SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ તા. ૧૫-૧૨-૩૫ ભરતપુરના પલ્લીવાલ જેનો. ભરતપુર જીલ્લાના પલીવાલ જેના પિતાનામાં જાતિ અને આત્મસુધારાનાં કાર્યો પલ્લીવાલ જૈન કેનિફરંસ દ્વારા કરી રહયા છે. તેના કાર્યકર્તાઓ જુદે જુદે સ્થલેથી મંદિરના જીર્ણોદ્ધાર તેમજ મંદિરમાં પૂજન આદિમાં ઉપયોગી અને જરૂરી વસ્તુઓ મેળવતા રહયા છે અને તેનાં તે કાર્યમાં મુંબઈ, અમદાવાદ આદિ સ્થળેએ પિતાને ફાળો આપી સહકાર દાખવ્યું છે. આવા સંજોગમાં તેઓના સામે કેટલીક હકીકતે રજુ કરતાં શ્રી ઇંદ્રચંદ્ર જેને હેંડ બીલ તથા લેખ દ્વારા કેટલુંક પ્રચાર કાર્ય કરેલું જેથી તે સંથ ના કાર્યમાં કેટલીક બાધાઓ ઉપસ્થિત થતાં ભરતપુરના વેતાંબર જૈન સંઘે તા૩ જી નવેંબર ૧૯૩૫ ના રોજ ગોપાલગઢ જન . દેરાસરમાં દિવાન સાહેબ શ્રી દુર્ગાપ્રસાદજી પેન્શનર નાઝિમ (ડિસ્ટ્રિકટ મેટ) ભરતપુરના પ્રમુખપદે એકત્ર મળી કેટલાક વિચાર કરી અને નીચેના નિર્ણય જાહેર કર્યાનું અમારી જાણમાં આવ્યું છે તે તરફ જનતાનું ધ્યાન ખેંચીએ છીએ. - (૧) શ્રી જૈન શ્વેતાંબર સંધ ભરતપુર ઈદચંદ્ર વરડીઆએ “પલ્લીવાલ જૈન કોન્ફરંસકી દુરંગી ચાલ” નામક પત્રિકા તથા અર્જુન' (પત્ર)માં પ્રકટ કરેલ સુચના તરફ તિત્ર ધણાની દૃષ્ટિથી જુએ છે. (૨) આ સંધ પલ્લીવાલ જૈન કૅન્ફરંસ દ્વારા મંદિર સુધાર અને ધર્મ પ્રચારના કાર્યો તરફ પૂર્ણ આદર અને શ્રદ્ધા ધરાવે છે અને જૈન સંસ્થાઓ તથા શ્રીમતિને પ્રાર્થના કરે છે કે તેઓ આ અસત્ય લેખોથી વિચલિત ન થતાં ધર્મની મહીમા વૃદ્ધિ કરતા રહે. (૩) શ્રી જવાહરલાલ નહેરા અને શ્રી મીનલાલ કોઠારી સુધાર કાર્યમાં જે પ્રયત્ન કરે છે તે પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને આવી નિરર્થક વાતો તરફ ધ્યાન ન આપી શ્વેતાંબર ધર્મ પ્રચાર આગળ વધારવા તેઓને ઉત્સાહિત કરે છે. જૈન મંદિરમાં દર્શન પૂજનના હકે. શ્રી કાનજી ઉદેશીએ શ્રી અનંતનાથજીનાં જૈન દેરાસરમાં (ખારેક બજાર) દાખલ થવા તથા પૂજા દર્શનાદિ પિતાને કરવા હક છે એવી માંગણી કરનારી અરજ મુંબઈ હાઈ કોર્ટમાં કરેલ હતી અને તેમ કરતાં તેને અટકાવવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે. આ દાવો મજકુર દેરાસરના વહીવટ કર્તા ચાંપશી કુંવરજી અને બીજાઓ સામે મંડાયેલો હતો. જણાવવામાં આવ્યા મુજબ મજકુર શ્રી કાનજી તથા તેના પિતા વગેરે આ મંદિરમાં વગર હરકતે ૧૯૨૮ સુધી પૂજા દર્શન આદિ કરી શકતા હતા પણ પાછળથી તેને સામાજીક કારણે પૂજા કરતા અટકાવવામાં આવ્યા હતા અને માત્ર દર્શનનીજ છુટ હતી એમ કહે- વોમાં આવતું હતું. આ બાબત લંબાણુ તપાસ પછી મુંબઈની ના૦ હાઇટે નીચેને ચુકાદો આપે છે. હાઈકોર્ટ એ. એ. સી. જે. સુટ નં. ૩૯ સને ૧૯૩૦ કોરમઃ રાંગણેકર જજ , તા ૨૫ મી નવેંબર ૧૯૩૫. (1) સંમતિથી ઈકરાર કે મજકુર દેરાસરના ગભા રામાં દાખલ થવાને અને તેમાં પ્રતિબિત થયેલી મૂર્તિઓની પિતાના ખર્ચે પૂજા કરવાને વાદી હકદાર છે. ધાર્મિક ખાતાંઓના હિસાબેન કાયદો. - નામદાર મુંબઈ સરકારની ધારાસભામાં સખાવતી અને ધાર્મિક ખાતાંઓના હીસાબે તપાસવા અને રજીસ્ટર્ડ કરાવવા બાબત એક કાયદાને ખડે હાલમાં જ પસાર કરવામાં આવેલ છે. અને તે હીંદુ કે મને લાગુ પાડવામાં આવ્યો છે, તેમાંથી જેનેને બાદ કરવામાં આવેલા છે. તે ઉપરથી એક ગુંચવણભર્યો પ્રશ્ન ઉપસ્થિત થશે છે. તેને હદુએ ગણવા કે નહીં ? જૈનેના વારસા હકક કે લગ્ન બાબત અને બીજા સામાન્ય ધારાઓનો ચુકાદો હીંદુઓ ભેગેજ આપવામાં આવે છે. અને બીન પણ સામાન્ય રીતરીવાજો દદુઓ સરખાજ હોય છે. તેથી જેને હીંદુઓજ ગણાય છે. હીંદુ મહાસભામાં જેનો સમાવેશ થતો જ રહે છે. જેને સમાવેશ હીંદુઓમાંજ થવાને લીધે ધારાસભાની ચુંટણીમાં ૫ણું સ્વતંત્ર મતદાર સંઘની કે જુદી બેઠકની કોઇએ માંગણી કરેલી નથી. આવી સ્થીતીમાં જેને હદુઓમાંથી બાતલ કરવાને બનાવ વિચિત્રજ લેખાય. મહારાષ્ટ્રમાં જેનેની વસ્તી ઘણા ગામોમાં છે અને તે અલ્પ સંખ્યામાં છે. તેથી જેનેના હીત સંબંધ હીંદુઓથી સંઘટિત છે અને જેને જુદા ગણવામાં મોટી આપત્તિ ઉત્પન્ન થાય તે સંભવ છે. જેનેનાં મંદીરે, તેહેવારે, વરડાઓનું રક્ષણ કેવલ હીંદુઓ સાથે રહેવાથી જ થાય તે સંભવ છે, માટે ગમે તે ભેગે જેનોને જુદા પાડવા એ ઠીક નથી, હાલમાં નામદાર મુંબઈ સરકાર તરફથી ઉપર જ વેલ ધારો જેનોને લાગુ પડે કે કેમ એ બાબત જૈનેને અભિપ્રાય માંગે છે. અને તે તા૦ ૩૧ મી ડીસેમ્બર સુધીમાં મોકલી આપવા જણાવેલ છે. ત્યારે આપણે વખત સર જાગૃત થઈ પિતાને અભિપ્રાય નામદાર મુંબઈ સરકારને મહેસુલી ખાતાંના સેક્રેટરી ઉપર તરતજ મોકલી આપવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં જુના રીવાજ મુજબ એક કુટુંબમાંજ આવા હીસાબ રાખવાનો રીવાજ ચાલે છે. અને ઘણાએક ગામોમાં તે તપાસવા માટે કઈ આંગળી પણ ઉંચકી શકતું નથી! અને આવા શેઠીઆએ કોઈને હીસાબ બતાવવા બીલકુલ દરકાર કરતા નથી. આ જાણે પોતાની તે ખાનગી મીલકત હોય તેવી રીતે તેને વહીવટ ચલાવવામાં આવે છે! ૨. મજકર દેરાસરના અંદરના ભાગમાં-ગભારામાં દાખલ થવામાં અને પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વિધ નવપદ ક્રીયા પિતાના ખર્ચ કરવામાં વાદીને અટકાવવાને પ્રતિવાદીઓને હક નથી. ૩. કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિ તરફથી નવપદ ક્રીયા પછી આપવામાં આવતાં જમણુમાં હાજરી આપવા કે ભાગ લેવાને વાદીને હક નથી. આ દાવામાં માંગવામાં આવેલ બધી (નુકશાનીઓ) વાદીએ છોડી દેવી એ બાબત સંમતિ. સંમતિથી દાવાના અંગે થયેલ બધી પાર્ટીઓના ખર્ચ મંદિરના ફંડમાંથી આપવાં.
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy