________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કવિ અમસ્ટ અને અનુકરણ
યોગિની પંડ્યા*
અનુહરણ એ “વાફચૌર્ય” નથી પરંતુ કાવ્યજગતમાં ઉપજીવ્ય-ઉપજીવક અથવા ઉપકાર્ય-ઉપસ્કારકના સ્વાભાવિક સંબંધની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના અનુસરણામાં જે કુશળ હોય છે તે “કવિ” અને જે કુશળ હોતા નથી તેમને “કાવ્યચોર”ની નિંદાને પાત્ર બનવું પડે છે. આવા જ અકુશળ અથવા મન્દમતિ કાવ્યાપકારોના ઉપલક્ષમાં રાજશેખરે કહ્યું છે -
"पुंसः कालातिपातेन चौर्यमन्यद् विशीर्यति । अपि पुत्रेषु पौत्रेषु वाक्चौर्य च न शीर्यति ।।'
અર્થાત, કોઈ વસ્તુની ચોરીને તો લોકો સમયના વ્યવધાનથી ભૂલી પણ જાય છે, પરંતુ કવિતાની ચોરીને તો પેઢીની પેઢીઓ પસાર થવા છતાં પણ લોકો ભૂલી શકતા નથી, કાવ્યમાં બે પ્રકારની અપહરણની પ્રવૃત્તિઓ છે. તેમાં નિંદનીય અપહરણ ત્યાજ્ય છે. જ્યારે પ્રશંસનીય કાવ્યાપહાર ઈચ્છનીય છે, ઉપાદેય છે. માટે તો શ્રી રાજશેખરે કાવ્યમીમાંસામાં કહ્યું છે કે “અનુહરણ”ની કલા વગર કોઈ જ કવિ બની શકતો નથી. જેને કાવ્યસર્જન કરવાની ઈચ્છા જાગે છે તેને માટે “અનુકરણ” એક અત્યંત આવશ્યક કાવ્યકૌશલ છે. આ અનુકરણ આ પ્રમાણેના રૂપોમાં જોવા મળે છે - “છાયાનુહરણ, પદાનુહરણ પાદાનુહરણ, સકલાનુહરણ.
એ સત્ય છે કે પ્રાકૃત-સાહિત્ય પર સંસ્કૃત સાહિત્યની પરંપરાઓનો ખૂબ મોટો પ્રભાવ છે અને એ કહેવું અનુચિત નથી જ કે તે પ્રાયઃ સંસ્કૃત સાહિત્યના પંથે ચાલ્યો છે છતાં પણ “પ્રાકૃત-સાહિત્ય” સ્વયં પોતાનામાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને સંસ્કૃત કાવ્યધારાને નવી દિશા આપવામાં તેનો પણ થોડોક યોગ છે.
ઉન્મુક્ત પ્રેમ”ના ચિત્રણની પરિપાટી સંસ્કૃતમાં પ્રાકૃતમાંથી જ આવી છે. સંસ્કૃતના શૃંગારિક પ્રગીત મુક્તકોને પ્રભાવિત કરવાને માટે, માત્ર એકલી “ગાથાસપ્તશતી”નો જ ફાળો ઘણો છે.
સંસ્કૃત સાહિત્યમાં રસપરિપાકની દષ્ટિથી પ્રબન્ધશતાયમાન પદ્યોના પ્રણેતા અમરુએ પણ આ ગાથાકારોમાંથી કંઈક અનુહરણ કર્યું છે અર્થાત્ તેટલા તેઓ ગાથાકારોના ઋણી છે, પરંતુ તેમણે અનેક ગાથાઓના માત્ર ભાવનું છાયારૂપથી અનુગ્રહણ - અનુકરણ કર્યું છે અને પોતાની મૌલિક પ્રતિભાથી અધિક પલ્લવિત કરીને સહૃદયોના હૃદયને આકર્ષિત કરેલ છે. તેમનાં કેટલાંક મુક્તક તો ધ્વનિપ્રધાન અને ચમત્કૃત છે.
આપણે કેટલીક “ગાથાસમશતી”માંથી ગાથા જોઈએ જેની માત્ર ભાવછાયા લઈને અમરુએ કેટલું ભવ્ય ભાવચિત્ર ચિત્રિત કર્યું છે.
“ગાથાસમશતી” (૧-૨)માંના ભાવને જોતાં
“સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૪૧-૫૨.
૮, ફત્તેહબાગ પૅલેસ, વેરી હનુમાન રોડ, લુણાવાડા, જિ. પંચમહાલ, ૩૮૯૨૩૦ રાજશેખર, કાવ્યમીમાંસા, ૧૧મો અધ્યાય, ગાયકવાડ ઑરિએન્ટલ સીરીઝ, પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૧૬.
For Private and Personal Use Only