________________
તારનું સરનામું : “હિંદસંઘ.! – “HINDSANGH...”
Regd. No. B. 1906. I નો તિથલ | જજન
ज्ञान
શાહ
ર
PotD(SC)) ત
જૈન યુગ. The Jain Yuga.
.'
[જૈન ભવેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
રીકે
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમરૂપીઆ બે.
છુટક નકલ –દાદ આને.
વળ
જુન ૧
મુ.
તારીખ ૧૬ મી માર્ચ ૧૯૩૮.
અંક ૧૬ મ.
સાચો બ્રાહ્મણ અને સાચો યશ.
આવેલામાં જે આસક્તિ નથી કરતે, અને જતાને જે શક નથી કરતો; આર્ય વચનમાં જે આનંદ પામે છે; ઓપીને તથા અગ્નિમાં નાખીને શુદ્ધ કરેલા સોના જેવા જે નિર્મળ છે, જે રાગદ્વેષ અને ભય વિનાને છે; તપસ્વી છે; શરીરે કૃશ છે; ઇંદ્રિય નિગ્રહી છે, જેનાં લેહીને માંસ સુકાઈ ગયાં છે; જે સુવતી છે તથા નિર્વાણ પામેલે છે; સ્થાવર જંગમ પ્રાણને બરાબર જાણી લઈ, જે ત્રણ પ્રકારે તેમની હિંસા નથી કરતો; ક્રોધથી, હાસ્યથી, લેભથી કે ભયથી જે અસત્ય વચન નથી બેલ; સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થ-ડે હો કે ઘણે પરંતુ-બીજાએ આપ્યા વિના જે નથી લેતો; મન-વચન-અને કાયાથી દેવ, મનુષ્ય અને પશુનિ વિષયક મૈથુન જે નથી સેવત; પાણીમાં કમળની પેઠે જે કામ ભેગોથી અલિપ્ત રહે છે જે અલેલુપ છે; જે ભિક્ષાવી છે, ધરબાર વિનાને છે, નિકંચન છે, ચહેરાના સંસર્ગ વિનાને છે તથા પૂર્વ સંબંધોને બંધુઓને ત્યાગ કરી, જે ફરી તેઓમાં આસક્તિ નથી રાખતે-તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
પશુઓને યજ્ઞમાં બાંધવાં અને હોમવાં વગેરે યજ્ઞ કર્મો તથા તેનું વિધાન કરનારા બધા વેદે પાપકર્મનાં કારણ રૂપ હોઈ, દુરાચારી પુરૂષને બચાવી શકતા નથી. કારણ કે કર્મોજ જગતમાં બળવાન છે. માત્ર મૂંડાવાથી શ્રમણ થવાય નહિ, માત્ર ઓમકારથી બ્રાહ્મણ થવાય નહિ; માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ; અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પરંતુ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય. કર્મથીજ માણસ બ્રાહ્મણક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર થાય છે, જે ગુણો વડે માણસ સાચે નાતક ( બ્રાહ્મણો થઈ શકે છે, તે ગુણો જ્ઞાની પુરૂષોએ વર્ણવેલા છે તે ગુણવાળા તથા સર્વ કર્મોથી રહિત એવા પુરૂષને અમે બ્રાહ્મણ કહુએ છીએ. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણ જ પિતાને કે બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ છે.
( શ્રી “મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ” અધ્યન ૨૫.),