________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનસુખ કે. મોલિયા
ગણની પરિભાષા અનુસાર આ “સનસતગ” ગણમાપ થયું. કા.સં.સી. માં પ્રાપ્ત આ છન્દનું ઉદાહરણ તપાસીએ.
तरुसडं अबुहिए सरो घणणादभदिहि अमणोहरो असुदीण । ટીપIT THોનુfો સર્વે યfજ મનમોણપત્a || કા.સં.સી. ૩૨.૩૧૧
ઉપર્યુક્ત ઉદાહરણના પૂર્વાર્ધમાં ૨૬ અક્ષરો છે પરંતુ તેમને ૧૩-૧૩ના બે ભાગમાં વહેંચતા પદભંગ થાય છે. ઉત્તરાર્ધમાં માત્ર ૨૩ અક્ષરો છે. ચારમાંથી એકેય પાદમાં લક્ષણાનુસારી ગણમાપ સચવાયું નથી. વિવિધ હસ્તપ્રતોને આધારે આ ધૂવાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે છન્દના ગણમાપ અનુસાર બની શકે તેમ નથી. મનમોહન ઘોષે કંઈક અંશે આ ધુવાને શુદ્ધ સ્વરૂપ અપાવવા પ્રયત્ન કર્યો છે પણ તેઓ સફળ થઈ શકયા નથી.૧૦ ધુવાનો અનુવાદ કરવાનું અશકય જણાતાં તેઓએ “પાઠ અત્યંત અશુદ્ધ છે' એવી નોંધ સાથે અનુવાદ કરવાનું ટાળ્યું છે.૧૧ ચૌખમ્બા સંસ્કરણમાં લક્ષણ તો ઉપર દર્શાવ્યા મુજબ કા.સં.સી. (૩૨.૩૧૦) અનુસાર છે, પણ ઉદાહરણ ગા.ઓ.સી. (૩૫.૨૭૮) અનુસાર છે અર્થાત્ લક્ષણમાં તેને તેર અક્ષરનો છન્દ માનેલ છે, પણ ઉદાહરણમાં નવ અક્ષર છે.૧૨ લક્ષણ અને ઉદાહરણ વચ્ચે વિષમતા છે.
૩,
અઢાર અક્ષર, ધૃતિ પ્રકાર, સસજતર ગણમાપ :
ગા.ઓ.સી.માં ‘તુ એવા શબ્દો સાથે એક વધારાના મતને કૌસમાં રજૂ કર્યો છે, જેમાં બુદ્દબુદક છન્દનું લક્ષણ સાવ જુદા જ પ્રકારે આપવામાં આવ્યું છે.
सतृतीयपञ्चमनवमं त्रयोदशं षोडशं तथा दशमात्परं च निधनं चतुर्थगम् । यत्र वै गुरु भवतीह शेषलघुसंयुतं વૃત્તી થાળ્યું તે પ્રવતિ યુવુમેવ નટ તદ્ધિ નામત | ગા.ઓ.સી. ૩૨. ૨૭૮ બાદ, પૃ. ૩૫૧.
આ લક્ષણ છન્દોનુસાર સ્વરૂપમાં અર્થાતુ બુબુદક છન્દમાં જ છે એ સ્પષ્ટ છે, પરંતુ તેનું મુદ્રિત સ્વરૂપ અશુદ્ધ છે. ચારેય પાદની કુલ અક્ષર સંખ્યા ૭૩ થાય છે. સામાન્ય અનુમાન કરતાં કહી શકાય કે દરેક પાદમાં ૧૮ અક્ષરો હોય તો કુલ ૭૨ અક્ષરો થાય. ચોથા પાદના પ્રારંભિક શબ્દ વૃત્તૌની જગ્યાએ વૃતી હોય તો આ છન્દ અઢાર અક્ષરના પાદનો સિદ્ધ થઈ શકે તેમ છે.
૧૦. તરું સંડમj fટ સ જે પUITMfમve |
असुदीण दीणागमणो णु (सं) किदो समुपेइ ... दायिणि कमलभोसपादव (?) ।।
સં. ધોપ મનમોહન, નાટ્યશાસ્ત્ર ભાગ-૨, સં. એશિયાટિક સોસાયટી, કલકત્તા, ઈ.સ. ૧૯૫૯, ૩૨.૩૨૬. ૧૧. સં. ઘોપ મનમોહન, નાટ્યશાસ્ત્ર, ભાગ-૨, અંગ્રેજી અનુવાદ, એશિયાટિક સોસાયટી, કલકત્તા, ઈ.સ. ૧૯૬૧,
પૃ. ૧૩૯. ૧૨. સં. શુકલ બાબુલાલ શાસ્ત્રી, નાટ્યશાસ્ત્ર, ભાગ-૪, ચૌખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, ઈ.સ. ૧૯૮૫,
૩૨,૩૨૬-૨૭,
For Private and Personal Use Only