________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચપકલાલ
નાથદપ કાર ભેજને અનુસરી “નાટયશાસક'ને શુદરૂપે નૃત્યને જ પ્રકાર માન્ય છે. તેમના મતે વસંત વગેરે ( ઉન્માદક) ઋતુના આગમને સ્ત્રીઓ દ્વારા રાગાદિન આવેશમાં રાજાઓના ચરિત્રનું નૃત્ય વડે કરવામાં આવતું પ્રદર્શન ' નાટયરાસક' કહેવામાં આવે છે. જે “શૃંગારપ્રકાશ”માં “ નાયરાસક” વિષે વિસ્તૃત વન કર્યું છે. તેમને મતે “નાટયરાસક'ને
ચર્ચરી' પણ કહે છે જે વસંતઋતુ-આગમને રાજાના સમાનમાં નતંકીઓ દ્વારા રજૂ થાય છે. રત્નાવલી ’માં આરંભના દશ્યમાં “ ચર્ચરી' નૃત્યને પ્રયોગ દર્શાવવામાં આવ્યું છે તે શુદ્ધપણે નૃત્તને જ એક પ્રકાર છે જેમાં પિંડી ગુમ વગેરે અનેક પ્રકારના આકારો રચાય છે. પહેલાં એક યુગલ નર્તન કરતું કરતું પ્રવેશે અને નાચે, તેની પાછળ બીજ એમ સમૂહ રચાતા જાય છે. તેમાં મૃદંગ, તાલના બોલ વગેરે પણ પ્રજાય છે.
આ મ સાહિત્યકારે જેને “રૂપક'ની નજીકનું સ્વરૂપ ગણી, પાઠ્યગત તરના આધારે જેનું સાહિત્યિક વિવરણ કર્યું છે તેને ભેજે અને નાટ્યદર્પણુકારે નૃત્યનું શુદ્ધ સ્વરૂપ ગણાવ્યું છે.
(૧ ) કાવ્ય
ઉપરૂપક 'ના એક પ્રકાર તરીકે “કાવ્ય 'નું લક્ષણ નિરૂપતાં સાહિત્યદર્પણકાર જણાવે છે કે તેમાં એક અંક હાય છે. નાયક તથા નાયિકા ઉદાત્ત હોય છે. આરભટી વૃત્તિ હોતી નથી. હાસ્યરસની પ્રધાનતા હોય છે. શૃંગારરસ પણું પ્રયોજાય છે. તેમાં મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સો હાય છે. ખંડમાત્રા, ક્રિપાદક, ભતાલ જેવા ગીતપ્રકાર તથા વમાત્રા, છણિકા જેવી છન્દોથી સૌન્દર્યની વૃદ્ધિ કરવામાં આવે છે, તેનું ઉદાહરણું “ યાદવોદયમ' છે. સાહિત્યદપ પુકારે “કાવ્ય ’નું જે લક્ષ નિરૂપ્યું કે તે તેની પાઠ્યપ્રધાન ઈગત કરે છે પણ શૃંગાર. પ્રકાશકાર ભેજ અને નાટ્યદર્પણકારની દૃષ્ટિએ “કાવ્ય' એક આગવી સંગીત રચના છે કે જેમાં આક્ષિતકા, વ, માત્ર, ધ્રુવ, તાલભંગ, પદ્ધતિકા (વર્ધતિકા) ઇર્દનિકા વગેરે પ્રયોજાય છે. આ બધી સંગીતકલાની પારિભાષિક સંજ્ઞાઓ છે. જે “કાવ્ય'ના જ એક પ્રકાર તરીકે ‘ચિત્રકા 'નું પણ લક્ષ શું નિરૂપ્યું છે તદનુસાર તેમાં વિવિધ પ્રકારના તાલ, લય તથા રાણ પ્રય જાય છે. “કા'માં આદિથી અંત સુધી એક જ રાગને પ્રયોગ થાય છે, ચિત્રકામાં વિવિધ રાગોને પ્રયોગ થાય છે.
* અભિનવભારતી 'માં કાવ્યનો ઉલ્લેખ “રાગકાવ્ય” તરીકે કરવામાં આવ્યો છે. કાવ્ય-રાગકાવ્ય આજે આપણે જેને “કવિતા' કહીએ છીએ તેના કરતાં તદ્દન જુદે જ પ્રકાર છે એટલે અભિનવભારતીમાં તેને “રાગકાવ્ય ' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. “રાગકાવ્ય”માં સમગ્ર કથા ગીત દ્વારા રજૂ થાય છે. “રાગકાવ્ય' નૃતપ્રબન્ધને પ્રકાર હોવાથી તેમાં કથા એક રાગ (કાવ્ય) અથવા અનેક રાગ (ચિત્રકાવ્ય)માં રજૂ થતી હશે સાથે સાથે ગીતના ભાવને નર્તકી દ્વારા અભિનયથી દર્શાવવામાં પણ આવતા હશે. “ અભિનવભારતી ”માં “ રાઘવ-વિજય ' અને મારીરાવધ ને “ રાગકાવ્ય”ના ઉદાહરણ ગણાવવામાં આવ્યા છે જેમાં આદિથી અંત પર્વત ભાવ અને પરિસ્થિતિ બદલાતી હવા નાં એક જ રાગ પ્રજાય છે અને ગીત સાભનય રજુ થાય
For Private and Personal Use Only