SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ અરુણા કે પટેલ અભિધા વ્યાપારથી જ સમગ્ર અલંકારવર્ગ લક્ષિત થઈ જાય અને અલંકારોના પૃથક લક્ષણનો પ્રસંગ વ્યર્થ બની જાય. ધ્વનિના વિષયમાં વ્યંજનાવૃત્તિ સિવાય અન્ય ઉપાયોનો આશ્રય લેવામાં આવતો નથી અને વળી, જ્યાં શબ્દ કોઈક અર્થમાં રૂઢ થઈ ગયો હોય, જેમકે લાવણ્ય આદિ શબ્દો – તો ત્યાં લક્ષણો વડે અર્થપ્રતીતિ થાય છે, ત્યાં વ્યંજનાવૃત્તિ નથી.* આનંદવર્ધનના મતે લક્ષણાવૃત્તિ વાચત્વના આશ્રયે રહેલી છે, ધ્વનિ વ્યંજકત્વના આશ્રયે રહેલો છે. આ મૂળભૂત તફાવત હોઈને ધ્વનિ ભિન્ન છે અને ગુણવૃત્તિ ભિન્ન છે. આ પ્રકારની દલીલો કરીને આનંદવર્ધને લક્ષણો અને ધ્વનિને એકરૂપ માનનારા ભાક્તવાદીઓનું ખંડન કર્યું છે. ભક્તિ અને ધ્વનિના પાર્થક્યનું ખંડન : આચાર્ય મહિમભટ્ટે આનંદવર્ધનનાં ઉપરનાં વિધાનોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું છે. મહિમભટ્ટની પાયાની દલીલ એવી છે કે શબ્દને એકમાત્ર અભિધાશક્તિ છે. લક્ષણા અને વ્યંજનાને શબ્દશક્તિઓ કહી શકાય નહિ. શબ્દ તો કેવળ વાચ્યાર્થ આપીને વિરમે છે. ત્યારબાદ જે અર્થાન્તરની પ્રતીતિ થાય છે, તે શબ્દનો નહિ પણ અર્થનો વ્યાપાર છે અને એક અર્થ પરથી અભ્યાર્થની જે પ્રતીતિ થાય છે, તેને અનુમાન કહેવાય છે. ધ્વનિકારે શબ્દની બે શક્તિઓ - લક્ષણો અને વ્યંજના - વચ્ચે જે પૃથકતા દર્શાવી છે, તે પણ અમને માન્ય નથી. આનંદવર્ધને જે કહ્યું છે કે “ગુણવૃત્તિનો આશ્રય વાચ્યવાચકભાવ છે' તે પણ અમને અસ્વીકાર્ય છે. કારણ કે લક્ષણામાં પણ વ્યંજનાની પેઠે અન્ય અર્થની પ્રતીતિ અર્થ, પ્રકરણ આદિ પર નિર્ભર હોય છે. આથી અમને તો લક્ષણો અને વ્યંજના બંને એકરૂપ જણાય છે, બંને વચ્ચે અભેદ પ્રતીત થાય છે. વ્યંજના અને લક્ષણા - એ બે ભિન્ન ભિન્ન શક્તિઓ નથી, તેવું તેમણે ઉદાહરણો આપીને સિદ્ધ કર્યું છે. તેમણે એ માટે ઉદાહરણો પણ આનંદવર્ધનનાં જ પસંદ કર્યા છે. સંક્ષેપમાં, આનંદવર્ધને લક્ષણો અને વ્યંજનાને એકરૂપ માનનારા ભાક્તવાદીઓનું ખંડન કર્યું છે, તો મહિમભટ્ટ ભાક્તવાદીઓનો પોતાના દૃષ્ટિકોણથી બચાવ કર્યો છે, એટલું જ નહિ, લક્ષણા અને ધ્વનિ વચ્ચે અભેદ માનવાથી, આનંદવર્ધન જણાવે છે, તેવા અતિવ્યામિ કે અવ્યામિ દોષો થતા જ નથી તેવું મહિમભટ્ટનું કહેવું છે.વળી, આનંદવર્ધનના લક્ષણાનાં ઉદાહરણો અને અવિવક્ષિતવાચ્યધ્વનિનાં ઉદાહરણો વચ્ચે કોઈ જ ભિન્નતા નથી, તેવું વિધાન કરતા મહિમભટ્ટની દલીલો આ પ્રમાણે છે : (અ) શક્તિઓ શબ્દાશ્રયા ન હોતાં અર્થાશ્રયા હોય છે : મહિભટ્ટ જણાવે છે કે આનંદવર્ધનના કથન અનુસાર, શક્તિઓને શબ્દાશ્રિત સ્વરૂપે સ્વીકારી શકાય નહિ, કારણકે - “વત્ પુનરથને શક્તિમાશ્રયસ્વાર્ વ્યાપાર તરવરિત્વને તર્થસ્થવોuતે ન શદ્રો तस्यानेकशक्तिसमाश्रयत्वासिद्धेः । तथा हि एकाश्रयाः शक्तयोऽन्योन्यानपेक्षप्रवृत्तयोऽप्राकृतपौर्वापर्यनियमा युगपदेव स्वकार्यकारिण्यो दृष्टाः यथा दाहकत्वप्रकाशकत्वादयोऽग्नेः । न च शब्दाश्रया शक्तिस्तथा दृश्यते, अभ्युपगम्यते वा, नियोगतोऽभिधाशक्तिपूर्वकत्वेनेतरशक्तिप्रवृत्तिदर्शनात् । तस्माद्भिन्नाश्रया एव ता न शब्दैकसमाश्रया इत्यवसेयम् । અર્થાત્ “અને વળી, શબ્દને અનેકાર્થબોધક શક્તિનો આશ્રય માનીને તેના આધારે અન્ય (વ્યંજના) આનંદવર્ધન, એજન, - પૂર્વાર્ધ - પૃ. ૩૨૯. આનંદવર્ધન, એજન, - ૧-૧૬. આનંદવર્ધન, એજન, - ૧-૧૮. ભટ્ટમહિમ, વ્યક્તિવિવેક, સં. દ્વિવેદી રેવાપ્રસાદ, ચૌખમ્બા સંસ્કૃતસીરીઝ, વારાણસી, ૧૯૬૪, પૃ. ૧૧૩, ૧૧૪. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy