SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ અમર અને અનુહરણ જ્યારે અમરુકે આ પરિસ્થિતિમાં નાયિકાની પ્રત્યુત્પન્નમતિ બતાવીને પરિસ્થિતિ કેવી ઝડપથી સંભાળી લે છે તે વર્ણવ્યું છે - જે જોઈએ -૧૭ * दम्पत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकणित यद्वचः, तत्प्रातर्गुरुसन्निधौ निगदतः श्रुत्वैव तारं वधूः । कर्णालम्बितपद्यरागशकलं विन्यस्य चञ्च्वोः पुरां वीडा तां प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ।। “રાત્રિમાં વાતચીત કરતાં એવાં દંપતીના જે વચનો ગૃહ શુકે સાંભળ્યાં હતાં તે સવારના સમયમાં ગુરુજનો સમક્ષ મોટા અવાજથી કહેવા લાગ્યો. આથી કાનમાં લટકતા એવા પદ્યરાગમણિના ટૂકડાને દાડમના ફળના બહાના હેઠળ તેની ચાંચમાં રાખીને-મૂકીને શરમાઈ ગયેલી વધૂ તેનું વાબંધન કરે છે, અર્થાત્ બોલવાનું બંધ કરી દે છે.” આ પદ્ય પર્યાયરૂપથી અમરુની શૈલીનું સૌંદર્ય તથા યથાર્થતા તથા તેમની કવિતાની મનોહરતા અને પ્રભાવોત્પાદકતાને પ્રદર્શિત કરે છે. ગાથાસમશીતીમાં નાયક-નાયિકાની માનલીલાનું વર્ણન આ બે ગાથામાં આ પ્રમાણે થયું છે. "पणअकुविआण दोह वि अलिअपसुत्ताण माणइल्लाणम् । . निचलणिरुद्धणीसासदिण्णकण्णाण को मल्लो ।। अण्णोण्णकडक्खन्तर पेसिअमेलीणदिद्विपसराणम् । दो चिअ मण्णे कअभण्डणाइँ समअं पहसिआई ।। પરસ્પર રિસાઈને સૂવાનું બહાનું કરીને બન્ને શ્વાસ રોકીને નિશ્ચલ પડેલા હતા કે એક બીજાને નીચે જ નીચે તીરછી દષ્ટિથી જોવામાં (અચાનક) બન્નેની નજર મળી ગઈ અને બન્ને એક સાથે હસી પડ્યા.” અમરુકે આ બન્ને ગાથાઓના ભાવનું નિરૂપણ આ એક શ્લોકમાં ખૂબ મનોરમભાવથી આપ્યો છે. "एकस्मिन् शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो, - रन्योन्यस्य हृदि स्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् । दम्पत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवच्चक्षुषोर्भग्नो मानकलिः सहासरभसव्यासक्तकण्ठग्रहः ।। “નાયક-નાયિકા માન ધારણ કરીને એક જ પથારી ઉપર એકબીજાની તરફ મુખ ફેરવીને પડી રહ્યાં હતાં. અનુનયની ઈચ્છા બન્નેના મનમાં હતી પરંતુ બન્ને જ પોતાના ગૌરવમાનની રક્ષા કરી રહ્યાં હતાં. (અર્થાતુ કોઈપણ પહેલાં બોલવાની ઈચ્છા રાખતું નહોતું.) કે બન્ને એ ધીરેથી એકબીજાની તરફ આંખ ફેરવી કે આંખો એકબીજા સાથે મળી ગઈ પછી તો પૂછવું જ શું ! (બન્નેનું) માન તૂટી ગયું અને તે હસતાં હસતાં १७. अमरुशतक - १७ गाथा १/२७ तथा ७/९९ ૧૮. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy