________________
------ ----~-અy, તારનું સરનામું:-૯દસંઘ-“HINDSANGHA'
A નો સાક્ષ
n
ios.
છે
જે ન યુગ.
* THE JAIN YUGA. E (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.)
તિંત્ર:-જમનાદાસ અમચંદ ગાંધી.
વાર્ષિક લવાજમ: રૂપીયા છે.
છુટક નકદેટ આન,
વર્ષ જુનું
છે કે
તારીખ ૧ ફેબ્રુઆરી ૧૩૫.
અંક ૮.
નવું
ભાવનાઓના વિજયમાં માનવજાતિની આશા
પણ આર્યાવર્ત થી ગુજરાત જ ન રહી શકે. એને મહારાષ્ટ્ર, કર્ણાટક અને સિંધ જોડે ગાઢ સંબંધ છે. મારવાડ અને પશ્ચિમ રાજસ્થાન જોડે એને સંબધ સદીઓ જૂને છે. રાષ્ટ્રભાવ આ જમાને પ્રેરે છે. અને ભાવિ પર દશકાઓ સુધી શાસન કરો, અને પ્રાંતિક ગર્વ અને વ્યકિતત્વ રાષ્ટ્રની મહા વ્યકિતમાં નિમન કરતાં આત્મસિદ્ધિ મેળવી શકશે.
વળી ગુજરાત આર્ય સંસ્કારને વ્યકત કરવાનું સાધન ન બને તે એના કાવ્યોમાં અર્થ શું? એના ભાવિમાં ય શું? આર્યસંસ્કારે જૂના જમાનામાં પ્રાંતિક સરહદે ભૂંસી નાંખી હતી, અને ભાષા ને લિપિના ભેદ છતાં સાહિત્ય ને કલાની એકતાનતા દેશમાં સરછ હતી. એ જે તે અર્વાચીન સાધનસંપત્તિ છે; રાજકીય આંદેલને પ્રસારવા રાષ્ટ્રભાવ છે; એટલે સંસ્કારનાં બીજ જલદી ફળવાનાં. એક કે બે દશકામાં આપણે રાષ્ટ્રભાષાને ઉદ્ભવ પણ જોઈશું, પ્રાંતીય સાહિત્યમાંથી એક સર્વસામાન્ય સાહિત્ય-સમૃદ્ધિ સરજાતી આ પણે જોઈશું, અને તેના સંવાદી નાદમાં બીજા પ્રાંતની સાથે ગુજરાતે પણ પિતાના આમા સુર પર્યો હશે.
- આર્ય સંસ્કૃતિ એ માત્ર જીવનની સાધનસમૃદ્ધિ નથી, વૈદિક ઋષિની માતા જે ઘંટીએ દળતી, જે હોડીમાં રામસીતાએ સરયુ એાળગી. જે ચખામાં આજે ઘણુ આર્યવ' જુએ છે; તે સંસ્કૃતિ નથી. હિંદની સાધનસમૃદ્ધિ, એટલે એની વૈજ્ઞાનિક અને સંસ્થારૂપી સંપત્તિ, યુગેયુગે બંદલાઈ છે; અથવા બીજા પાસેથી એણે તેને ઉછીની લાધી છે. આપણી નદીઓ પર ખુલતા પુલ, આપણુ કપડાં વણુતી મીલે, આપણી આશા અને નિરાશાથી પ્રતિશબ્દ કરતા આપણી ધારાસભાઓ તે આપણે શિખાં નથી, પણ બીજા પાસેથી આપણે લીધાં છે. એ તે મનુષ્યમાત્રને અણખૂટ ભંડાર છે, એની અસર સંસ્કારપર થાય, પણ
એનાથી સંસ્કાર નિરાળો છે. તે જ પ્રમાણે આપણી સામાજિક પ્રણાલિકાઓ, વર્ણાશ્રમ, કુટુંબ ને લગ્નપદ્ધતિ છવનનાં પડે છે, હજીવન નથી. સામાજિક અને ધાર્મિક માન્યતાઓ-જેના વડે સંસ્કૃતિને પ્રચાર ને સંરક્ષણ થયાં તે–પણું સંસ્કાર નથી. આ બધાં તે સાધનસમૃદ્ધિ સાથે કાળક્રમે બદલાયાં ચાલ્યાં આવે છે.
સંસ્કૃતિનું મૂળ તે ઐતિહાસિક સાતત્યના ભાનમાં-હિંદી એકતાની પ્રતીતિમાં છે. આર્યોએ જેમાં જીવનસાફલ્ય માન્યું એવા દેશ ને કાલથી પર એવાં સનાતન મૂલ્યમાં છે. જીવન શું છે–એને હેતુ અને ધ્યેય શાં છે–આ અનાદિ અને નિર્ણય જે જે ભાવનાઓ વડે આર્યોએ કર્યો તેમાં છે. જીવન એ વિશુદ્ધ આનંદ-જીવન એટલે સંસારના ભરતીઓટથી પર એવી ભાવના : આ આર્ય સંસ્કારની મહાન વિશિષ્ટતા છે, સર્વવ્યાપી અને દુધ૧ ભાવનામયતા વડે સાધનસંપત્તિને ઉપયોગ કરવે તેમાં જ આર્યાવર્તની અમર કારકદિનું રહસ્ય રહ્યું છે, ભાવનાઓને સાધનસમૃદ્ધિઓ ઉપર વિજય થાય તેમાં જ સમસ્ત માનવજાતિની આશા સમાયેલી છે.
– કનૈયાલાલ મુનશીના ભાષણમાંથી .