________________
Regd. No. , 1998.
તારનું સરનામું - “હિંદસંઘ.”—“ HINDSANGH...”
4 નમ: શિવસ છે. # ###### #### ####
##
જૈન યુગ.
The Jain Vuga.
EVI
છે જે દરેક
मा परम
g
#
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] જસ્ટ જ જ
જસ્ટ તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
છે.
જિક
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ –દોઢ આને.
વળ જુનું ૧૧ મું.
તારીખ ૧ લી જુન ૧૯૩૮.
અંક ૨૧ મો.
DA.
મંદિર યુગલ એટલે? કપનાની ગિરિશંખલામાંથી નીકળતી જૈન સાહિત્યની
ગંગા અને યમુના. એકજ હિમાદ્રિના બે શિખરે.
એક જ ભૂમિમાં વિચરતા બે મહાન આચાર્યો. ભિન્ન ભિન્ન શિખર પરથી નીકળતા
ભિન્ન ભિન્ન મગજથી નીકળતા બે વિશાળ જલ પ્રવાહ.
બે વિશાળ સાહિત્ય મંદિરે. બને સરિતાઓ પોતાના મીઠા જળના સ્ત્રોત ભારત- બન્ને મંદિરનું ઉત્કૃષ્ટ સાહિત્ય-ધન જન સાહિત્યવર્ષના કલ્યાણ માટે ભારતમૈયાના ચરણમાં રહે છે. કારની પીપાસા તૃપ્ત કરવા અભિલાષા સેવે છે.
પ્રયાગની પવિત્ર પૃથ્વીના પટપર આ ઉભય બેલડીએ એકાકાર બની વિશાળ ભારતના અનેક પ્રાંતમાં
પોતાની મિષ્ટ જળ સમૃદ્ધિ પીરસે છે. તે પાલીતાણાની પવિત્ર ભૂમિ શું જૈન સાહિત્ય મંદિરનું પ્રયાગ ન બને ?
અને આ રીતે એક જ ભૂમિ, એક જ દિય, એક જ રચના, એક જ સમૃદ્ધિ અને એક જ સાહિત્યસેવાને ધોરી માર્ગ હોવા છતાં સાહિત્ય વાટિકામાં વિહાર કરતા વિહંગામો માટે બે ભિન્ન ભિન્ન વાટિકાઓને બદલે
એક વિશાળ અને સમૃદ્ધ વન ન બને ?
જરૂર બને. બન્નેના કર્ણધારે અને પ્રણેતાઓના હૃદયમાં એકાકારની ભાવના જાગૃત થાય, કીર્તિના ઉંચા કાંગરાવાળા બે મીનારાઓની સુધા સમી જઈ એક જ અનન્ય કીર્તિસ્થંભ ઉભો કરવાની તમન્ના જાગે, અને જૈન સાહિત્યના એકલા ઉદ્ધારનાજ ઘોરી માર્ગની એ મહાનુભાવોને ઝાંખી થાય
તે ઉપર જણાવ્યું તેમ જરૂર પાલીતાણું સાહિત્ય સરિતાઓનું પ્રયાગ બને.
-મનસુખલાલ લાલન.