SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નાથ,” અને “વેરની વસુલાત,” નામક નવલકથાઓ વિશ્વવિખ્યાત ફ્રેન્ચ લેખક મે. ડુમાની “શ્રી મર્કટીયસ,“ટવેન્ટી ઈયસ આફટર” અને “મેન્ટેક્રિસ્ટ” ઉપરથી અનુકરણ રૂપે લખાએલી છે એમ તેમણે વ્યક્ત કર્યું છે. પ્રસ્તુત લેખમાં રા. મુનશીની “પાટણની પ્રભુતા” નામક નવલકથા મૈલિક નથી. કિન્તુ મેં. માની “શ્રી મસ્કેટીયસ” અને ટવેન્ટી ઇયસ આફટરના આધારે લખાયેલી છે એમ પુરવાર કરવાને મારે વિચાર છે. રા. ઠકકરે “પાટણની પ્રભુતા” એ માત્ર “શ્રી મસ્કેટીયસ” નું અનુકરણ છે એમ ઉલ્લેખ કરેલે છે; પરંતુ તે ન સ્વીકારતાં મને જે ઉપરોકત પુસ્તકમાં સામ્યપણું દૃષ્ટિગોચર થયું છે તે હું બતાવીશ.” આ પ્રમાણેને લઇ પ્રસ્તાવ કર્યો છે અને ત્યાર પછી “પાટણની પ્રભુતા”ની “શ્રી મસ્કેટીસ” તથા “વેન્ટી ઇયસ આકટર” સાથે અત્યંત વિચાર તથા વિવેકપૂર્વક તુલના કરીને તેઓ આવા નિશ્ચય પર આવ્યા છે કે – “આ ઉપરથી આપણે જોઈશું કે મીનળનું પાત્ર ઘડવામાં એનના પાત્રને ઉપયોગ કરવામાં આવ્યો છે. મુંજાલના પાત્રમાં બકીંગતેમની છાયા લેવામાં આવી છે. મુંજાલમાં જે પ્રેમ છે, જે રાણી સાથે તેને સંબંધ છે. તે બેકીંગતેમના એન સાથેના સંબંધના ઉપરથી લખાયેલું છે. મુંજાલનું ચંદ્રપુર જવું, ત્યાં મીનળ સાથે સંબંધ, મીનળનું મુંજાલ માટે પાટણ આવવું, બન્ને વચ્ચે પ્રેમ ઈતિહાસમાં ક્યાંય દ્રષ્ટિગોચર થતાં નથી. ઈતિહાસમાં તે માત્ર કર્ણદેવ એક ચિત્રકારે લાવેલી મીનળની પ્રતિકૃતિ જોઈ તેના પ્યારમાં પડે છે, મીનળ પાટણ આવી પરણે છે, શ્યામવર્ણી હોવાથી અણમાનીતી થાય છે, અને મુંજાલની મદદથી પિતાનું સ્થાન પ્રાપ્ત કરે છે, એવું આલેખવામાં આવ્યું છે. શ્રીયુત મુનશીએ પિતાના પાત્રોમાં એતિહાસિક ઘટના ચરતી મૂકી, આ આધારભૂત થયેલા પુસ્તકનોજ ઈતિહાસ ગુજરાતના ઇતિહાસ તરીકે પલટાવી દીધે છે. “પાટણની પ્રભુતામાં મુંજાલ અને મીનળને પ્રેમ વાર્તાનું મધ્યબિન્દુ છે. કિન્તુ કર્ણદેવનું માત્ર ચિત્ર જઈ તેની પાછળ મુગ્ધ થનાર બાળા મુંજાલ સાથે પ્રેમ ક્યાંથી રાખે ? રા. મુનશીએ આ પ્રમાણે કેન્ય ઇતિહાસની કાયા પલટાવી આપણા ઇતિહાસમાં તેને આપે છે, અને તેથી મીનળદેવી જેવી સતી સાધ્વી પતિપરાયણ અને પ્રાતઃસ્મરણીય રાણીને વળી ફર વ્યભિચારિણી જેવી ચીતરી ઇતિહાસનું ખૂન કર્યું છે. મીનળનું પાત્ર બનાવવા એન અને મીલાડીનાં પાત્રોનું સંમિશ્રણ કરવામાં આવ્યું છે. મીનળની ક્રૂરતા, કીને લેવાની દાનત, ભયંકર કામ કરવાની હિંમત, સર્વ મીલાડી ઉપરથી લેવામાં આવેલાં છે. મુંજાલના પાત્રમાં બકીંગતેમને અંશ લેવામાં આવ્યું છે, છતાં મુખ્યત્વે કરી તે પાત્ર રીશેલ્યુ અને મેઝેરીનનું મિશ્રણ થઈ બનેલું છે એમ નિર્વિવાદ મનાય છે. “આપણે હવે એક નવી વસ્તુ હાથમાં લઈશું. શ્રીયુત મુનશી અને અન્ય જનો એમ જણાવે છે કે મીનળને મુંજાલ સાથે માત્ર હૃદય-પ્રેમ હતે; તેમને દૈહિક સંબંધ નહતે. “ હૃદયને પુનર્જન્મ” નામક પ્રકરણમાં ર. મુનશી લખે છે. “કણ દેવ ! પ્રભુ ! સ્વામી !” તે મનમાં બેલી; તે પાસે પડેલા બીજા લીઆ તરફ ફરી, અને જયદેવનું મોઢું જોયું; તેની રેખાએ રેખા તપાસી; તે મોઢામાં, તે રેખામાં કાંઈ અપરિચિતતા કાંઈ કઢંગાપણું દેખાયું. આ શબ્દનો અર્થ વિચિત્ર લાગે છે. મીનળે કણદેવને સંભાર્યો, અને જયદેવ સામું જોયું, તે તેનામાં અપરિચિતતા દેખાઈ આને અર્થ શું ? વસ્તુતઃ તેને ભાવાર્થ એમ થાય છે કે જયદેવ શ્રીયુત મુનશીના મતાનુસાર કણદેવને રસ પુત્ર નહતું, અને તેથી મીનળ વ્યભિચારિણી હતી એમ સાબીત કરે છે. “હૃદય અને હૃદયનાથ પ્રકરણમાં મુનશી મહાશય લખે છે:-“મેં તને કહ્યું, કે ક્ષુદ્ર વાસના ત્યાગી આપણે ગુજરાતના સ્તંભ થઈ રહેવું જોઈએ.” શુદ્ર વાસના એટલે હૃદયલગ્ન નહીં, પ્રેમલગ્ન નહીં, પણ વિષયસુખાનુભવ. આ શબ્દ એમ સૂચન કરે છે કે ચન્દ્રપુરમાં મુંજાલ પાછળ ગાંડી બનનાર મીનળને તેની સાથે દેહિક સંબંધ હશે. આ દિવસે યાદ આવવાથી મુંજાલને જીવ રહે સાય છે. “મુંજાલ ! પરણીને તરત સંકેત સાચવવા હું રાજગઢ ઉતરી તે યાદ છે ? તે પળ યાદ આવતાં હું બદલાઈ જાઉં છું તે વખતે તે શું કર્યું ?' આ સાંભળી મુંજાલના પૈયને અંત આવે છે. પછી
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy