SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૦ www.kobatirth.org વિદ્યાર્થી પ્રકાશ પંડયા (ઉપપ્રમુખ, કોમોડીટીઝ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન, વડોદરા) એમને માટે “હાલતું ચાલતું શિક્ષણજગત" જેવા શબ્દો પ્રયોજે છે. આચાર્ય દિનકરરાય વશી (આદ્યસ્થાપક, નવયુગ શિક્ષણ સંકુલ, સુરત, પૂર્વ આચાર્ય, નવયુગ કૉલેજ, સૂરત) એમના ‘સૌજન્યમૂર્તિ ભાસ્કરભાઈ કેટલાંક સંસ્મરણો' લેખમાં કહે છે "શિક્ષકનું એક કામ પોતાના વિષયનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું છે જ્યારે એથી વધારે અગત્યનું બીજું કામ વિદ્યાર્થીઓનું ચારિત્ર્યઘડતર કરવાનું છે”. “આ માટે શિક્ષક પોતે જ નખશિખ ચારિત્ર્યવાન હોય અને એના વર્તનનો પ્રભાવ એવો આનંદ અને સુગંધ ફેલાવતો સામેની વ્યક્તિને આંજી દે એવો હોય તો જ થઈ શકે. એટલે જ કહેવાયું છે કે Teacher as a person is more important than teacher as a technician. શિક્ષકોના આ બીજા મહત્ત્વના કામ માટે ભાસ્કરભાઈને હું પ્રથમ હરોળમાં મૂકું છું.” (પૃ. ૨૦૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાર્થી તરીકે જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય રાખનાર એ પોતાના ગામ વેસ્મામાં એક હાઈસ્કૂલ ઊભી કરી એનું સંચાલન ગોઠવે છે અને પોતે કોઈ હોદ્દાનો સ્વીકાર કરતા નથી એ નિઃસ્પૃહતા, શાળા માટે ફંડ ભેગું કરવા વિદેશ ગયેલા ત્યારે પ્રવાસખર્ચ માટે એમણે એક પણ પૈસો લીધેલો નહિ એ નિષ્કામ વિરલ સેવાવૃત્તિ આપણને સ્પર્શી જાય છે. બૅન્કના લૉકરમાં કોઈકથી ભૂલમાં રહી ગયેલાં ભિતી ઘરેણાં, ઝવેરાત વગેરે તાણ બૅન્કની જવાબદાર વ્યક્તિને સોંપ્યાં હતાં. પોતાના મોટાભાઈની મિલ્કતને સમાજને અર્પણ કરી. પોતે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટને રૂા. ચાર લાખનું અમૂલ્ય દાન આપ્યું. એમના ઉચ્ચ ચારિત્ર્યની આવી અનેક વાતો પુસ્તકમાંથી જડે છે. ૨૦૪, રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, રેસકોર્સ, વડોદરા - ૩૯૦ ૦૦૭ દેવદત્ત જોશી વિભાગ ૩ ‘જીવન જાગરણ' (પૃ. ૩૩૭-૪૮૪)માં સંક્ષિમ આત્મકથા છે. પ્રસ્તાવનામાં ડૉ. દેસાઈને એ વિશે લખ્યું છે. જીવનધડતર અને જીવનવિકાસનાં પરિબળો તરીકે વ્યક્તિ, પરિસ્થિતિ, પ્રસંગોને જાણવાનો કાર્યદષ્ટિનો પરિચય પામવાનો અને કાર્યપરિણામોને મૂલવવાનો આ તો એક નમ્ર પ્રયાસ છે.” (પૃ. ૩૩૬) પુસ્તકમાં વિવિધ પ્રસંગોનાં ૨૫ જેટલાં ચિત્રો છૅ. દેસાઈના જીવનકાર્યને સમજવામાં ઉપકારક બને છે. ગુરુઋણ અદા કરતા ડૉ. નીતિન વ્યાસ અને ડૉ. સુભાષ દવેનું આ સંપાદન અનેકોને પ્રેરણા આપશે. *** For Private and Personal Use Only દેવદત્ત જોશી *ૠતુચક્ર સંલગ્ન લોકરચનાઓ' : સં. : ડૉ. હસુ યાજ્ઞિક, પ્ર. : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ, નવેમ્બર ૧૯૫, પૃ. ૨૮ + ૧૬, મૂલ્ય શે, ૧૮૫,૦ ગુજરાત સાહિત્ય અકાદમી આપણા સાંસ્કૃતિક વારસાનું જતન-સંવર્ધન કરવા માટે છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહી છે. લોકસાહિત્યમાળાના મણકા ૧ થી ૧૪ પુસ્તકોને યથાવત્ રૂપે પુનઃમુદ્રિત કરવાને બદલે, તેનું વિષયાનુસારી સંપાદન, અભ્યાસપૂર્ણ ભૂમિકાલેમ સાથે કરવાનું હરિવલ્લભ ભાયાણીને સૂચન કર્યું અને હસ
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy