________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત “રક્ષવર્ધશત – મનોવૈજ્ઞાનિક અધ્યયન
પ્રકટ થાય છે. અહીં સંસ્કૃતના કવિની આધુનિકતાનું આપણને દર્શન થાય છે.
દૌર્બલ્યનાં પરિણામો
કવિ દર્શાવે છે કે - रोगाश्च शोका विविधाश्च चिन्ताः द्वेषश्च रागश्च दरिद्रता च । पापानि विध्वंसकराणि सर्वाण्येतानि दौर्बल्यफलानि लोके ।। ६० ।।
અહીં રહેલું કવિનું સમાજશાસ્ત્રીય નિરીક્ષણ આત્મનિરીક્ષણ કરવા પ્રેરે તેવું મર્મસ્પર્શી છે. જાણે કે કવિ માને છે કે રોગ, શોક, ચિન્તા, દ્વેષ આદિ અવગુણો બ્રહ્મચર્યના અભાવને જ આભારી છે. આથી કવિ સુજનન વિષયે પ્રયત્ન કરવા શીખ આપે છે અને વચન આપે છે કે ભગવત્કૃપાથી દેશોદય થશે. દુર્બલતાનાં દુષ્પરિણામો
કવિ દુર્બળતાને જ ભોગવિલાસનું પરિણામ માને છે અને તેનાં આનુષંગિક પરિણામો તરફ અંગુલિનિર્દેશ કરતાં કહે છે
पश्यामोऽनुदिनं जनाः परिवृताः स्वापत्यकैर्दुर्बलैः कर्तुं दैहिकमल्पमात्रमपि ते कर्माक्षमाः सर्वथा । दीना रोगशतैः प्रप्रीडिततरा दारिययुक्तास्तथा एतेषां खलु कल्पवृक्षसदृशं स्याद्ब्रह्मचर्यवतम् ।। ६३ ।।
નબળાં અને રોગગ્રસ્ત બાળકોવાળાં માતાપિતાની કરુણ દશાનું અહીં કેટલું હૃદયસ્પર્શી શબ્દચિત્ર કવિએ ૨જૂ કર્યું છે ? આધુનિક અર્થશાસ્ત્રીની છટાથી કવિ મર્યાદિત ભૂમિ અને મર્યાદિત અનાજપુરવઠાની પણ વાત કરે છે. સાથે સાથે એમ પણ દર્શાવી દે છે કે જો પ્રજામાં વૃદ્ધિ થાય તો એ ઈષ્ટ નહીં થાય.
કવિ એક ભવિષ્યવેત્તાની છટાથી પ્રજાના નૈતિક અધ:પતનની પણ આગાહી કરી દે છે : दारुणजीवनकलहा यादवतुल्यानि घोरयुद्धानि । प्रभवन्ति यदा शस्यादिखाद्यवस्तूनि दुर्लभानि स्युः ।। ६५ ।। बुभुक्षितः कि न करोति पापम् क्षीणा नरा निष्करुणा भवन्ति । सत्यं कवेर्वाक्यमिदं प्रमाणम् न मोघवाक्याः कवयः प्रसिद्धाः ।। ६६ ।।
કવિ માને છે કે વૈરાગ્યના શસ્ત્રદ્ધારા ઈન્દ્રિયોના વેગને કાબૂમાં રાખી શકાય છે. કવિના શબ્દો છે :
वैराग्यशस्त्रं निशित समर्थ योगेन युक्तं सकलार्थदेन । वश्यं करोतीन्द्रिय वेगमेनम् दुष्टं यथा सारथिरश्वमाशु ।। ७० ।।
યોગયુક્ત વૈરાગ્ય બધા અર્થો સાધી આપનાર બની રહે છે, એવું કવિનું પ્રતિપાદન સરસ રીતે અહીં કરવામાં આવ્યું છે. ઉપમા અલંકાર પણ અસરકારક અને ઔચિત્યપૂર્ણ બન્યો છે.
For Private and Personal Use Only