________________
તા. ૧૬-૮-૩૫
જૈન યુગ
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
TEI.EGRAMs:[ રથાપિત સંવત્ ૧૯૫૮]
૧૪૯, શરાફ બજાર: મુંબઇ, ૨. "HINDSANGHA"
“ દિg"
પર્યુષણ પર્વ ૧૯૯૧.
વીર સં. ૨૪૬૧. સુજ્ઞ શેઠશ્રી તથા શ્રી જૈન સંઘ સમસ્ત ગ્ય.
સવિનય નિવેદન કરવાનું કે સમસ્ત હિંદના જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવનારી આપણી આ જૈન મહાસભા જૈન કોન્ફરન્સ આજે વર્ષો થયાં જન કેમની સામાજીક, વ્યવહારિક અને ધાર્મિક પ્રગતિ સાધવાના ઇરાદાથી કાર્ય કરી રહી છે. આ સંસ્થાના અસ્તિત્વમાં આવ્યા બાદ આપણું તીર્થો, આપણું સાહિત્ય, જીર્ણોદ્ધાર. પુસ્તકોદ્ધાર તથા નિરાશ્રિતે મદદ આપવા અંગે ઘણું કાર્ય કરી ચુકી છે અને કરી રહી છે. આજે સમાજમાં જે જાગૃતિ અને વધતી જતી કેળવણી અને કેળવણી આપવામાં સહાયક નિવડનાર સંસ્થાઓનું વધતું જતું પ્રમાણ આપણે જોઈએ છીએ તે સંસ્થાના અનેક પ્રયાસો અને પ્રચારનું પરિણામ છે અને તેણે જૈન સમાજનાં માનસમાં અનોખું પરિવર્તન કેળવણીના વિષયમાં કર્યું છે. સંસ્થા હસ્તક વિદ્યાર્થીઓને એલરશિપ અપાય છે એટલું જ નહિં પણ ધાર્મિક હરિફાઇની ઈનામી પરીક્ષાઓ લેવાય છે અને પાડશાલાઓને માસિક મદદે આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા બનારસ હિંદુ યુનીવરીદીમાં જૈન ન્યાય અને તત્ત્વજ્ઞાન ની જ્ઞાનપીઠ (જૈન ચેર) રૂા. ચાળીસ હજાર આપી આપવામાં આવી છે જેથી તે વિષયમાં અભ્યાસીને યોગ્ય શિક્ષણ મલી શકે. તદુપરાંત તે જ્ઞાનપીઠને લાભ લેનાર વિદ્યાર્થીને રૂા. ૧૦૦૦) સુધીની વાર્ષિક લરશિપ આપવા માટે પણ એજના કરવામાં આવી છે.
કરસના ઉપરોક્ત ઉદેશે પાર પાડવા માટે શ્રી સુકૃત ભંડાર ફંડની જને થયેલી છે. તદનુસાર દરેક જૈન બંધુએ અને બહેને ઓછામાં ઓછા ચાર આનાનો ફાળે દર વર્ષે આ સંસ્થાની ઓફીસમાં મોકલી આપવાનો છે. આ ફંડની આ વકમાંથી ખર્ચ બાદ જતાં બાકી રહેતી રકમને અર્ધા ભાગ એજ્યુકેશન બોર્ડ દ્વારા કેળવણીનાં કાર્યોમાં વપરાય છે અને અને બીજો અર્ધો ભાગ સમાજેન્નતિનાં કાર્યો અને નિભાવમાં વપરાય છે. જ્યાં સુધી દરેક ગામના સંધ તરફથી સારી મદદ નિયમિત ' મલતી ન રહે ત્યાં સુધી સંગીન કામ થઈ શકે નહિં એ સ્વાભાવિક છે, તેમજ સંસ્થાની આર્થિક હાલત સંગીન ન હોય ત્યાં સુધી જરૂરી કાર્યો પણ હાથ ન ધરી શકાય એ પણ સ્વાભાવિક છે.
તેથી ઉપરોક્ત કાયને પહોંચી વળવા માટે આપની આ એકની એક મહા સંસ્થાને આર્થિક વિણ આપવું એ આપની અને સંધ સમસ્તની પવિત્ર ફરજ સમજી આવતા પર્યુષણના પવિત્ર દિવસમાં આપનો સુકૃત ભંડાર ફંડને ફાળે અવશ્ય મોકલી આપી યથાશય મદદ જરૂર કરશે.
આ સુકૃત ભંડાર ફંડની યોજના આજ ધણ વર્ષ થયા જૈન સમાજમાં જાણીતી છે. એટલે વિશેષ માહિતીની જરૂર નથી. પ્રતિવર્ષ બી પુરૂષ ઓછામાં ઓછા ચાર આના સંસ્થાને મોકલી આપવા દઢ આગ્રહ રાખે તે આ સંસ્થા મારફતે - ઘણું કાર્ય થઇ શકે તેવું છે અને એથી અમે શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે વધારેમાં વધારે જે ફાળે આપ સુકત
ભંડાર માં મોકલી શકે તે જરૂર આવતા પવિત્ર દિવસમાં એકત્ર કરી અમને મોકલી આપવા કૃપા કરશે.
લી. શ્રી સંઘ સેવકો,
Amrablue Yalides
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ.