________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
યોગિની પંડયા
આમાં જે અર્થ ઉપનિબદ્ધ છે તે શૃંગારરૂપ કાવ્યર્થ છે આ સંભોગશૃંગારરૂપ કાવ્યર્થની ઘટનામાં નિમ્નલિખિત વિભાવાદિ રૂપ અર્થોપકરણોના હાથ કાવ્યરસિકોની ભાવનાથી સ્પષ્ટ પરિલક્ષિત થાય છે –
૧. પ્રેમી યુગલનો આલંબન વિભાવરૂપ અર્થ ૨. રતિમંદિર (લીલાગૃહ)નો ઉદીપન વિભાવરૂપ અર્થ
સ્મિત, વિકસિત, અધરાસ્વાદન, નયન, થાવર્તન, અંગક્લાન્તિ વગેરે અનુભાવરૂપ અર્થ ૪. હર્ષ, ઔત્સુકય, ભય, આનંદ રોષાદિનું સંબલિત રૂપ સંચારી અથવા વ્યભિચારી ભાવ.
સંભોગ શૃંગારરૂપ “ભાવ્ય” કાવ્યર્થના બન્ધમાં કોઈપણ સંસ્કૃત કાવ્ય “અમરુશતક”ની મૌલિકતાનું પ્રતિસ્પધી છે જ નહીં તેથી આચાર્ય વામને અન્યોન્યસંવતિત સૂક્તિનો જ ભાવ્ય કાવ્યર્થના દષ્ટાંતરૂપમાં ઉપસ્થિત કાર્યો છે. વામને આવું એટલા માટે કર્યું કે " --- અમરુશતક”ના પદ્યની ભાવનામાં પોતાના મનઃસમાધાન કર્યું અને પોતાના સમાહિતચિત્તમાં આ પદ્યની રૂપરેખા ઉતારી જેને તેમણે પોતાના નિષ્કપ અથવા મધુર અને “ઉદાર પદયોજના”માં પ્રકાશિત કર્યો.
જ્યારે આ જ શ્લોકને ધ્વન્યાલોકમાં પણ ધ્વનિકારે "મસંતશ્ચમચંધ્વનિની યોજનાથી પોતાના પદ્ય રચીને તેમાં કેવી રીતે નવીનતા ઉત્પન્ન કરી શકાય છે એનું નિદર્શન જોઈએ.
"निद्राकैतविनः प्रियस्य वदने विन्यस्य वक्त्रं वधू - र्बोधत्रासनिरुद्धचुम्बनरसाप्याभोगलोल स्थिता । वैलक्ष्यादिमुखी भवेदिति पुनस्तस्याप्यनारम्भिणः साकांक्षप्रतिपत्तिनाम हृदयं यातं तु पारं रतेः ।।
આ બન્ને સૂક્તિઓ રસરાજશૃંગારની અભિવ્યંજનામાં કૃતાર્થ થાય છે. “અમરુશતક”નો શૃંગારનાયક અને નાયિકાની પારસ્પરિકરતિની જે વિશેષ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થઈ રહી છે તેની અપેક્ષાએ "નિદ્રાવિન" - સૂક્તિના શૃંગારની પરિસ્થિતિ વિલક્ષણ છે.
આ સૂક્તિના કવિના પ્રેમી અને પ્રેમિકાની પ્રેમાર્દ ચિત્તવૃત્તિની એકરસતાની ભાવનાની છે. જેમાં રતિના પરિતોષ ઉભયગતરૂપથી પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. કેમ કે અહીં પરસ્પર પ્રણયકામનાના પ્રસાર અને નિરોધની પરંપરા બન્નેના હૃદયમાં સમાનરૂપથી નિરંતર પ્રવાહિત જોવા મળે છે. આ અભિપ્રાય “અમરુશતક”ના શૃંગારપદ્યમાં નથી. અમરુશતકની સૂક્તિમાં નાયિકા અને નાયકની પરસ્પર પ્રણયકામનાની ચરિતાર્થતાનું ચિત્રણ છે. બંનેમાં સંભોગશૃંગારની અભિવ્યંજના હોવા છતાં પણ એક સૂક્તિનો શૃંગાર બીજી સૂક્તિનો શૃંગાર નવા-નવીન જેવો જણાઈ રહ્યો છે. આ છે અનુકરણ કૌશલયી સિદ્ધિ.
આમ કવિ અમરુએ ગાથાસમશતીમાંથી અનુકરણ કર્યું છે પણ પોતાની મૌલિકતાથી નિત્યનૂતના મુક્તકોનું સર્જન કર્યું છે તે જ પ્રમાણે ધ્વનિકારે પણ એક મુક્તકના ભાવનું અનુકરણ કરીને કેટલું સુંદર ચિત્ર ચિત્રિત કર્યું છે જે પ્રશંસનીય કાવ્યહરણ છે.
આનંદવર્ધન, ધ્વન્યાલોક, ૪-૨ની વૃત્તિ, તેની ઉપર લોચન - અભિનવગુમની ટીકા નિર્ણયસાગરપ્રેસ, દ્વિતીય, મુંબઈ-૧૯૧૧
For Private and Personal Use Only