SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ૧૨૩ શક્યા છે પરંતુ સામગ્રી વાર્તામાં રૂપાંતરિત થઈ શકતી નથી. વાર્તાને અંતે લેખકનું – “આ વસ્તુને તમે શેમાં ઢાળશો ... કવિતામાં ? ... વાર્તામાં ... ? ... ચિત્રમાં ... ? ... ” - વિધાન પણ બાલિશ લાગે છે. કયાં જાય છે, કાનજી ?' માં માની શોધમાં ભટકતા કાનજીની વેદનાને વાચા અપાઈ છે. સ્ટેશન માસ્તર કાનજીનો ઈન્ટર્વ્યૂ લેતા હોય તેમ એકધારા પ્રશ્નો પૂછ્યું જાય છે ને છેલ્લે દારુણ વ્યંજના સાથે વાર્તા પૂરી થાય છે. તો અનંત વાઘમારેની પોતાની વ્યથા કરોડિયાના મારણથી કેટલી હળવી બની જાય છે તેનું કરુણ આલેખન પકડ' વાર્તામાં જોવા મળે છે. ગ્રામ્યબોલીમાં આલેખાયેલ “ચક્કર' વાર્તામાં “ગરજવાનને અક્કલ ન હોય' એ ન્યાયે મૂળજી દ્વારા હડધૂત થયા પછી પણ જરૂર પડ્યે મૂળજી પાસે હાજર થતા કડવાની લાચારીને લેખકે હળવી શૈલીમાં રજૂ કરી છે. સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ' વાર્તામાં જેઠાલાલના કચડાયેલા માનસની દયનીય સ્થિતિ વર્ણવી છે. તો ‘ફરેબી'માં સુરતીબોલીનો પ્રયોગ ધ્યાનાકર્ષક બની રહે છે. ‘એક સીધો સાદો પત્ર' પત્રશૈલીમાં - પિતા દ્વારા પુત્રને લખાયેલ - લખાયેલ વાર્તા છે. બાવળ વાવનાર’ વાર્તા વ્યક્તિઆદર્શને રજૂ કરે છે. જેમ કે સાચું બોલવું - વર્તવું, ભ્રષ્ટાચારને ન છાવરવો, સત્ય ખાતર સ્વાર્થ જતો કરવો વગેરે. ‘થાગડથીગડ' વાર્તામાં તરભોવન તરવાડીની દીકરાને ભણાવીને નોકરીએ લાગશે એટલે પેટ ભરીશું એવી આશા ઠગારી નીવડે છે. ‘હકા ટીડાની દિનચર્યા' માં વ્યક્તિ શોપણની વાત થઈ છે. ભીના કાગળના રાજહંસ' વાર્તાનું શીર્ષક આકર્ષક છે. પણ અહીં વિસ્તારથી વારતા કહેવા જતા વાર્તા પોતાનું આકર્ષણ ગુમાવી બેસે છે. “કૃષ્ણ કહે ઉદ્ધવને” વાર્તામાં ઓછું કમાતા ભીખા ભગત અને ઘર બાળીને તીરથ કરનારની જેમ મદદ કરનાર લવાભાભોના ઉદાર સંબંધને દર્શાવીને બદલાતા જમાનાની તાસીર ભીખા ભગતના ધંધાની દુર્દશા માટે કેટલી જવાબદાર બની રહી છે તે જોવા મળે છે. ‘શિવો' વાર્તાની કૂતુહલપ્રેરક રજૂઆત ભાવકને કથાપ્રવાહમાં ખેંચે છે. પ્રેમ ગુમાવી શ્રમજીવી બનેલા શિવાનો પ્રશ્ન “પેટ પહેલું કે પ્રેમ ?' એ અંતમાં જવાબરૂપે ટકરાય છે. ખ્વાહિશે' સંગ્રહમાં અલગ ભાત પાડતી વાર્તા છે. અહીં કલ્પનાનું નાવિન્ય ધ્યાન ખેંચે છે. “ઝોલ' વાર્તામાં નાયકની એકલતા તો “અણસાર' વાર્તામાં નાયકની એકધારી યાંત્રિક જિંદગીનું આલેખન થયેલું છે. અને છેલ્લે, “અંતિમ પુરુષનો ચહેરો' લેખકની કેફિયત હોવા છતાં સંગ્રહની અઢારમી વાર્તા હોય એમ ક્રમ અપાયેલો છે. સંગ્રહની શરૂઆતમાં “રચનાકારને પોતાની રચનાઓ વિશે કશો અભિપ્રાય આપવાનો અધિકાર હોતો નથી.” એમ કહેવાયું હોવા છતાં કેફિયતમાં બધું જ કહેવાનો મોહ લેખક છોડી શકતા નથી. જયંત પાઠકે (ગ્રંથ, જાન્યુ. ૭૦, પૃ. ૩૫) નોંધ્યું છે કે “કલામાં તો ભાવ કાનમાં કહેવાનો હોય, એના સરઘસ કાઢવાનાં ન હોય, સુત્રો પોકારવાનાં ન હોય,” પણ અહીં તો શરૂઆતમાં બેવડી પ્રસ્તાવના અને અંતમાં “અંતિમ પુરુષનો ચહેરો !?! પ્રાચ્યવિદ્યા મંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. જયંતી કે. ઉમરેઠિયા For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy