SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નવલકથાની રચનામાં કલ્પના તથા કલાનું મિશ્રણ દાળમાં મીઠાના અથવા દુધપાકમાં શકરાના મિશ્રણ જેટલું જ થવુ જોઇએ, કે જેથી દાળ તથા દુધપાકની માલિક સ્વાદિષ્ટતા પ્રમાણે ઇતિહાસની માલિક વાસ્તવિકતા રક્ષાયલી રહે, અને તેમાં વિપરીતતા કિવા વિકૃતિના આવિર્ભાવ ન થવા પામે; કારણ કે, જો ઐતિહાસિક નવલકથામાં પણ નવલકથાકાર પોતાની યથેચ્છ કલ્પનાના નિરંકુશ અવેાને ગમે તેમ દોડાવવાની ધૃષ્ટતા કરતો રહે અને કલાના નામથી ઐતિહાસિકતાને પોતાની ઇચ્છા અનુસાર ભ્રષ્ટ તથા વિકૃત કરતા રહેતા તેથી ઐતિહાસિક નવલકથાને જે વાસ્તવિક ઉદ્દેશ છે તે વાસ્તવિક ઉદેશને સવથા લોપ થઈ જાય છે, અને એવી કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલકથાએ જનસમાજમાં દેશના વાસ્તવિક પ્રતિહાસને બદલે ઇતિહાસની ભ્રષ્ટતાનેજ પ્રસારતી રહે છે, અને દેશના ઇતિહાસનાં ભૂતકાલિક ગારવને નષ્ટ કરી ભાવ ઉત્કર્ષ તે પણ અટકાવતી રહે છે ઇતિહાસની ભ્રષ્ટતા કિવા વિકૃતિ એ શબ્દોથી મારા જે અને દર્શાવવાનો આશય છે તે અર્થ એ છે કે ઇતિહાસમાં જે વ્યકિતનું ચારિત્ર્ય અધમ આલેખાયેલું હોય તે વ્યકિતના ચારિત્ર્યને ઐતિહાસિક નવલકથામાં આદશ કિવા ઉત્તમ આલેખવાના પ્રયત્ન કરવા એ જેવી રીતે પ્રતિહાસની ભ્રષ્ટતા છે તેવીજ રીતે ઇતિહાસમાં જે વ્યકિતનું ચારિત્ર્ય આદશ` કિવા ઉત્તમ આલેખાયેલું હોય તે વ્યકિતના ચારિત્ર્યને કલા અથવા એવાજ અન્ય કાઇ પશુ નિમિત્તથી બુદ્ધિપૂ`ક નીય, હીન તથા અધમ આલેખવાની ચેષ્ટા કરવી તે પણ દતિહાસની ભયંકર ભ્રષ્ટતાજ છે, અને ઇતિહાસની એ ભયંકર ભ્રષ્ટતા રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ભયંકર સ્વરૂપમાં આપણા જોવામાં આવી શકે છે, કારણ કે, ગુજરાતના સ્વામી તથા પાટણના પ્રભુ ક સાલકીની જે સતી સાધ્વી ધમ પત્નિ અને ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહની માતા મહારાણી મયણલ્લાદેવી ચારિત્ર્યમાં અપસ્વલ્પ કલંકને દર્શાવનારૂ એક પણ પ્રમાણુ ગુજરાતના મીનળદેવી કૃતિહાસની ઉપલબ્ધ સામગ્રીમાં કયાંય પણ દૃષ્ટિગોચર નથી થતું. માત્ર એટલુજ નહિ, પણ જેની નિષ્ફલકિતા, પવિત્રતા, પતિપરાયણતા તથા અલૌકિક પ્રજાવત્સલતાને દર્શાવનારાં પ્રમાણા ગુજરાતના ૠતિહાસ ગ્રંથોમાં જ્યાં દષ્ટિપાત કરીએ ત્યાં વિસ્તરેલાં લેવામાં આવે છે, તે પ્રાતઃસ્મરણીયા ગુજરાતની માતા, આપણુ સ ગુજરાતીઓની માતા મહારાણી મયણલ્લાદેવી-મીનળદેવીના નિષ્કલંક ચારિત્ર્યને રા. કનૈયાલાલ મુનશીએ ‘ પાટણની પ્રભુતા’ નામક પાતાની લખેલી ઐતિહાસિક નવલકથામાં એક કુશળ વ્યભિચારિણી વિનતાના ચારિત્ર્ય પ્રમાણે આલેખવાની સ્નેહલગ્ન કિવા હૃદયલગ્ન તથા કલાના નિમિત્તથી ચેષ્ટા કરી છે, અને તેમની એ ચેષ્ટા સથા વિધાતક તથા ધુણાજનક છે, એ વાર્તા વાદવિવાદના પરિણામે ઉપર જણાવ્યા પ્રમાણે જોકે નિવિવાદ સિદ્ધ થઈ ચૂકી છે; તથાપિ આવી ઐતિહાસિક નવલકથાઓ દ્વારા જનસમાજમાં જે તિહાસ ભ્રષ્ટતાના પ્રચાર થએલા હોય તે ઇતિહાસભ્રષ્ટતાના નિવારણ માટે અને સર્વ સાધારણ જનસમાજમાં ઇતિહાસની વાસ્તવિકતાને પ્રચારવા માટે જે ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસની વાસ્તવિકતાનું સંપૂર્ણ રક્ષણ કરાયલુ હાય અને તિહાસની વાસ્તવિકતાને મનેારંજક સ્વરૂપમાં સિદ્ધ કરવા પુરતુજ જેમાં કલ્પનાનું કલાવિધાનયુકત મિશ્રણ કરાયલુ હોય તેવી શુદ્ઘ ઐતિહાસિક નવલકથાના લેખન તથા પ્રકાશની અત્યારના સમયમાં આપણા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનિવાય આવશ્યકતા હોવાથી ‘પાટણની પ્રભુતા’ની પ્રતિવાદરૂપિણી પ્રસ્તુત મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા' નામક ઐહિાસિક નવલકથા લખવામાં આવી છે અને જેને ગુજરાતની પ્રજા મીનળદેવી નામથી ઓળખે છે, પરંતુ કર્ણાટકવાસિની હોવાથી જેનું વાસ્તવિક નામ મયણલ્લદેવી અથવા મયણુલ્લાદેવી છે તે મહારાણી મયણુલ્લાદેવીના આદર્શ જીવન ચરિત્રને અથ થી ઇતિ પર્યંત પ્રકાશ કરી શકાય એટલા માટે પ્રસ્તુત નવલકથામાં મયણલ્લાદેવીનાં કણ સાલકી સાથેના લગ્નનો પ્રસ્તાવ થયા ત્યારથી આરંભીને કર્ણાવતીમાં થયેલા કણ સાલકીના મૃત્યુની ઘટન પન્તના એટલે કે સંવત ૧૧૩૮ થી સવંત ૧૧૫૨ સુધીના ૧૫ વર્ષ સમય લેવામાં આવ્યો છે અને જો જીવન અવિચળ રહેશે તે સિદ્ધરાજ જયસિંહદેવની કાય કાતિ ની એક અન્ય ઐતિહાસિક નવલકથા પ્રસ્તુત નવલકથામાંના કેટલાંક પ્રધાન પાત્રાને આગળ લખવીને લખવાના મારા મનાભાવ છે, પર`તુ મારી એ મનેરથ સિદ્ધિના આધાર પરમાત્માની ઈચ્છાપર રહેલા હોવાથી અત્યારે હું વિશેષ કાંઈ પણ લખી શકતા નથી.
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy