________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ છીવિરચિત “વફર્યશત - મનોવૈજ્ઞાનિક અધ્યયન
કામદેવના પર્યાયો તથા તેમની વ્યુત્પત્તિ
સાથે સાથે કામદેવનાં જૂથ, પન્ન અને વર્વ એ ત્રણ નામો (કે પર્યાયો)ની વ્યુત્પત્તિ રજૂ કરીને કવિ માણસની તેની સામેની લાચારી (કે મજબૂરી)નું સુભગ દર્શન કરાવે છે :
मथ्नाति मनस्तस्मान्मन्मथ इत्युच्यते बुधैः कामः । मादयति च दर्पयति च तस्मान्मदनस्तथा च कंदर्पः ।। १६ ।।
અહીં પરંપરાગત નિક્તિ તો છે જ પણ સાથે કવિની મૌલિક સૂઝ પણ દેખાયા વિના રહેતી નથી.
જગતનો માણસ કામની પ્રકૃતિ અને પ્રવૃત્તિ જાણે છે. તેથી તેની દુર્જયતાનું પ્રતિપાદન કરતાં, પોતાની લાચારી દર્શાવતાં, તે તેની સાથે સમાધાન (કે સમાયોજન કે અનુકૂલન) સાધી લેવા શીખ આપતાં કહે છે :
दुःखं ददात्यतृप्तो दृष्टिविषयता कदापि नायाति । कथमेष विजेतव्यो बहुरूप्यपि सन्सदैव गतरूपः ।। १७ ।।
आनुकूल्यं हि साधीयः सुहृदानन सर्वदा । कुपितः शक्तिशाली यो जगदुन्मूलनक्षमः ।। १८ ।।
જગતના એક અત્યંત ઉચ્ચ કોટિના વ્યવહાર પટુ માણસની આ દલીલ છે. આવા માણસનું સમગ્ર જીવન આવાં વરવાં સમાધાનોની એક વરવી ગાથા જ છે ને !
અને પરાકાષ્ઠા તો આવે છે નિમ્નલિખિત દલીલમાં :
बहु स्यां प्रजायेयधातेत्यवोचत् कथं च प्रजाः स्युः सदा ब्रह्मचर्यात् ।। जगत्तूर्णमेतद् भवेत्काननाभम् यदि ब्रह्मचर्ये रताः सर्वलोकाः ।। १९ ।।
તદુપરાંત તે એવી પણ દલીલ કરે છે કે કામસેવન એ કાંઈ શાસ્ત્રવિરોધી વાત નથી. આથી તે પ્રશ્ન છે :
કરે
नियतिविरुद्ध कथन शास्त्राज्ञाविमुखतायुतं च तथा । कोऽनुन्मत्तः श्रुणुयात्कुर्याद्वा बतधरातले लोकः ।। २१ ।।
અહીં એક તથ્ય સરસ રીતે પૂર્વપક્ષી પ્રતિફલિત કરી શકે છે કે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ તો માત્ર ઉન્મત્તો જ જાય ? ડાહ્યા કે સમજુ નહીં ! વળી તેના ભાથામાં બીજું પણ એક દલીલબાણ છે. અહીં જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તો કેવો મોટો અનર્થ થઈ જાય તેનું સચોટ પ્રતિપાદન કરતાં પૂર્વપક્ષી રજૂઆત કરે છે :
विच्छेदो जगतः स्याद्यदि पुरुषा ब्रह्मचर्यसक्ताः स्युः । मकरध्वजो हि तस्मात्सम्यगुपास्यो विनिश्चितैर्विबुधैः ।। २२ ।। આવી પરિસ્થિતિમાં કવિ રજૂઆત કરતાં કહે છે :
For Private and Personal Use Only