________________
Shri Mahavir Jain Aradhana Kendra
હેમચંદ્રાચાર્યનો વાચ્યવ્યય સ્વરૂપભેદવિચાર
www.kobatirth.org
કયારેક વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે.
જેમકે -
वच्च महं चिअ एक्काए होंतु नीसासरोइअव्वाइं ।
मा तुज्झ वि तीए विणा दक्खिण्णहयस्स जायंतु ।। ७
'જાઓ, હું એકલી જ નિયાસ અને રુદન સહન કરી લઈશ, દાક્ષિણ્યથી ઘવાયેલા તમારે તેના વિના આ બધું સહન ન કરવું પડે. અહીં હું નિઃશ્વાસ અને રુદનને સહન કરી લઈશ, તેના વિના તારે પણ આ બધું સહન કરવું ન પડે' એ વાચ્યાર્થ વિધિ અને નિષેધપરક હોવા છતાં વ્યંગ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી પરંતુ અનુચિત આચરણ કરનાર પ્રિયતમ પ્રત્યે ઉપાલંભરૂપ છે.
કયારેક વાચ્યાર્થે વિધિરૂપ કે નિષેધરૂપ ન હોવા છતાં વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે,
જેમકે
૧૭.
૧૮.
૧૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हमुहपसाहिअंगो निदाघुम्मंतलोअणी न तहा ।
जह निव्वणाहरो सामलंग दूमेसि मह हिअयं ॥ ८
હું શ્યામલાંગ ! નખાદ્મથી પ્રસાધિત ચિહ્નિત) અંગ તથા નિદ્રાધી અડધાં ખુલ્લાં નેત્રોની સ્થિતિથી મારું હૃદય એટલું દુ:ખી થતું નથી, જેટલું તમારા વ્રણરહિત અધરને જોઈને.' અહીં નાયક અને પ્રતિનાધિકા વચ્ચેના ધનિષ્ઠ પ્રેમની સૂચના આપનારી નાયિકાનો નાયક પ્રત્યેનો નિરાશાજનક પ્રેમ યંગ્ય છે.
કયારેક વાચ્યાર્થથી વ્યંગ્યાર્થ ભિન્ન વિષયવાળો પણ હોઈ શકે છે.
જેમકે -
कस्स व न होइ रोसो दट्ठूण पिआइ सव्वणं अहरं ।
ક
सभमरपउम धाइरि वारिअवामे सहसु इण्हिं ||
૩૯
‘અથવા પ્રિયતમના સત્રલ અધરને જોઈને કોર્ન ક્રોધ નહિ આવે ? ના પાડવા છતાં ભમરાવાળા ફૂલને સંપનારી, હવે સહન કર.' અહીં વાચ્યાર્થનો વિષય સખી છે જ્યારે વ્યંગ્યાર્થીનો વિષય તેના પતિ અને ઉપપતિ છે.
तत्रैव पृ. ५६
तत्रैव पृ. ५६
तत्रैव पृ. ५७
પ્રસ્તુત લેખમાં આપણે ઉપર જોયું તેમ આનંદવર્ધન વાચ્યાર્થવ્યંગ્યાર્થસ્વરૂપભેદના માત્ર પાંચ પ્રકારો આપે છે. મમ્મટાચાર્ય ત્રણ જ પ્રકારો આપે છે. વિશ્વનાથ તો માત્ર બે પ્રકારોનો ઉલ્લેખ કરીને જ સંતોપ માને છે. નરેન્દ્રપ્રભસૂરિએ આઠ પ્રકારો આપ્યા છે. આ રીતે આચાર્ય હેમચંદ્રે વાચ્યાર્થવ્યંગ્યાર્થસ્વરૂપ ભેદના ૧૩ જેટલા પ્રકારો આપી પોતાના પુરોગામી અને અનુગામી આચાર્યોની સરખામણીમાં પ્રસ્તુત વિષયના નિરૂપણમાં પોતાની સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય આપ્યો છે, જે ભારતીય સાહિત્યશાસ્ત્રના ઈતિહાસમાં ઉલ્લેખનીય છે.
For Private and Personal Use Only