________________
તારનું સરનામું:- “હિંદસંઘ.”—“ HINDSANGHA.”
Regd. No. B. 1008.
ક838
જૈન યુગ. The Jain Yuga.
તે
છે
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.)
Neઝ
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમા–રૂપી
છે.
'
છુટક નકલ-દઢ આનો.
નવું ૭ મું.
અંક ૧૫ મે.
તારીખ ૧ લી માર્ચ ૧૯૩૯.
ગુજરાતનું પરમ ગૌરવ.
ખંભાતના સમાજમાં મોટી લાગવગ ધરાવતા જૈન સમુદાયને શોભે એવા જ્ઞાન ભંડાર પણ ખંભાતમાં છે, અને રાજ્ય બદલીઓ થવા છતાં જૈન કેમે અથાગ મહેનત અને દ્રવ્ય ખરચીને આ ભંડાર સાચવી રાખ્યા છે એ ખરેખર ધન્યવાદની વાત છે. ગુજરાતનું પરમ ગૌરવ આ કોમે આ ભંડારે જાળવીને રાખ્યું છે, અને એને લીધે જેન કેમને જ આપણે ગુજરાતનું ગૌરવ કહીએ તે અતિક્તિ નથી. દેશકાળને સીમા ન માનનારા આપણા હિંદુ તત્ત્વજ્ઞોએ કઈ પણ વસ્તુની વ્યવસ્થિત નોંધ રાખવાની દરકાર ન રાખી તેને પરિણામે દેશને પ્રાચીન ઇતિહાસ અંધારામાં રહ્યો. પરંતુ આ કેમે જે સંચય કર્યો છે અને એમના સાધુઓએ જે નેધો રાખી છે, તેને માટે પ્રત્યેક હિંદી અભિમાન લઈ શકે તેમ છે. એમ કહેવાય છે કે ગુજરાતના જૈન ભંડારને જે એકત્ર કરે તો હિંદુસ્તાનમાં કોઈપણ હસ્ત લિખિત ગ્રંથાના પુસ્તક સંચયમાં ન હોય એટલાં બધાં પુસ્તકો ગુજરાતના ભંડારમાંથી મળે. એમ કહેવાય છે કે એકલા અમદાવાદના ભંડારમાનાં હસ્ત લિખિત પુસ્તકો ભેગાં કરે તે ભાંડારકર રીચર્સ ઇન્સ્ટીટયુટના સંગ્રહ કરતાં વધારે થાય. પાટણ, જેસલમેર, લીંબડી, અમદાવાદ, ખંભાત આદિ જૈન શહેરમાં આવા ભંડારા પડેલા છે. આ ખજાનાને સારો ઉગયોગ થવો જોઈએ. જોકે જૈનો માત્ર સાચવે છે તો સારી રીતે. શ્રી શાંતિનાથ મહારાજનો ભંડાર ભોયરાપાડામાં છે, જેમાં પ્રાચીન ગ્રંથ છે. કહે છે કે ડો. પીટરસને ઈ. સ. ૧૮૮૫ માં જે યાદી કરેલી છે તે આ ભંડારની છે.
ડો. પીટરસન આ ભંડારોના હસ્ત લિખિત પુસ્તકો જેવા ત્રણ વખત ખંભાત આવી ગયેલા. પોતે જેએલા ગ્રંથોની લાંબી નામાવલિ મુંબઈની રોયલ એશિયાટીક સોસાયટીના જરનલના બે ભાગમાં છપાવી છે. એમાં વિક્રમની તેરમી સદીથી શરૂ થતા પ્રાચીન ગ્રંથો છે અને કેટલાક મહત્વના ગ્રંથોની નકલો છે. કેટલાક ગ્રંથ કઈ જગ્યાએ ન મળે તેવા પણ છે. હેમચંદ્રસૂરિ તથા અભયદેવસૂરિની કૃતિઓ, ગર્ગાચાર્ય કત કર્મવિપાક, મહાકવિ ધનપાલની કૃતિઓ વગેરે એવા ઉત્તમ ગ્રંથ છે, જેના નામ માત્ર આપવામાં પણ નાનો ગ્રંથ થાય.
–શ્રીયુત્ રત્નમણિરાવ ભીમરાવ, B, A.