________________
Regd. No. B, 1996.
તારનું સરનામું:- “હિંદસંધ,”—“ HINDSANGH...”
A નમો ઉતરાણ .
B
A
The Jain Vuga.
છે
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
8
@ sa de
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ –દેઢ અને.
વર્ષ જુનું ૧૧ મું. વર્ષ નવ દા
તારીખ ૧૬ મી જુન ૧૯૩૮,
3
અંક ૨૨ મે.
= આજની પરિસ્થિતિ ને યુવક જગત. ===
આપણી મૂર્ખાઇના, આપણી લુચ્ચાઈના, આપણી ગુનેગારીના પૂરાવા શોધવા લાંબે જવું પડે એમ નથી. વીસમી સદીને આપણે બહુ સુધરેલી માનીએ છીએ, એ સુધરેલી સદીની શરૂઆતનાં બેરબ્રિટીશ યુદ્ધ, અને રશિયા-જાપાન યુદ્ધને બાજુએ મૂકીશું. પ્રચંડ યાદવાસ્થળી જર્મન જંગથી આપણે શરૂઆત કરીએ. એ જર્મન જંગ જગતમાંથી સદાય યુદ્ધને દૂર કરવા રચાયો હતો, એમ તે વખતના નેતાઓ કહેતા હતા અને લાખો આદર્શવાદી યુવકોને એ ધ્યેયની જાળમાં છેતરી રણ સંગ્રામના કતલખાનામાં મોકલી દેતા હતાં. મહાત્મા ગાંધીએ પણ એક સૈન્યમાં ભરતી કરાવવાનું માથે લીધું હતું. આજ એ કતલ થયેલા શૂરવીરની કબરોનાં પૂજન થાય છે. અજાણ્યા શહીદના દેહ ઉપર કીર્તિસ્તંભે રચાય છે. કોઇના લાડકવાયા ઉપર આંસુ ઢોળાય છે અને વર્ષો વર્ષે સુલેહ દિનની ઉજવણી થઈ એક મિનિટ આખું બ્રિટિશ સામ્રાજ્ય વાચી અને ગતિ બંધ કરી શાન બની જાય છે. એ કબરો, એ કીર્તિસ્તંભો, એ અબુ અને એ શાન્તિ સત્ય છે કે કતલ થયેલા આપણું બાન્ધોની એ નિષ્ફર કરી છે? કબરમાંથી મારકમાંથી ગત શૂરવીરેનાં રૂહ ઉભાં થાય અને આપણને પૂછે કે અમારે ભોગ આપી રચેલા યજ્ઞમાંથી તમે શું મેળવ્યું ? યુદ્ધનું નિવારણ કરવા રચાયેલા યુદ્ધના તહનામાં ઉપર સહીઓ થેયે હજી વીસ વર્ષ પણ થયાં નથી. એ દરમિયાન શું શું થયું ? એ રૂહને-એ પ્રેતને જવાબમાં બતાવી શકીએ, ટર્કી અને ગ્રીસ, સીરીઆ, લંચુ અને મોકો, અરબરતાન અને અફઘાનિસ્તાન, પેન અને ચીન, આયર્લડ અને હિંદ, યુદ્ધ પછીની માનવજાતની ઘેલછાના પૂરાવા આટલા બસ નથી? વધારે ઉડાણથી આપણે જેવું હોય તે અસનાં શિખરે પાછળ સંતાયેલી પડું પડું થઈ રહેલી લીગ ઓફ નેશન્સની ડગમગતી મહેલાત તરફ દ્રષ્ટિ કરીએ. યુદ્ધની ભયંકરતા યુદ્ધમાં રહેલે અપરાધ-યુદ્ધમાં સમાયેલી ચક્કસ અસ્થિરતાને એક દશકા પણું સંભારી ન રાખનાર માનસ મૂર્ખ અને ચસકેલું નથી એમ કહેવાની મને હિમ્મત નથી. એ યુદ્ધ તરફ જ વાચાં કરતી માનવ ઘેલછા–તેના ઘેલછાની ભયંકરતાને ટાળવા વિદ્યાર્થી-યુવક શું કરશે ? માનવ સંહારને વિરોધ તે સક્રિય રીતે નહિ કરે ?'
( શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈના ભાષણમાંથી )