________________
તારનું સરનામું:- “હિંદુસંધ,
Regd. No. 8, 1998.
" HINDSANGH...”
આ રબાં સિદણ છે ############ ####
#
#
#
જ
K
)
જ
3
)
યુગ. The Jain Yuga.
છે
છે
(
જ
ગર),
,
[જેન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી. '
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
મા
ધુટક નકલ-દઢ અને.
તારીખ ૧ લી જુલાઈ ૧૯૩૮,
અંક ૨૩ મે.
- જ્ઞા ન નાં પર બ. ગ્રીષ્મને પ્રખર તાપ તપતો હોય, સૂર્ય નારાયણ પિતાની સઘળી શક્તિઓ પૃથ્વી પર પાથરી રહ્યાં હેય, નદી નાળ સુકાઈને ખાવા ધાતાં હોય, પ્રાણીઓ અને માનવ તૃષાથી પીડાતા હોય, પિતાની તૃષા છીપાવવા માટે જલાશની શોધ માટે આમ તેમ ભટકી રહ્યાં હોય, તે સમયે કદાચ તેમને એકાદ મીઠી વીરડીનું દર્શન થાય, તેઓના ધાડાં તે તરફ દોડે, પણ તૃષાતુરોથી ઘેરાઈ રહેલી વીરડી તરફ નજર સરખી નાંખવાનું પણ તેમને ન મળે, ત્યારે નિરાશ થઇ બીજા સ્થળની શેધ કરે, કઈ ધનલાલચુ લેભી મનગમતા દામ લઈ થોડું જળ આપવા તૈયાર થાય, પરંતુ માનવ કે પ્રાણી પાસે કોડી પણ ન હોય ત્યારે તેઓને જે નિરાશા થાય અને તેમની જે દુઃખદ સ્થિતિ થાય, એવી જ સ્થિતિનું આબાદ ભાન કરાવતું મુંબઈનું વિદ્યાક્ષેત્ર દેખાય છે. માનવ સમાજમાં વિદ્યાની કિંમત અંકાઈ છે, જ્ઞાનની તૃષા જાગૃત થઈ છે, અનેક વિધાર્થીઓના ટોળાં એ તૃષા છીપાવવા માટે જ્ઞાન મંદિરની શોધમાં ભટકી રહ્યા છે, સ્કુલે, છાત્રાલય, બેડગે, કોલેજે તરફ તેઓ મીટ માંડી રહે છે, પરંતુ તેઓ ચીકાર ભરાઈ ગયાં હોય છે, મેધાં મૂલ્ય વિદ્યા સંપાદન કરવાની શક્તિ ન હતાં, વિનામૂલ્યના સ્થાન શોધે છે, અરણ્યમાં એકાદ મીઠી વીરડી સમી કુલ કે વિદ્યાલય નજરે પડે છે, પરંતુ ત્યાં પણ અસાધારણ ગીરદી! ત્યાં પણ સ્થાન ન મળવાથી કોઈ કુલ કે હાઈકુલ તરફ નજર ફેરવે છે, પણ ત્યાંની રાક્ષસી ફીઓ અને ખર્ચને તેઓ પહોંચી વળવા અશક્ય હોય છે, ત્યારે તેઓ નિરાશ થઈને હતાશ બની નોકરી કે મજુરી શોધે છે, આ રિથતિ જેનેને વધુ અસહ્ય થઈ પડી; તૃષાની ચીસે ચારે તરફથી સંભળાવા લાગી, એક આગેવાન શ્રીમંતની આંખ તે તરફ વળી, અને આ પરિસ્થિતિથી તેને દુઃખ થતાં તેમણે પિતાને જળસંગ્રહ (ધનસંગ્રહ) એ તૃષાતુર માટે બહાર કાઢયે અને સમાજના તરસ્યાં અને જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ માટે તેમની જરૂરીયાતો પૂરી પાડવા ઈચ્છા દર્શાવી, એ કાર્ય હાથ ધરાયું, અને આજે બીજા પૃષ્ટ ઉપર આપેલ ખબરોથી જનતા જાણી શકશે કે તૃષાતુરની તૃષા છીપાવવા જ્ઞાનનાં પર અનેક સ્થળે બેસી ગયાં છે. ' અમારા એ જ્ઞાન પરબ અખંડિત જળધારાઓ પીરસ્યા કરે એજ પ્રાર્થના.
– મનસુખલાલ લાલન,