________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થઘટન અન્ય ઉદાહરણો પાંગળું બનાવે છે. ઈતરા, કે જેનું નામ જ સૂચવે છે કે તે કોઈ શુદ્ર વર્ણની સ્ત્રી હશે, તેના પુત્રને ઐતરેય બ્રાહ્મણનો દષ્ટા સ્વીકાર્યો છે. શૂદ્રને પણ મંત્રદર્શન ! આ વેદના સમાજનું ઔદાર્ય છે. જ્ઞાતિપ્રથાનાં આજનાં દૂષણો કે વાડાઓ ત્યાં ન હતા. યજુર્વેદ કે અથર્વવેદના નિર્દેશો દર્શાવે છે કે શૂદ્ર સમાજમાં નીચ કે અસ્પૃશ્ય નહોતો. મનાતો. પ્રાર્થનામાં તેના નામના નિર્દેશો બ્રાહ્મણ કે ત્રિયોની સાથે થયા છે, થા, ૧૮૪૯, અર્થ. ૧૯૧૨ ૧૦, ઉપનિષદોમાં પણ ક્ષત્રિય, વિદ્યાનો જ્ઞાતા હોય કે શૂદ્ર તેનો અધિકારી હોય તેવું દર્શાવતાં દષ્ટાંતો અવશ્ય ઉપલબ્ધ થાય છે. જ્ઞાનદાન કે શિક્ષણ એ કેવળ માણસમાજનો ઈજારો અને સેવા એ શૂદ્રની ફરજ એ વિચાર પાછળથી આવ્યો છે, એમ સુસ્પષ્ટ છે, અને વિદ્વાનોની માન્યતાની મહોર પણ એને મળેલી છે.
કાન્તિલાલ રા. દવે
પરવર્તી યુગમાં શૂદ્રો પ્રતિ જે ઘૃણાનો ભાવ જોવા મળે છે, તે વિચારણીય સમસ્યા છે. પણ પ્રારંભિક યુગમાં કમસે કમ ઉપનિષદ્ સુધીના વૈદિક યુગ સુધી શૂદ્રો પ્રત્યે સદ્ભાવ રહ્યો છે, નહીંતર કેવી રીતે આ ઘોષણા કરવામાં આવી હશે કે, દેવતાઓમાં પૂષા શૂદ્ર બન્યા'. પૂપા જેવા દેવતાનું ‘શૂદ્ર’ વર્ણમાં રહેવાનું જ સિદ્ધ કરે છે કે, તત્કાલીન સમાજ શૂદ્રોનો આદર કરતો હતો. સૃષ્ટિનું પોષણ કરવાનું કામ પૂપાનું છે. આથી સ્પષ્ટ છે કે ઉપનિષત્કાળ સુધી શૂદ્રોને સમાજના પોપક-વર્ગ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી.૧૭
૧૭. જુઓ, પાદટીપ નં, ૧૦, પૃ. ૩૫
૧૮.
૧૯.
વૈદકાલીન રાષ્ટ્રના સુચારુ શાસન માટે ચારે વર્ગોની યોગ્યતા અને ક્ષમતા અનુસાર કાર્યોનું વિભાજન કરતાં યજુર્વેદમાં ‘તપસે શૂદ્રમ્’ (૩૦/૫) અર્થાત્ શ્રમકાર્યમાં શૂદ્રને નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કઠોર શ્રમકાર્ય સાથે સંબધ્ધ હોવાના કારણે કેટલાક, શૂદ્રોને હલકા ગણે છે. આ સંદર્ભમાં પં. વીરસેન સામશ્રમી લખે છે કે, શુદ્ધ' શબ્દ હીન અર્થનો દ્યોતક નથી, અપિતુ વૈદની દૃષ્ટિએ તો શ્રમ અને તપનું પ્રતીક છે. તપથી તો પ્રત્યેક વસ્તુ પવિત્ર થાય છે આથી 'સૂત્ર' શબ્દના ‘હીનતાસૂચક' લૌકિકાર્થનું વૈદમાં ગ્રહણ કરવું ન જોઈએ. વેદ ભગવાને તો “તપસે શૂદ્રમ્ તપ માટે શૂદ્રનું વરણ કરવાનું કહ્યું છે, અતઃ શૂદ્ર વર્ણનું પાવનત્વ સિદ્ધ છે. શ્રમજીવી-શૂદ્ર-તપસ્વી વર્ગ સમાજનો અને ઉદ્યોગધંધાઓનો આધારસ્તંભ છે, એ ભૂલવું ન જોઈએ.
સંક્ષિમાં, આર્ય-શુકનું વિભાજન વેદમાં હોવા છતાં, સામાજિક દષ્ટિએ શવનું સ્થાન આર્યની સમકક્ષ અને માનનીય હતું. આ જ કારણે છા. . (૩૧૬)માં જૈનનો ઉલ્લેખ મળે છે તે મહીદાસ ઐતરેય શુદ્ધ સ્ત્રીનો પુત્ર હોવા છતાં શાખાપ્રવર્તક ઋષિ થયો હતો, એટલું જ નહિ. જીવન્મુક્ત દશામાં બ્રહ્મવિદ્યાની પ્રતિષ્ઠા મેળવી શકયો હતો. જ્વાલા નામની શુદ્ધ દાસીના પુત્ર સત્યકામ જાબાલને તેની માતા અને તેના પોતાના સત્યવચનના કારણે બ્રાહ્મણ ગણી હારિંદુમત ગૌતમ નામના બ્રહ્મર્ષિએ ઉપનયન સંસ્કારપૂર્વક બ્રહ્મવિદ્યા આપી હતી. છાં. ઉપ. (૪૪૯)માં ઉલ્લેખિત આ જાબાલ, જાબાલ શાખાનાં પ્રવર્તક આચાર્ય બની મહનીય પ્રતિષ્ઠા પામ્યો હતો. શૂપુત્ર વત્સે અગ્નિપ્રવેશ વડે પોતાના શુદ્ધ જાતિસંસ્કારની ખાત્રી કરાવી આપી પોતાનું દ્વિજત્વ સિદ્ધ કર્યું હતું.” હૈં. ભા. (૬૫)માં ઉલ્લેખિત કવષ શૈલૂષ . (૧૦/૩૦/૩૪)ના મંત્રદ્રષ્ટા તરીકે સ્વીકાર પામ્યો હતો. શૂદ્ર ઉશિજ કક્ષીવાન પણ ઋ. (૧.૧૧૬)નો મંત્રદષ્ટા હતો. છાં.ઉપ. (૪૨/૩) અનુસાર સંયુવા ઐશ્ર્વ નામના દરિદ્ર વિદ્વાન બ્રાહ્મણે,
For Private and Personal Use Only
वैदिक सम्पदा, गोविन्दराम हासानन्द, दिल्ही, १९४७ प्रथम संस्करण, पृ. २५५.
મહેતા ન. દે. ઉપનિષદ્-વિચારણા, ગુજરાત વર્ના. સોસાયટી, અમદાવાદ, ૧૯૩૨, પ્રથમ સંસ્કરણ, પૃ. ૧૯૫.