________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
મનસુખ કે. મોલિયા
સ્થિતિ છે. વળી, ધુવાવિધાન અધ્યાય ૩૨માં તો મૂળપાઠમાં આવેલી અશુદ્ધિઓનું પ્રમાણ ચરમસીમાનું છે એવું નાટ્યશાસ્ત્રના વિદ્વાન સંપાદક રામકૃષ્ણ કવિએ નોંધ્યું છે. તેમના મતે દસમી સદીમાં નાટ્યશાસ્ત્રની ઓછામાં ઓછી બે વાચનાઓ અસ્તિત્વ ધરાવતી હતી, જેમાંની એક પ્રાચીન અને બીજી પ્રમાણમાં મોડી છે. શ્રી કવિ પ્રાચીન વાચનાને દક્ષિણની અને પ્રમાણમાં પછીની વાચનાને ઉત્તરની ગણાવે છે." નાટ્યશાસ્ત્રના વિવિધ સંસ્કરણો પૈકી ગા.ઓ.સી. અને કાવ્યમાળામાં ઉત્તરીય વાચના છે, જ્યારે કાશી સંસ્કૃત સિરિઝ દક્ષિણીય વાચનાનું પ્રતિનિધિત્વ કરે છે. પરિમલ પ્રકાશન ગા.ઓ.સી.ને અનુસરે છે. મનમોહન ઘોષે વિવિધ પાઠાંતરો નોંધીને તેમના સંસ્કરણને સમીક્ષાત્મક બનાવવા પ્રયત્ન કર્યો છે. બાબુલાલ શુકલ ‘શાસ' મહદંશે શ્રી ઘોષને અનુસરે છે અને ગા.ઓ.સી, કા.મા. તેમજ કા.સં.સી. ના પાઠાંતરો આપે છે.
બદબદક શબ્દનો અર્થ થાય છે પાણીનો પરપોટો. કદાચ આ નામ દ્વારા બુબુદક છન્દનો પાણીના પરપોટા જેવો ધ્વની એવો અર્થ સૂચવાતો હોય એવું શકય છે. ના.શા.ના વિવિધ સંસ્કરણોમાં પાઠભેદને કારણે આ એકજ છન્દના ત્રણ ભિન્ન સ્વરૂપો પ્રાપ્ત થાય છે, જે પરસ્પર તદન ભિન્ન છે,
૧. નવ અક્ષર, બૃહતી પ્રકાર, નજર ગણમાપ (ગા.ઓ.સી.કા.મા.) ૨, તેર અક્ષર, અતિજગતી પ્રકાર, સનસતગ ગણમાપ (કા.સં.સી.) ૩. અઢાર અક્ષર, ધૃતિપ્રકાર, સજજતર ગણમાપ (ગા.ઓ.સી.નો પ્રમિશ) હવે આ છન્દના ત્રણેય સ્વરૂપ અંગે નાટ્યશાસ્ત્રની વિગતો જોઈએ. ૧. નવ અક્ષર, બૃહતી પ્રકાર, નજર ગણમાપ :
નવ અક્ષરના બૃહતી છન્દમાં જો દરેક ૫દમાં પાંચમો, સાતમો અને નવમો (અંતિમ) અક્ષર ગુરુ હોય તો તેને બુબ્રુદક છન્દ કહે છે.
पञ्चमं सप्तमं चैव नैधनं च गुरूण्यथ । પાકે તુ બૃહતસંઘે યત્ર પુ રું તથા 1 ના.શા. (ગા.ઓ.સી.) ૩૨.૨૦૭
આ લક્ષણ અનુષ્ટપુ છન્દમાં છે અને તેમાં ગણનામનો ઉલ્લેખ થયો નથી. પિંગલપ્રયુક્ત ગણનામનો નિર્દેશ કરીને કહી શકાય કે બુબુદકનું ગણમાપ ‘નજર' હોય છે. ગા.ઓ.સી.માં આ છત્ત્વનું પ્રાકૃતમાં ઉદાહરણ પણ મળે છે, જેના ચારેય પાદમાં નજર ગણમાપ સચવાયેલું છે.
तडिगुणबन्धणिद्धओ (अद्धो) सितखगपंतिसोहिदो । નર્દીfસ નો સETગો વિઃિ પક્ષ મેદો | ગા.ઓ.સી ૩૨,૨૭૮ [तडिद्गुणबन्धनिबद्धो सितखगपङ्कितशोभितः । नभसि गजः समुद्गतो विचरति एष मेघकः ॥]
સં. શાસ્ત્રી રામસ્વામી, નાટ્યશાસ્ત્ર, ભાગ-૧, ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા. ઈ.સ. ૧૯૫૯, દ્વિતીય સંસ્કરણ પ્રસ્તાવના પૃ. ૬૧. ના.શા. (ગા.ઓ.સી) ભાગ-૧ (દ્વિતીય સંસ્કરણ) પ્રસ્તાવના, પૃ. ૫૯-૬૦.
For Private and Personal Use Only