SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ૧૧૩ અહીં જળ, ઘર, મીરાં, મોર, વરસાદ આદિનું આલેખન એમાંના કલ્પનોની ઈન્દ્રિયપ્રત્યક્ષતા, લયમધુર આવર્તનો, વાતચીતની શૈલીમાં અનુભવાતી ઉખા આદિનો અનુભવ કરાવે છે. આ સંગ્રહની કૃતિઓનું prose structure સ્વતંત્ર રીતે તપાસાય તો ગુજરાતી ગદ્યની સમૃદ્ધિનો, ફૂર્તિનો ચોક્કસ ખ્યાલ આવી શકે. લલિત નિબંધમાં સતત સ્ફરતા રહેતા સર્જક વ્યક્તિત્વની લયરેખાઓમાં એનું સ્વરૂપગત વૈશિષ્ટ્રય એ રીતે અહીં છતું થાય છે. લલિત નિબંધને સ્વર-સૂરના નિલયરૂપે ઓળખાવનાર પ્રવીણભાઈ “પંચમ' માં એને તાજગીપૂર્ણ રૂપે સાકાર કરી શકયા છે એની પ્રતીતિ આપણને થાય છે. એની રસસંતર્પક અભિવ્યક્તિ એ અદ્યતન ગુજરાતી લલિત નિબંધનો આગવો દિશાસંકેત છે. પ/બી, સૌજન્ય સોસાયટી, ત્રણ રસ્તા, મકરપુરા રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૯. નીતા ભગત સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી કૃત “ગીતામંદાકિની’ : મૂળ હિન્દી પરથી ગુજરાતી અનુવાદ : નીલમ પટેલ, પ્રકાશક : સંસ્કૃત સેવા સમિતિ, નવા વાડજ, અમદાવાદ-૩૮૦ ૦૧૩, ૧૯૯૮, પૃ. ૮ + ૩૨૭, મૂલ્ય રૂા. ૧૫૦.૦૦. ભગવદ્ગીતાનું આંતર્બાહ્ય પર્યવેક્ષણ કરવાની પ્રેરણા થવાથી બ્રહ્માલીન પ. પૂ. સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજે સંવત ૨૦૩૭માં માઉન્ટ આબુમાં બે મહિનાના કઠોર પરિશ્રમ બાદ ગીતાનું સાધંત અધ્યયન કર્યું જેના ફળસ્વરૂપે “ગીતામંદીકિની' જેવું વિધ્વંભોગ્ય પુસ્તક પ્રાપ્ત થયું. આ પુસ્તક પહેલાં ‘વેદગીતા” ના આમુખરૂપે છપાયું હતું. પુસ્તકમાં પ્રથમ ૨૧૯ પૃષ્ઠોમાં એકવીસ નિબંધોને આવરી લેવામાં આવ્યા છે. ત્યાર પછીના ૨૨૦ થી ૩૧૪ પાનાઓમાં મૂળ ભગવદ્ગીતા અનુવાદ સહિત મૂકવામાં આવી છે. અંતિમ ૩૧૫ થી ૩૨૮ પૃષ્ઠોમાં છ પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાં ગીતાના કથાંશ ભાગનો વેદો સાથે તુલનાત્મક અભ્યાસ કરી વેદો સાથે સમન્વિત કરવામાં આવ્યો છે. અને ગીતાના કેટલાક પ્રસંગો ઉપર ઉદાહરણરૂપે વેદમંત્રો ટાંકવામાં આવ્યા છે. પહેલાં નિબંધમાં વેદમંત્રોને ગીતાના શ્લોકો સાથે સરખાવવામાં આવ્યાં છે અને પ્રસંગને અનુરૂપ કેટલાંક મંત્રોનો અનુવાદ આપવામાં આવ્યો છે. બીજા નિબંધમાં મહાભારતના આકારપ્રકારની સમીક્ષા કરવામાં આવી છે અને ગીતાના પ્રથમ બે અધ્યાયના કેટલાંક શ્લોકો સાથે ગીતાનો ઐતિહાસિક કથાશભાગ વેદ સાથે સંકલિત છે એનું ઉદાહરણ સહિત વિવેચન કરવામાં આવ્યું છે. ગીતા એ મહાભારતનો જ મહત્ત્વપૂર્ણઅંશ છે અને લૌકિક તેમ જ પારલૌકિક દષ્ટિએ માનવમાત્ર માટે નિત્ય ઉપયોગી ગ્રંથ હોવાથી જુદો તારવવામાં આવ્યો છે. મહાભારતરૂપી શરીરમાં ગીતારૂપી પ્રાણ પૂરવામાં આવ્યા છે. તૃતીય નિબંધમાં વેદવચનોના પ્રકાશમાં ગીતામાં કહેવામાં આવેલ મુક્તિસાધન ભક્તિ-જ્ઞાન સમુચ્ચય છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. કોઈ કર્મને, કોઈ વ્યક્તિને તો વળી કોઈ જ્ઞાનને મુક્તિનું સાધન માને છે For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy