________________
Regd. No. B. 1906.
તારનું સરનામું : “હિંદસંઘ. –“HINDSANGH...”
નમો તિસ્થત છે
IST
જૈન યુગ.
.
..
A
05
The Jain Vuga.
[જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
*
તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ –દેહ આને.
વળ જુનું ૧૧ મું.
તારીખ ૧૬ મી એપ્રીલ ૧૯૩૮,
અંક ૧૮ મે.
અહિંસા પ્રવચન.
સત્ય અને અહિંસાનો માર્ગ એ ખાંડાની ધાર જેવો છે. ખોરાક યોગ્ય રીતે લેવાય તે શરીરને પોષણ આપે છે તેમ અહિંસાનું યોગ્ય રીતે પાલન થાય તો તે આત્માને પોષણ આપે છે. શરીરનો ખોરાક તે મર્યાદિત પ્રમાણમાં ને અમુક વખતેએજ લઈ શકાય, પણ અહિંસા જે આત્માનો ખોરાક છે, તેનું સેવન તો અહર્નિશ ચાલુ રાખવાનું છે. એમાં વૃદ્ધિ જેવી કોઈ વસ્તુજ નથી. હું એક ધ્યેયની પ્રાપ્તિ માટે મથી રહ્યો છું એ ભાન મારે પ્રતિક્ષણ રાખવાનું છે ને એ બેયની દૃષ્ટિએ મારે મારા વિચાર, વર્તન, વગેરેની કસોટી કર્યા કરવાની છે.
અહિંસાનું પ્રથમ પગથિયુંજ એ છે કે આપણે આપણું નિત્યના જીવનમાં, એક બીજાની સાથેના વ્યવહારમાં સત્ય, નમ્રતા સહિષ્ણુતા, પ્રેમ, કરુણુ વગેરે ખીલવીએ. અંગ્રેજીમાં કહે છે કે પ્રમાણિકપણું એ શ્રેષ્ઠ વ્યવહારની નીતિ છે. પણ અહિંસાની દૃષ્ટિએ એ કેવળ વ્યવહારની નીતિ નથી. વ્યવહાર નીતિ તો કદાચ બદલાય. અને બદલાય છેજ. પણ અહિંસા એ તે એક અવિચળ સિદ્ધાંત છે. આસપાસ હિંસાનો દાવાનળ સળગ્યો હોય ત્યારે પણ તેનું પાલન કરવું જોઇએ. અહિંસક માણસ અહિંસા પાળે એમાં કશું પુણ્ય નથી. વસ્તુતઃ એ અહિં સાજ છે કે કેમ એ કહેવું મુશ્કેલ પડે છે. પણ એ જ્યારે હિંસાની સામે ખડકાય ત્યારે હિંસા અહિંસા વચ્ચેનો ભેદ માણસ સમજી શકે છે. આપણે નિત્ય જાગૃત હોઈએ, નિરંતર પિતા પર ચોકી રાખતા હોઈએ, અવિરત પ્રયત્ન કર્યા જ કરતા હોઈએ તે સિવાય આપણામાંથી એ બની શકે એવું નથી.
એટલે આપણી અહિંસા સબળનું શસ્ત્ર હોવી જોઇએ તેને બદલે એ નિર્બળતું શસ્ત્ર તે નથી? એ સવાલ હું તમને ને મને પૂછું છું. એ અમુક અંશે નિર્બળના હાથમાં પણ કામ આપી શકે છે એ સાચું છે. એવી રીતે એણે આપણા હાથમાં કામ આપ્યું છે. પણ જ્યારે તે આપણી નિર્બળતા ઢાંકવાને બૂરખો બની જાય ત્યારે તે આપણને નામદ બનાવે છે. નામર્દીઇના કરતાં તો શરીર બળ વાપરનારનું શૂરાતન હજાર દરજજે સારું
નામદઈના કરતાં લડતાં લડતાં મોતની ભેટ કરવી હજાર દરજજો સારી.