________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપકલાલ
ઉં પોગી એવા તોની દષ્ટિએ “ શ્રીગદિત ”ના સ્વરૂપની છણાવટ કરવામાં આવી છે જ્યારે “નાટયદર્પણ'માં મંચનકલાની દષ્ટિએ Performing Artની દષ્ટિએ તેનું સ્વરૂપ નિરૂપવામાં આવ્યું છે. અહીં નાયિકા જાણે મંચ ઉપર વિષ્ણુપત્ની લક્ષ્મીને વેષ ધારણ કરી નર્તન અને ગાયન દ્વારા સખી આગળ “પદાભિનય '-ભાવાભિનય ' થકી પિતાના પતિના ગુણ-અવગુણ વર્ણવે છે. સખી આગળ કરવામાં આવતું નિવેદન કેવળ શબ્દગત હોતું નથી પણ નૃત્ય અને ગીતથી સભર હોય છે તે “પદાભિનય ' સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવ્યું છે. “ભરતનાટયમ'માં આજે પણ ‘વર્ગમ' અંતર્ગત આ પ્રકારનો “પદાભિનવ' કરવામાં આવે છે. ગીત-નૃત્ય દ્વારા નાયિકા સખી સમક્ષ પતના ગુણ-અવગુણુનું નિવેદન કરે છે.
આમ “સાહિત્યદર્પણ'થી વિપરીત અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને નાટયદર્પણમાં શ્રીગદિત 'નું નૃત્ત/નૃત્ય અને ગીતનું પ્રાધાન્ય સૂચવતું ને રંગમંચીય સ્વરૂપ સ્પષ્ટ કરતું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે.
(૩) દુમિલિતા
સાહિત્યદર્પણ”માં ' દુમિલિતાના સ્થાને “દુલ્લી' સંજ્ઞા પ્રયોજવામાં આવી છે અને તેનું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં ચાર અંક હોય છે. તે કૈશકી તથા ભારતી વૃત્તિથી યુક્ત હોય છે. તેમાં ગભસબ્ધિ પ્રજાતી નથી. તેના પુરુષપાત્રો કલાકુશલ અને ચતુર (નાના-ના) હોય છે. નાયક નિમ્ન પ્રકૃતિને હોય છે. તેને પ્રથમ અંક ત્રણ નાડિકા ( અર્થાત છ ઘડી) હેય છે જેમાં વિટની ક્રીડાનું વર્ણન કરવામાં આવે છે. બીજો અંક પાંચ નડિકા (એટલે કે દસ ધડી)ને હોય છે જેમાં વિદૂષકના વિલાસનું નિરૂપણ થાય છે. ત્રીજો અંક સાત નાડકા ( અર્થાત ચૌદ ઘડી)ને હોય છે અને તેમાં પીઠમના વિલાસનું આલેખન થાય છે. ચોથે અંક દસ નાડિકા(અર્થાત વીસ ઘડી)ને હોય છે અને તેમાં અપ્રગણ્ય નગરજન(નાગર )ની ક્રીડાનું વર્ણન કરવામાં આવે છે.
આમ, “સાહિત્યક્રર્પણ'માં રૂ૫કગક તત્ત-અંક સંખ્યા, અંકવસ્તુ, સધિ, વૃત્તિ, નાયક વગેરેના આધારે લક્ષણ નિરૂપી તેનું સાહિત્યિક સ્વરૂપ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે પરંતુ “નાટયદર્પણ માં ઉપર્યુક્ત તત્તવોને કોઇ ઉલ્લેખ નથી. “નાટયદર્પણ' અનુસાર તેમાં કોઈ દૂતી એકાન્તમાં ગ્રામ્ય-અશ્લીલ કથા દ્વારા યુવક-યુવતીઓના પ્રેમનું વર્ણન અને તેમના ચોર્યરતને ભેદ પ્રગટ કરે છે. એ વિષે સલાહ પણ આપે છે અને નીચ જાતિની હોવાને લીધે ધનની યાચના કરે છે. વધુ ને વધુ ધન મેળવવા ઈચ્છે છે.
૬ થીગદિત ની જેમ અહીં પણ ગીત નૃત્ય સભર વર્ણન થતું હોવાનું સૂચવાય છે. ફરક માત્ર એટલે કે “ શ્રીગદિત 'માં કુલાંગને પતિના ગુણ-અવગુણ વર્ણવે છે જ્યારે અહીં નીચ સ્ત્રી અશ્લીલ ભાષામાં યુવક યુવતીના અનુરાગ અને ચૌર્યરતનું વર્ણન કરે છે. આ વર્ણન નૃત્ય-ગીતથી સભર ન હોય તે તદ્દન શુષ્ક બની જાય. વળી સ્થાવસ્તુ પાંખુ હેવાથી તે નૃત્ય-ગીત વિના લાંબો સમય ચાલી શકે પણ નહીં.
For Private and Personal Use Only