SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રીની નોંધ પણ તે સમ લેખક અને વિચારક તરીકે અન્ય સમાજમાં પણ અત્રતત્ર ખ્યાતિ પામેલા છે. મૂળ કઠારના રહીશ અને રગુનમાં વેપાર કરતા રા. ગલીઆરા નામના જૈન ગૃહસ્થે રૂ. ૧૦૦૦) એક હજાર તેમના નગ્ન સત્યાદિ લેખેાની કદર તરીકે રોકડા આપવા ગૂજરાત સાહિત્ય પારષદ્ દ્વારા મેાકલ્યા છે અને બીજા આઠ લેખકેાને પાંચસે પાંચસે તેમના અમુક લેખેાની કદર માટે એમ કુલ રૂ, ૫૦૦૦) મેાકલ્યા છે. ખીજા લેખકેા કરતાં વાડીલાલને ખમણુા મેાકલાયા, અને તેએ બીજા લેખકેાની ગૂજરાત સાહિત્ય સમાજમાં પ્રસિદ્ધ નથી છતાં શા માટે આમ ? એમ કેટલાકે કલ્પના કરી જુદા જુદા વિચાર જણાવ્યા છે. શ્રી વાડીલાલને એક તેા ઠીક થયું છે કે કેટલાએ લેખકા અને પત્રકારાની અંદરની શક્તિ જોવાની તક આ પ્રસંગથી મળી છે. કેટલાકેા આ ઘટનાને જોઇ આનદ્યા છે. કેટલાએએ ઉદાસીનતા ખતાવી છે, કેટલાએએ ઇÜસૂચક ઉદ્ગાર કાઢયા છે. આને ઉત્તર શ્રીયુત વાડીલાલને આપવાના હોયજ નહિ. તેઓ સાહિત્ય સારૂં લખે છે કે માઠુ એની કદર સાહિત્યપ્રેમી સમાજ કરે તે પ્રુષ્ટ છે. ખીજાઓના અભિપ્રાય તેમને આનંદ કે અક્સેસ ઉપાવશે નહિ એમ સમજી એટલું કહીશું કે તેમના વિચારી પ્રમાણે તત્વજ્ઞાન બાબતમાં કે ક્રિયાશક્તિ ખાખતમાં તેમની પ્રગતિ સંબંધે સારેા-નરસા અભિપ્રાય કાએ આપવા દરકાર કરી હાતા તેઓ જરૂર ખુશી થાત. રા. વાડીલાલે ઉક્ત એક હજાર રૂપીઆના નામનેા અંગત લાભ લેવાની ના કહી છે અને એને ઉપયાગ શું કરવા તે તેમણે બહાર પાડેલા પત્રમાંથી ટુંકમાં લઇએ છીએ:— ‘નગ્ન સત્ય’ ('Being') શ્રી ‘મહાવીર' (Superman) નું છે, અને ‘ સમયના પ્રવાહમાં' (Becoming) superman ને વિજયાંક્તિ વાવટા ફરકાવનાર સુભટ અને ભાટ ફ્રેડરિક નિત્શતું છે. એમાં મારૂં કાંઈ પણ હાય તા તે માત્ર એમની પ્રેરણાને સ્વેચ્છાપૂર્વક તાબે થવા રૂપ મૌન જ છે, કે જે મૌન અદ્યાપિ પર્યંત અપકવ હાઇ એ શક્તિઓનાં બરનાં શરીરે મળી શક્યાં નથી. • હુન્નરની રકમ તા એ પરમ શક્તિ પર પુષ્પ વૃષ્ટિ હાઈ, અને એ શક્તિએ પેાતે તેા પુષ્પની પણ પરવા ૨૪૯ વગરની હાઈ જેમને હજી સુગંધને શાખ' છે અને સુગંધ પીછાનનારૂં ‘નાક’ છે તેવા સહુધમીંએ માટે સત્ય ’ ના પુનર્જન્મમાં એ રકમની યોજના કરવાની હારે શિર ફરજ નંખાયલી માનુ છું; અને જેથી એ રકમના અને એવી શરતથી સ્વીકારૂં છું કે, છેલ્લા એક દાયકામાં ટક ટક લખાયલાં નગ્નસત્યા એક ગ્રંથરૂપે છપાવવામાં એ રકમના ઉપયાગ કરી તથા તેમ કરવામાં ખૂતી રકમ પદ્મરથી ઉમેરી અઢી રૂપિયાના મૂલ્યવાળી બે હજાર પ્રતાના વેચાણની આખી આવક મ્ડને સંબંધ ન હોય એવા પ્રકારની હરકોઈ સાહિત્યસેવામાં અર્પણ કરવી. ’ આ વિચારા પરથી રા. વાડીલાલની ઉદાત્તતા જોઇ શકાશે. એથી અને સાહિત્ય સમાજમાં અમારા એક જૈન લેખકની-વિચારકની આ રીતે જાહેરમાં કદર થાય છે એ જાણી અમેાને અતિ પ્રમાદ ઉપરે છે. ૭–પ્રકીર્ણ. (૧) રા. ચીમનલાલ જે. શાહ બી. એ. એક તાજા જૈન ઉત્સાહી તરૂણુ ગ્રેજ્યુએટ છે. તેઓ એમ. એ. ની પરીક્ષામાં પાસ થવા માટે એક પુસ્તક લખવા માગે છે અને તેના વિષય The Jains of Northern India-ઉત્તર હિંદના જૈતા' એ નામના પાતે પસંદ કર્યો છે અને તે યુનિવર્સિટી પાસ કરે તે તેમને એમ. એ. ની ડીગ્રી મળે. આ વિષય માટે તેઓ દરેક જૈન વિદ્યાની સહાય, સાધને અને વિગતા પૂરા પાડવા માટે માગી રહ્યા છે, અમે પણ તેમને દરેક જાતની હકીકતા, અતિહાસિક બિના, પુસ્તકા, વગેરે ઉકત વિષયને ઉપકારક હોય તે પૂરી પાડવા દરેક સાહિત્ય અને ઇતિહાસ રસિક જૈનને વિનતિ કરીએ છીએ. આશા છે કે આ વિનતિ સ્વીકારાશે. તેમનું ઠેકાણું પરીખ મેન્શન–પહેલે માળે, સેન્ડ હર્સ્ટ રોડ મુંબઇ છે. તેમણે તાજા અભ્યાસના પરિણામે ‘The A. B. C. of Jainism નામને અંગ્રેજીમાં એક લેખ લખ્યા છે. (૨) આવીજ રીતે એક દક્ષિણી બ્રાહ્મણુ ગ્રેજ્યુએટે ‘The Jains of the Southern Indła' દક્ષિહિંદના જૈનેા' એ નામને એમ. એ. ની ડીગ્રી માટેના વિષય લીધેા છે. તે માટે પણ ઉપર
SR No.536266
Book TitleJain Yug 1926 Ank 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy