________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રઘુદેવકૃત ‘મુક્તિવાદ'
૧.
નોંધણીક્રમાંક : ૯૧૩૫
પત્ર : ૧૨
ગ્રંથસંખ્યા : ૨૫૦ આશરે
પરિમાણ : ૨૨ × ૯ સે. મી. લિપિ : દેવનાગરી
ભાષા : સંસ્કૃત
ભારતીય દર્શનોમાં ન્યાયશાસ્ત્ર અગત્યનું સ્થાન ધરાવે છે. તેમાં પણ ન્યાય તેની આગવી ભાષાગત શૈલી, ખંડન-મંડન પરંપરા અને વાદગ્રંથોથી સમૃદ્ધ છે. આ શાસ્ત્રનાં પ્રમુખ એવા આચાર્યો ગંગેશ, રઘુનાથ શિરોમણિ, જયદેવ, વિશ્વનાથ ન્યાયપંચાનન, ગદાધર વગેરેનું પ્રમુખ યોગદાન રહ્યું છે. આ સિવાયના પણ કેટલાક આચાર્યોનાં નામ હજુ પણ તેમના ગ્રંથોની હસ્તપ્રતોમાં છૂપાયેલાં છે. તેમાના એક રઘુદેવ ભટ્ટાચાર્યનું પણ નવ્યન્યાયક્ષેત્રે અગત્યનું યોગદાન રહેલું છે. તેમના જીવન અને કૃતિઓ અંગેનો અભ્યાસ અને તેમના ‘મુક્તિવાદ’ નામના વાદગ્રંથનો પ્રથમવાર સંપાદન કરવાનો પ્રયત્ન આ શોધલેખમાં કરવામાં આવ્યો છે. તેમના અંદાજે ૨૦ ઉપરાંત મૂળ ગ્રંથો અને ટીકાઓમાં ‘મુક્તિવાદ' અદ્યાવધિ અજ્ઞાત અને અપ્રકાશિત છે. આ ગ્રંથની ફક્ત એક જ હસ્તપ્રત વડોદરાનાં પ્રાઅવિદ્યામંદિરમાં ઉપલબ્ધ છે. તેના આધારે આ કૃતિનું સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે.
પોથીનો પરિચય :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રજાપતિ*
સાધન : કાગળ
સ્થિતિ : સંપૂર્ણ, પત્ર નં. ૧, ૨ વિક્ષત રચના કાળ, લેખનકાળ : ઉલ્લેખ નથી લેખન : વાંચી શકાય તેવું
લહિયો : શ્રીધર ગુર્જર
વિપિકાર :
ગ્રંથના અંતમાં પોતાનો પરિચય આપતા લિપિકાર કહે છે : ગુર્નરોપનામ શ્રીધરચાય તેવુઃ । ગુર્જર એવા ઉપનામ પરથી એવું અનુમાન કરી શકાય કે લિપિકાર ગુજરાતનો હશે.. વળી આ ગ્રંથની એકમાત્ર હસ્તપ્રત પણ ગુજરાતમાંથી જ ઉપલબ્ધ થાય છે. હરિરામકૃત ‘મુક્તિવાદવિચાર’નાં સંપાદક શ્રી જગદીશચંદ્ર ભટ્ટાચાર્ય ભૂમિકામાં એવું મંતવ્ય આપે છે કે રઘુદેવ ભટ્ટાચાર્ય બંગાળના હોવા છતાં અધ્યાપન કાર્ય માટે અન્ય પ્રદેશોમાં પણ ગયા હોવાનો સંકેત મળે છે. ગુજરાતના ડભોઈના શ્વેતાંબર સંપ્રદાયના જૈનમુનિ યશોવિજયગણી ‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૯૫-૧૦૮.
પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ પ્રચલિત આ ઉપનામ સ્થળનામ સૂચવે છે. મહારાષ્ટ્રમાં આ ઉપનામવાળાં લોકો પણ કોઈ કારણસર ગુજરાતમાંથી જ સ્થળાંતર થયા હોય અને છતાં આ ઉપનામ જાળવી રાખ્યું હોય એવી સંભાવનાને નકારી ન શકાય.
For Private and Personal Use Only
Bhattacharya Jagadishchandra, Muktivadavicāraḥ of Hariram Tarkavagisa with the Com. Muktilaksi, Sanskrit College, Calcutta, 1959, p. xv.