SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કહેસ પટેલ યુગમાં ખાસ કરીને નાવડાટલી, મહેશ્વર વગેરે સ્થળોના ઉતખનનામાંથી માટીના ઢકરાં પર નૃત્યેના અવશેષે છે અને તે સમયે પણ “ફટીલીટી કટ 'ની સાથે આવાં ન પણ થતાં જ હશે, એમ છે. પ્રાતિ પંજવાણીના અભ્યાસમાં પણ જણૂવાયું છે. ઉપરાંત વેદિક સાહિત્યમાં, પરાણે માં જેવા કે ઋવેદ, રામાયણ, મહાભારત, ભાગવતપુરાણ, હરિવંશપુરાણ, અગ્નિપુરાણ, વિષપુરાણ, બ્રહ્મપુરાણુ વગેરેમાં પણ આવા ગોળાકાર નાના અનેક વર્ણન આવ્યાં છે. શ્રીકૃષ્ણ ભગવાને કરેલા ગોપગોપીઓ સાથેનાં નૃત્યના ઉ૯લેખે ભાગવતપુરાણ અને બીજા અનેક પુરાણમાં છે નવમી સદીમાં થઈ ગયેલા મોટા કવિ રાજશેખરે ૫ એમની “ કપૂરમંજરી માં દંડરાસનું ખૂબ સરસ વર્ણન કર્યું છે. ભરતમુનીનું નાટયશાસ્ત્ર, બાણનું ઉચારત, લગભગ અગિયારમી સદીમાં થયેલ ભેદેવના સરસ્વતિ કંઠાભરણમ, હેમચન્દ્રના અભિધાન-ચિન્તામણીમાં, રામચંદ્ર-ગુણચંદ્રના નાટયદર્પણમાં, શારદાતનયના ભાવપ્રકાશમાં, ધનંજયા દશરૂપકમાં, અભિનવગુપ્તને અભિનવભારતીમાં, લગભગ બારમી–તેરમી સદીમાં થયેલા બિલ્વમંગલના રાસાષ્ટકમાં, ભૂપાલના ભારતવમાં, વિશ્વનાથના સાહિત્યદર્પણમાં, શુંભકરની સંગીત દામોદરીમાં, લગભગ પંદરમી સદીમાં થયેલ કુંભકર્ણની સંગીત મીમાંસામાં, લગભગ સેળમી સદીમાં થયેલ પુંડરીક વિઠ્ઠલના નૃત્યનિષ્ણુ રાસ વગેરેના ઉપરૂપકોના સંદર્ભે ઉલેખાયાં છે. વળી ગુજરાતમાં રાસગરબાના સવિશેષ ઉલેખના સંદર્ભ માં ભાગદેવના સંગીતરત્નાકરમાં ખૂબ જ સરસ વર્ણને આલેખાયાં છે. એ જ રીતે શ્રીકંઠ એમની રાસકોમુદીમાં રાસનૃત્યને ઉલેખ કરે છે. દક્ષિણભારતના સંગમ સાહિત્યના શીલાપદીકારમ, મણિમેખલાઈ, તેલકાપીયમ, પેલતી કરમ, એમીયર કરવઈમાં ગોપીઓનાં નૃત્યના ઉલ્લેખો દર્શાવે છે. આમ આ બધા પુરાતત્વીય અને દસ્તાવેજી સાહિત્યિક પુરાવાઓના વર્ણન પરથી સામાન્ય તારણ જણાય છે કે મૂળે ત્રણ પ્રકારની શૈલીએ વધુ પ્રચલિત હતી. લતાવાસ, તાલીરાસ અને દંડ રાસ. લતાવાસમાં સામાન્ય રીતે વર્તુળાકારે સ્ત્રીપુરુષો એકબીજાના હાથમાં હાથ નાખીને શું ખલિકા કે લતાની જેમ વીંટળાઈને નૃત્ય કરતાં અને એમાં તાલ, હાથ એકબીજાને કેડે હોવાથી પગના ઠેકે દેવાતે, તાલીરાસમાં હાથ છૂટા હાઈ ને હાથની તાળીઓ વડે તાલ અપાતાં. દંડાસમાં તાલના ટેકા દંડિકા-નાની લાકડીઓથી અપાતા. આ બધાં વર્તળાકાર નૃત્ય સાથે “ટ્રાઈબલ ગોડેસ ', “ફર્ટીલીટી કટ' આવી જે તે જમાનાની ધાર્મિક માન્યતાઓ સાથે આવાં નૃત્ય સંલગ્ન રહેતા. આ જ ધાર્મિક વિચારે કાળક્રમે વિકસિત થતાં લગભગ ઈ. સ. ની શરૂઆતમાં “ શક્તિપૂજા” ને “શક્તિકર 'ના સ્વરૂપે પ્રભાવ વધી ગયે. સાથે સાથે ઐતિહાસિક-સામાજિક સંદર્ભે શ્રીકૃષ્ણ અને એમના ગોપ-ગોપી– ગોવાળે સાથેનું સ્થળાંતર મથુરાથી દ્વારિકા તરફ અને તે થકી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાથે “ શક્તિકલેટ ” અને ભાગવતપથી ઉ૫નેના સંદર્ભે રાસની સાથે ગરબા (તાલીરાસ સ્વરૂપે) સવિશેષ * માતાજીની પૂજા ' આરાધના સાથે વધુ પ્રચલિત બન્યા. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy