિએ યોજાયેલા વર્સેસના કરારને કરૂણ અંજામ આજે આપણે જોઈ રહ્યા છીએ, એટલું જ નહી પરંતુ “બળીયાના બે ભાગ” ના સૂત્રને ન્યાય અપાતો હોય તે રીતે આજે લેકશાસનવાદી કહેવાતાં એવાં રાષ્ટ્રો ફેસીઝમ અને નાઝીવાદને સંતોષવા અને ખુશી રાખવા ખાતર એબીસીનીયા, સ્પેન, ઓસ્ટ્રીયા,
ઝે કીયા આદી બહાદુર પ્રજાઓ અને રાષ્ટ્રોની આહુતિ આપી રહ્યાં છે. સત્તાની જાગેલી ભુખને સંતોષવા માટે આ બધા માર્ગો અપૂણું સાબીત થયા છે.
બળીઆએ આગળ શીશ ઝુકાવતી એવી આ કહેવાતી લેકશાસનવાદી સત્તાઓ બીજી બાજુએ પિતાની હકુમત નીચેની પ્રજાઓ અને સંસ્થાઓને પિતાના પગની એડી નીચે દબાવી રાખવા માટે માનવતાને વિસારે છે, જેના કરૂણ ભેગ તરીકે ઈજીપ્ત, પેલેસ્ટાઈન વીગેરે રાષ્ટ્રો સાથે આપણે વહાલો હિન્દ દેશ પણ આપણી નજર સામે છે. એક બાજુએ એશીયામાં જાપાન પિતાની શાહીવાદી ભુખને સંતોષવા ચીન જેવા વિશાળ રાષ્ટ્રને ભરખી જવા મયદાને પડે છે.
આ રીતે જ્યાં સમસ્ત જગત ઉપર જડવાદ અને પશુબળને ઉપયોગ માનવતાની માત્રા મકી છુટથી થઈ રહ્યો છે તે જ સમયે આપણા ભારતવર્ષમાં એ એક સંત જીવી રહ્યો છે કે જેણે આપણને આધુનિક લડાયક શસ્ત્રોની નીરૂપયોગીતાનું ભાન કરાવ્યું છે અને એટલે જ તેણે આપણને જીવન મુક્તિ માટે જ ઉપયોગી ગણુતાં એવા સૂત્રોનું પાલન કરી રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેનો આદેશ આપ્યા છે.
- આ શસ્ત્રો સજી લેવા આ૫ણુને હાકલ કરવામાં આવી છે. છેલ્લા વીસ વર્ષથી આ દીવ્ય અવતારી મહાન સંતે પિતાના આ સિદ્ધાંતનો અખતરો આપણી માતૃભૂમિનાં પરાધીનતાનાં બંધને તાડવા માટે સકળ રીતે કરવા માંડે છે અને આજે આપણે આગેકુચ કરતા કરતા સ્વતંત્રતાની સાનીધ્યમાં આવી ઉભા છીએ. આ સૂત્રને આજે મોટે ભાગે “ગાંધીવાદ” તરીકે ઓળખવામાં આવે છે.
આ ગાંધીવાદે આજે શાહીવાદ સામે ઉભા થયેલા સમાજવાદ, સામ્યવાદ આદિ અનેક વાદેને ઝાંખા પાડયા છે આ ગાંધીવાદે આપણને ઈશ્વરને સાક્ષાત્કાર આપણા દેશબંધુ અને દરીદ્ર નારાચણાની સેવામાં હોવાનું જ્ઞાન આપ્યું છે. સાચી માનવતા તે અહિંસા, પ્રેમ, સત્ય અને સાચી કેળવણી દ્વારાજ પ્રાપ્ત થઈ શકે છે.
ભાવણુ કર્તા-શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહ.