SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૩૪ જૈન યુગને ખાસ વધારે. Regd. No. B. 1996, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ચિદમું અધિવેશન–મુંબઈ. (તા. ૫, ૬, ૭ મે ૧૯૩૪) પસાર થયેલા ઠરાવો ૧. શક પ્રદર્શન (ક) રાષ્ટ્રનેતા શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ તથા જે. એમ. સેનગુપ્તાના ખેદકારક સ્વર્ગવાસથી આ કોન્ફરન્સ પિતાને ખેદ હૃદયપૂર્વક જાહેર કરે છે.. જૈન સમાજના આગેવાનો અને કેન્ફરન્સના કાર્યમાં અગ્ર ભાગ લેનારા અને પરમ હાનુભૂતિ ધરાવનાર – શેઠ ગોવીંદજી ખુશાલભાઈ વેરાવળ, શેઠ અરજણ ખીમજી ક૭, શેઠ પાનાચંદ માવજેતપુર, શેઠ જીવાભાઈ મોહકમચંદ-પાટણ, શેઠ મણીલાલ ગોકળભાઈ–વીસનગર, શેઠ માણેકલાલ જેઠાભાઇ-અમદાવાદ, શેઠ તેજમલ ભાગચંદ-મારવાડ, શેઠ સારાભાઈ મગનભાઈ મેદી બી એ.-અમદાવાદ, શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ. એલ. એલ બી.-અમદાવાદ, ૦ નગીનદાસ જે. શાહ-નવસારી, શેઠ જવાહરલાલ પુનમચંદ, શેઠ ખીમજી હીરજી કાયાણું - કચ્છ, શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા -પાટણ, શેઠ પાલણભાઈ સેજપાલ-કચ્છ, શેઠ નેમચંદ માણેકલાલ-મુંબઇ, શેઠ મેહનલાલે મેતીચંદ-પાટણ, બાબુ ગોપીચંદ એડવેકેટ-અંબાલા, રાજા વિસિંધછ દુધેડીયા-કલકત્તા, શેઠ પિપટલાલ હેમચંદ-પાટણ, શેઠ બુધમત્ર કેવલચંદ, શેઠ માસિંગજી જોધાજી કહાપુરના ખેદજનક દેહાવસાન થતાં આ કેન્ફરન્સ દિલગીરી જાહેર કરે છે અને તે સ્વર્ગસ્થના આત્માને શાંતિ ઈ છે. છે અને તેમના કુટુંબ પ્રત્યે હાર્દિક સહાનુભૂતી વ્યકત કરે છે, –પ્રમુખસ્થાનેથી ૨. હુન્નર ઉદ્યોગ અને વેપાર ધંધાના શિક્ષણ પર વિચારણું. (૧) જત સમાજની જે જે સંસ્થાઓ છે તે દરેકમાં ગૃહઉદ્યોગો તથા વેપાર ધંધાનું શિક્ષણ આપવા માટે પ્રબંધ કરવાનું છે તે સંસ્થાના સંચાલકોને આમપૂર્વક ભલામણ કરવામાં આવે છે. (૨) યુનિવસિરીમાં હુનરઉદ્યોગ તથા વેપાર ધંધા સિવાયની લાઈનના ઘણા ગ્રેજ્યુએટ વિગેરે સારી સ્થિતિમાં નથી મુકાતા એવી કર્યા છે તો તે ફર્યાદ દૂર કરવા માટે હવે માબાપોએ પિતાનાં પુત્ર પુત્રીઓને હુન્નર ઉદ્યોગનું તથા વ્યાપારિક શિક્ષણ આપવા અપાવવા પ્રથમ ધ્યાન આપવું ઘટે છે. (૩) આપણું શિક્ષણ સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાથી'ની આ પ્રકારના શિક્ષણ પ્રત્યે વળે તે માટે તે શિક્ષણ માટે તેમને ઍલરશિપ અને સગવડે આપવા આવશ્યક છે. -પ્રમુખસ્થાનેથી ૩. તીર્થોનું સંરક્ષણ - શ્રી શત્રુંજ્યાદિ તીર્થોના રક્ષણાર્થે ઘણાં વર્ષો થયા સ્થાપિત થયેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, તેમજ જે જે અન્ય તીર્થોના વહિવટદારો છે તેને આગ્રહપૂર્વક ભલામણ છે કે
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy