SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તારનું સરનામું-હિદસંઘ – HINDSANGHA” |નમો નિત્ય | REGD. No. B. 1996. રક કે 3 THE JAIN YUGA. [શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપર.] તંત્રી–ને મનાદાસ અમરચંદ ગાંધી. વાર્ષિક લવાજમ: રૂપીયા બે. છુટક નકલઃ દેઢ આને. તારીખ ૧ લી ફેબ્રુઆરી ૧૯૭૬. અંક ૧૯ નવું ૪ થું ! - તર્ક અને ભાવ ના. 5 તક અને ભાવના અને મનુષ્યત્વનાં આવશ્યક અંગ છે. તર્કશુન્ય ભાવના જેટલી દોષરૂપ છે તેટલે જ ભાવનાશૂન્ય તક પણું દૂષ્ટ છે. બુદ્ધિ અને હૃદય ઉભયને જ્યારે મેળ હોય છે ત્યારે જ મનુષ્યની સાચી ઉન્નતિ થાય છે. એ બેમાં પ્રધાનપદ કેનું ને ગાણપદ કાનું એ કહેવું મુશ્કેલ છે. છતાં એટલી વાત તે શાસ્ત્રશુદ્ધ અને અનુભવસિદ્ધ છે કે મનુષ્યત્વ વિશેષ કરીને ભાવના પર જ આધાર રાખે છે. આ પુરુષ શ્રદ્ધામય છે,” “જેવી જેની શ્રદ્ધા તેવું તેનું જીવન, એ પરમાત્માનાં વચને છે. તર્કમાં પ્રેરણું નથી, તકમાં જીવનરસ નથી, તક પ્રેરણાને ચોકીદાર છે. જેમ કે મુગ્ધ રાજકન્યા તેજસ્વિની ન હોય ત્યાં સુધી તેના રક્ષણને માટે ચોકીદાર રાખવા પડે છે તેમ જ્યાં સુધી પ્રેરણા એના શુદ્ધ સ્વરૂપમાં પ્રકટ થઈ નથી ત્યાં સુધી તકની પ્રતિષ્ઠા છે. વસ્તુતઃ તે તક અપ્રતિષ્ઠિત છે. તકમાં શૈર્ય નથી, તકમાં વીર્ય નથી. તકમાં કાર્યપ્રેરક સાહસ નથી, તર્કમાં ત્યાગ નથી. તક નિરન્તર જામત રહે છે, તેથી તેની આંખે તિર રહે છે, તક અતિ સાવધાન હોય છે, તેથી તે નિર્દય હોય છે. એક તક મનુષ્યને સ્વહિતવાદી બનાવી અગતિની ખાડમાં નાખે છે. તર્કના હાથમાં વૈશ્યધર્મનાં ત્રાજવાં હોય છે. ભાવનામાં વીરવૃત્તિ છે. ભાવનામાં દિવ્ય દૃષ્ટિ છે. પોતાના ભેળાપણથી જ ભાવના હંમેશાં સુરક્ષિત રહે છે. ભાવનાના અતિરેકથી થનારૂં નુકશાન ક્ષણિક અને તુચ્છ હોય છે. તકના અતિરેકથી થતી હાનિ તે આત્માને જ ક્ષીણું કરી નાખે છે. દુનિયામાં એક પણ મનુષ્ય એ નથી જેનામાં તક અને ભાવનાનું મીલન ન હોય. છતાં આ બેમાંથી રાજપદ કેને મળે છે એના પર બધે આધાર છે. જે તક રાજા બની જાય અને ભાવનાને પિતાની દાસી બનાવે તે મનુષ્ય ધૂત અને વિદ્વાન પશુ બની જાય છે. ભાવનાનાગ કરીને તે દુનિયાને ઘણા વખત સુધી ઠગી શકે છે અને પિતાને પણ કંઈ ઓછો નથી ઠગાતે. એથી ઉલટું જો આપણે ભાવનાને હૃદયેશ્વરી અને તકને એને વિશ્વાસુ સેવક બનાવીયે તે ઐહિક અને પાકિક ઉભય ઉન્નતિ સાધી શકીયે. આપણુ મનુષ્યત્વને સંપૂર્ણ વિકાસ થઈ શકે, અને દરેક વ્યક્તિ સમાજનું સાચું સ્વરૂપ ઓળખીને સમાજની સાચી સેવા કરી શકે. (વસન્ત, કાર્તિક, ૧૯૭૯).
SR No.536276
Book TitleJain Yug 1936
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1936
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy