________________
Regd. No. B. 1906.
તારનું સરનામું:- “હિંદસંઘ.”—“ HINDSANGH...”
| નમો તિરથા છે # ## #
#
#
#
જૂન
જૈન યુગ. The Jain Yuga. Biasa
[જૈન વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] ૪૪૪૪૪૪૪૪૪૪૪૪ ક8 ##
તંત્રી –મોહનલાલ દીપચંદ શેકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
વધુ જુનું ૧૨ મું.
? નવું ૭ મું. (
તારીખ ૧૬ મી ઓગસ્ટ ૧૯૩૮.
અંક ૨ જે.
આધ્યાત્મિક વિકાસની ભૂમિકા.
ગુણો (આત્મ શક્તિઓના) ના સ્થાનોને અર્થાત વિકાસની કમિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. જૈન શાસ્ત્રમાં ગુણસ્થાન શબ્દની મતલબ આત્મિક શક્તિઓના આવિર્ભાવની ચઢતી ઉતરતી અવસ્થાઓ એ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તે શુદ્ધ ચિત્ય અને પૂર્ણાનંદમય છે, પણ તેના ઉપર જ્યાં સુધી તીવ્ર આવરણ રૂપ ધંન વાદળની ઘટા છવાયેલી હોય ત્યાં સુધી તેનું અસલી સ્વરુપ દેખાતું નથી. આવરણોની તીવ્રતા વધારેમાં વધારે હોય ત્યારે આત્મા પ્રાથમિક અવસ્થામાં અર્થાત તદ્દન અવિકસિત અવસ્થામાં પડયે રહે છે અને જયારે આવરણ બિલકુલ નાશ પામી જાય છે ત્યારે આત્મા વિકાસની ચરમ અવસ્થામાં અર્થાત શુદ્ધ વરૂપની પૂર્ણતામાં વર્તતો થઈ જાય છે. ઉક્ત પ્રકારની સ્થિતિ વચ્ચે આત્મા સંખ્યાની ભૂમિકાઓનો અનુભવ કરે છે પણ તેનું વર્ગીકરણ કરીને સંક્ષેપમાં ચાર વિભાગ કરવામાં આવ્યા છે, તેને ચંદ ગુણસ્થાન કહેવાય છે.
કર્મના બધા આવરણમાં મેહનું આવરણ પ્રધાન છે; મેહની તીવ્રતા ને બળવાન દશા પર બધાં આવરણોની તીવ્રતા ને બળવાનપણું રહેવાના. જેટલે અંશે મેહની નિર્બળતા એટલે અંશે આવરણોનું નિર્બળપણુ. મોહની બે પ્રધાન શક્તિઓમાંની પહેલી શક્તિ આત્માને દર્શન કરતાં અર્થાત સ્વરૂપ પરરૂપનો નિર્ણય અથવા જડ ચેતનનો વિવેક કરતાં અટકાવે છે. અને બીજી શકિત વિવેક પ્રાપ્ત કર્યા છતાં અધ્યાસ (પરપરિણતિ) થી છૂટી સ્વરૂપ કે કોઈ પણ વસ્તુનું યથાર્થ દર્શન (ધ) થયા પછીજ એ વરતને પ્રાપ્ત કરવાનું કે તજવાનો પ્રયત્ન કરવામાં આવે છે, અને તેજ સફળ થાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે પણ મુખ્ય બેજ કાર્ય છે. પ્રથમ સ્વરૂપ તથા પરમ્પનું યથાર્થ દર્શન (ભેદ જ્ઞાન) કરવું અને બીજું સ્વરૂપમાં સ્થિત થવું. એમાંથી પહેલા કાર્યને રોકનાર મેહની શકિત “દન મોહ” નામે અને બીજા કાર્યને રોકનાર મેહની શક્તિ “ચારિત્ર મેહ” ને નામે પ્રસિદ્ધ છે. પહેલી શકિત મંદ, મંદતર અને મંદતમ થાય છે ત્યાર પછી જ બીજી શકિત અનુક્રમે તેવીજ થવા લાગે છે. ટૂંકમાં કહીએ તો આત્મા સ્વરૂપે દર્શન કરી લે તે તેને સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો માર્ગ મળી જ જાય છે.
(સંગ્રહિત)