SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બિલ્હણની કસુન્દરી" ભ. ન. ભટ્ટ + નાટિકા કર્યું સુન્દરીતે લેખક બહુણુ કાશ્મીરમાં આવેલ ખાનમુખ ૧ ) હાલમાં કહેવાતા ‘ ખુનાહ ' નામે ગામડાને રહેવાસી હતા. કૌશિકાત્રના વિદ્વાન બ્રાહ્મણા જે રાજા ગાપાદિત્યે મધ્વદેશમાંથી આણ્યા હતા. તેમના કુટુંબમાં તે જન્મ્યા હતા. મુક્તિકલશ, રાજકલશ અને જયેષ્ઠકલશ અનુક્રમે બિલ્હષ્ણુના પ્રપિતામહ, પિતામહ અને પિતા હતા. ભત્તુણુની માતાનું નામ નાગાદેવી હતું. બિલ્હષ્ણુને ઇષ્ટરામ અને આનન્દ નામે બે ભાઈમા હતા. સર્વે ભાઈ એ ખ્યાતનામ કવિ હતા યુવાનીમાં પદાર્પણુ કર્યા બાદ બિલ્હષ્ણુને જુદા જુદા પ્રદેરો જોવાની કુતૂહલવૃત્તિ થવાથી બિહુણે રાજા કળશના રાજ્યકાળ દરમ્યાન ( ઈ. સ.ના ગયારમા સૈકાના ઉત્તરાર્ધ) કાશ્મીર છેડયું અને તે મથુરા, વૃંદાવન, કાન્યકુબ્જ (કનેાજ), કાશી, પ્રયાગ, અયેાધ્યા, ડાહલ, ધારાનગર, ગુ ́રદેશ, સામનાથ-પાટણ, સેતુબન્ધ વગેરે સ્થળોએ ગમે. આવી રીતે રખડતા બિલ્ડણુ તે તે પ્રદેશાના રાજાએના સંપમાં આવ્યા અને તેએ દ્વારા તેની વિદ્વત્તા માટે સ ંમાનિત કરવામાં આવ્યા હા. ખ્રિસ્તિયુગના અગિયારમા શતકના ઉત્તરાર્ધમાં બિલ્હણે અણુહિલપત્તન ( અણુહિલપુરપાટણ )ની મુલાકાત લીધી જ્યારે ચાલુકયવંશના ભીમદેવના પુત્ર કર્ણે રાજ રાજ્ય કરતા હતા. આ કર્યું રાજ નાટિકા કર્યું સુન્દરીના નાયક છે. નાટિકાની કથાનક રચના : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭-૧૨-૧૯૯૬ના રાજ કેન્દ્રિબ્યુશન આ લઘુ નાટકની કથાનક રચના વિષે પ્રોફેસર એ. બી. પ્રાથનાં૨ નીચેનાં નિરીક્ષણે નોંધનીય છે, પ્રોફેસર કીથના અભિપ્રાય મુજબ બિહષ્ણુની કર્ણે સુંદરી લગભગ ઇ. સ. ૧૦૮૦-૯૦ના સમયગાળાની રચના છે. એવું લાગે છે કે અણુહિલવાડના (૧૦૬૪–૯૪) કણ દેવ ત્રૈલોક્યમલ્લની પ્રશસ્તિરૂપે તેની રચના કર્ણાટરાજ જયકેશની પુત્રી મિયાહુલદેવી સાથે માટી ઉંમરે તેના લગ્નની ઉજવણી કરવા માટે કરાઈ હોય. એવી વાત વહેતી થઇ હતી કે ચાલુક્યરાજ ‘સ્વાધ્યાય ’, પુસ્તક ૭૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી ’કે, નવેમ્બર ૧૯૯૬-ગસ્ટ૧૯૯૬, પૃ. ૫૫-૬૩ * ફ્ ગુજરાત । સ ંસ્કૃત રૂપક લિટરેચર' વિષે યેાજાયેલા સેમિનારમાં રજુ કરેલ લેખ. + ૧૦, નાગરભાઈ ચેમ્બસ, પ્રગતિ એ ની સામે, નીલકમલ સાસાયટી, નિઝામપુરા, વડાદરા-૨ ૧ જુઆ કવિ બિહુણ વિષે પડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરમે મૂકેલી પરિચયાત્મક નોંધ કાવ્યમાલા ૭માં, ' બિલ્ડણની ક સુંદરી ’, ત્રીજી આવૃત્તિ, ૧૯૩૨, પાન ૧ અને ક. વળી જુઓ ઉપર્યુક્ત નાટિકાનુ` આંતરિક પ્રમાણ, અક ૧ શ્લા ૧૦ ઉત્તરાર્ધ. ૨ જુએ ‘ધ સ’સ્ક્રુિત ડ્રામા ', ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, લંડન, ઈ. સી. ૪. પુનમુ`દ્રિત ૫૪ પાન ૨૫૬. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy