________________
તારનું સરનામું: ‘હિંદસંઘ.”—“ IIISDS. StiH..."
II ના સિદણ છે
જૈન યુગ.
છે
કરે છે.
The Jain Duga.
A
ૐ
જિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] # ## ##
# તંત્રી:–મેહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:–રૂપીઆ બે.
છુટક નકલ:- દોઢ આને.
વ
નું t
મું
તારીખ ૧૬ મી ફેબ્રુઆરી
3
અંક ૧૪ મે.
૨૮.
,
હ તપશ્ચર્યા
શરીર જ્યારે અસ્વસ્થ થાય છે ત્યારે ઔષધની આવશ્યકતા ઉભી થાય છે; તેમ આત્મા ત્યારે જડપ્રેમી બને છે; જ્યારે માયા અને મેહના રોગોથી ઘેરાય છે; જ્યારે કોલ અને કામ તેને સતાવે છે, ત્યારે તે રોગે નાબૂદ કરવા માટે પણ ઔષધની ઉપયોગિતા ઉભી થાય છે.
જગતના અનેક ઉદ્ધારક પુરુએ આ દર્દો નિવારવા ભિન્ન ભિન્ન ઔષધિઓ આપી છે; તેમાં ભગવાન મહાવીરની બધી રામબાણ જેવી નીવડી છે; તે સંજીવની શારીરિક, માનસિક અને આમિક ત્રણે દર્દી પર એક સરખી અસર કરી શકે છે. આ ચમત્કારી ઔષધનું ઘણુએ મહાપુરુષે એ સેવન કર્યું છે. અને દુઃખમય સંસારમાં રહેવા છતાં શાન્તિને શ્વાસ ખેપે છે.
આ અદભુત ઔષધીનું નામ તપશ્ચર્યા છે. તપનું હાસ્ય વેદથી માંડીને ગીતા સુધી ગવાયું છે. ભગવાન બુધે તપશ્ચયમય જીવન જીવી બતાવ્યું છે. અને એ મધ્યકાલથી માંડીને આજ સુધીના મહર્ષિઓએ અરણ્યવાસ સેવી તપશ્ચર્યા દેવીની ઉપાસના સાધી છે. પરંતુ તે બધામાં મહાવીરની તપશ્ચર્યા સર્વોત્કૃષ્ટ ગૌરવભર્યું સ્થાન લઈ લે છે.
કારણ કે ભગવાન મહાવીરે બાંધેલી તપશ્ચર્યા એકજ પ્રકારની નથી પણ વિવિધ છે. તેમજ વૈવિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંશોધાયેલી છે. તેજ તેની વિશેષતા છે. તે
જે દર્દી ભિન્ન ભિન્ન હોય તે દવાઓ પણ ભિન્ન ભિન્ન જ જોઈએ. તે બિના સહેજે સમજાય તેવી છે. આથી પ્રભુ મહાવીરે વિશ્વનાં પ્રાણીઓની નાડ તપાસી પરંપરાગત આવેલાં પાપ નિવારવા માટે બાર પ્રકારની તપશ્ચર્યા ફરમાવેલી છે.
- જેમ શરીર અને આત્મા ભિન્ન ભિન્ન હોવા છતાં વર્તમાન સ્થિતિમાં શરીરનું દુઃખ ચેતન પણ વહે છે; તેથી એ બને એક રૂ૫ છાની ગયાં છે. પણ જે શરીર અને ચેતનને ભેદ યથાર્થ સમજાય તે તેના અંગે ઉદભવતી સુખ દુઃખની લાગણી વિરમે; અને એ રીતે ચેતન પિતાનાજ સુખ કે આનંદમાં મસ્ત રહી શકે; એટલે દેખાતાં બધાં દુઃખ નાબૂદ થઈ જાય.
આ કારણે પહેલી બાહ્ય અને પછી આંતરિક એમ બે તપશ્ચર્યા વર્ણવી છે. બાહ્ય તપશ્ચર્યાને સંબંધ શરી૨ જોડે છે તથા આંતરિક તપશ્ચર્યા સંબંધ આત્મા સાથે છે. ,
–“ભારતરત્ન.