________________
Shri Mahavir Jain Aradhana Kendra
**
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાનુપ્રસાદ પર, ઉપાયાય
પ્રેરણુ ', હાયથી પરિપૂર્ણ એવું ઉપરૂપક છે. તેમાં મૂડાવેલા માથાવાળા તથા શરીરે ભસ્મ લગાડેલ વિચિત્ર દેખાવવાળો નટ હાસ્ય નિષ્પન્ન કરે છે અને મનેાહર ગીત–વાદન હાય છે.૧૨
ભવાઇમાં પણ જૂના વેશમાં નાયક ચહેરા પર મેશ ચોપડી કઢંગી વેશભૂષામાં હાસ્ય નિષ્પન્ન કરે છે. સનિ ર્માણુબાના વેશમાં ફકીર શરીરે ભસ્મ ચોપડી વિચિત્ર દેખાવ ધારણૢ કરી હાસ્ય નિષ્પન્ન કરે છે.
કેટલાક વિદ્વાનોએ ભવાઈનું સ્વરૂપ ભાણું અને પ્રહસનથી પ્રભાવિત હૈવાનું અનુમાન કર્યું છે. ભવાઇનું ઉદ્ભવ સ્થળ ગુજરાત છે. સૌરાષ્ટ્ર તથા રાજસ્થાન વગેરે પ્રદેશોમાં પણ ભવાઇની પરપરા છે. ઉત્તર ગુજરાતમાં આવેલું વડનગર અને તેની આસપાસના પ્રદેશ પ્રાચીન સમયમાં-આનર્ત પ્રદેશ—નકોના પ્રદેશ તરીકે ઓળખાતા હતા. કૃષ્ણને પ્રિય એવું હુલ્લીસક નૃત્ય, યાદવેાની જળક્રીડા અને કૃષ્ણની લીલાંએના ઉલ્લેખ હરિવંશમાં કરવામાં આવ્યો છે. લવાઇ એ સ્વત ંત્ર રીતે ઉદ્દભવેલુ નાટયસ્વરૂપ છે, પરતુ ભવાઈ પૂર્વેના નૃત્ય-નાટ્યપ્રકારો અને રૂપક—ઉપરૂપકોની કેટલીક અસર તેમાં વર્તાય છે. સ`સ્કૃત નાટ્યસ્વરૂપોની પ્રયોગરૂઢિએની અસર પણ ભવાઇમાં જોવા મળે છે.
૬ પૂર્વગ' :
ભરતનાટ્યશાસ્ત્રમાં પૂરગનાં ૧૯ અગાનું વિવચન કરતાં ભરતભૂનિએ તેને એ વિભાગમાં વિભાજીત કર્યા છે. પ્રથમ વિભાગ · અન્ત વનિકા 'ગત નવ વિધિએ ( ૧ ) પ્રધાહાર (૨) અવતરણ (૩) આર ંભ (૪) આશ્રવણા (૫) વક્રાણુ ( ૬ ) પરધટના ( ૭ ) સધટના (૮) માસરિત (૯) આસારિત પૂર્ણ થતાં હિગીત અથવા નિગીત યેાજાય ત્યાર બાદ અહિ વનિકા ' અંતર્ગત નવ (વધિઓ, જેવી કે (૧) ઉત્થાપના (૨) પરિવર્તન ( ૩ ) નાન્દી (૪) શુક્રવૃષ્ટા ( ૫ ) રંગદ્વાર ( ૬ ) ચારી ( ૭ ) મહાચારી ( ૮ ) ત્રિગત ( ૯ ) પ્રરાયના પૂર્ણ થયા બાદ સુત્રધાર અને નટી વચ્ચેના સવાદના સ્વરૂપમાં પ્રસ્તાવના રજૂ થાય છે. ત્યાર બાદ રૂપક કે ઉપરૂપકની મુળકથાની શરૂઆત થાય.
ભવાઇમાં પડા ( ધવનકા ) હાતા નથી. પરંતુ કલાકારા માટે નિશ્ચિત કરેલ સજ્તકક્ષમાં કેટલીક વિધિએ થાય છે જે સ ંસ્કૃત નાટ્યપ્રકારોમાં ‘ અન્તય વનિકા ’ વિધિએ સાથે મળતી આવે છે. સાકક્ષમાં માતાજીનું સ્થાપન કરવા કલાકારો તથા વાદ્યકારા પ્રવેશ કરે સ્થાન ગ્રહણ કરે તેને સંસ્કૃત નાટકામાંની ‘પ્રત્યાહાર' અને ‘અવતરણ ’ વિધિ સાથે સરખાવી શકાય. ભવાઈના કલાકારા માતાજીનું સ્તુતિગાન કરે તેને ‘ આરંભ' વિધિ સાથે સરખાવી શકાય. વાદ્યકલાકારા ચમ વાઘો-નરધાં ( તબલાં ) પર થાપ આપી વાદ્ય પરિક્ષણ કરે, સારંગી, હાર્મોનિયમ સાથે ભૂંગળના સૂર મેળવાય, કાંસીજોડા તથા ય વાદ્યો સાથે તાલપરિક્ષણુ થાય. આ બધી જ વિધિએ ‘આશ્રવણા'થી આસારિત ' સુધીની વિધિએ સાથે મળતી આવે છે સાકક્ષમાં માતાજીની સ્થાપના સમક્ષ પાંચ ગરબીઓ ગવાય છે.
3
૧૨ અજન, પૃ. ૩૬.
For Private and Personal Use Only