SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra .. www.kobatirth.org મહેશ ચ’પલાળ પ્રધાનતા સૂચવતાં લક્ષણાવા મળે છે. સાહિત્યદર્પણું ' અને નાટયણ 'માં આ પાયાના ભેદ રડેલા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરૂપકામાં વૃત્ત, નૃત્ય, ગીત તથા સંગીતનું પ્રાધાન્ય હાવાથી તે Performing Arts મંચનકલા સાથે સવિશેષપણે સંકળાયેલાં છે. રૂપકોમાં નૃત્ત, નૃત્ય અને સંગીતની સરખામગ્રીમાં ‘ પાડવ્ય ' સંવાદનું પ્રાધાન્ય હેાવાથી તેમને ભજવણીની કલા ઉપરાંત સાહિત્યની કલા Literary artનું સ્વરૂ - પણ પ્રાપ્ત થયું છે. અભિનવભારતી ’થી ‘ નાટયગુ ' પ તના પ્રથામાં જે લક્ષણા નિરૂપવામાં આવ્યાં છે. તે ઉપરૂપકોમાં જોવા મળતા નૃત્ત, નૃત્ય, આંગિક અભિનય, ગીત-સંગીત વગેરેના પ્રાધાન્યને મુખ્યત્વે ઇંગિત કરે છે જ્યારે ‘ સાહિત્ય દર્પણું ’માં નિરૂપવામાં આવેલાં લક્ષણા તેના સાહિત્યિક સ્વરૂપની પ્રધાનતાના નિર્દેશ કરે છે જે ઉપરૂપકોની ઉત્ક્રાંતિના આલેખ બની રહે છે. વિશ્વનાથે જેમને ઉપરૂપકો તરીકે આળખાવ્યાં છે. તેમાંનાં મોટા ભાગનાં ‘ નૃત્યપ્રકારો ’ તરીકે પ્રાચીનકાળથી જાણીતા હતાં. તેમાં કથાનું તત્ત્વ હશે પણ તે ગીતના સ્વરૂપમાં હશે અને પાછળથી તેમાંના અભિનય, સંગીત અને નૃત્ય સાથે પાઠ્ય-સંવાદનું તત્ત્વ ઉમેરાયું હશે * નાટયદર્પણું 'થી ' સાહિત્યદર્પણું ' સુધીની આ યાત્રા ઉપરૂપકોની ઉત્ક્રાંતિ દર્શાવે છે. પ્રત્યેક ઉપરૂપકનાં લક્ષણાને આ દૃષ્ટિએ સરખાવવાથી મુદ્દો વધુ સ્પષ્ટ બનશે. . ( ૧ ) સર્દક : 3 અગ્નિપુરાણુ 'ના રચયિતા ટૂંપાયને ( ઇ. સ. નવમી સદીને મધ્ય ભાગ ) લક્ષા આપ્યા વિના ૧૭ ઉપરૂપકોને નામનિર્દેશ કર્યો છે તેમાં સટ્ટકને ઉલ્લેખ છે. • અભિનવભારતી 'ના રચિયતા અભિનવગુપ્ત (ઇ.સ. ૯૭૫-૧૦૧૫) નૃત્તXTRI: શીર્ષક હેઠળ ૯ ઉપરૂપકોનાં લક્ષણુ આપ્યાં છે તેમાં સટ્ટક 'તેા ઉલ્લેખ નથી. જો કે સીધવ ’ લાસ્યાંગ કે જે પ્રાકૃત ભાષામાં જ રચાવું જોઇએ તેની ચર્ચા કરતી વખતે અભિનવગુપ્ત સટ્ટકના ઉલ્લેખ કરતાં કહે છે કે રાજાખરે ‘કપૂરમ’જરી ' નામનું તે ‘ સટ્ટક ' પ્રકારનું આખું નાટક પ્રાકૃતમાં લખ્યું છે કેમ કે પ્રાકૃત ભાષા શુંગારરસ માટે તદ્દન યેાગ્ય છે. ‘ દશરૂપક 'ના અવલે કકાર ધાનક નામનિર્દેશ વિના · અવલોક 'માં ઉદ્ધૃત કરેલા એક બ્લેકમાં ૭ ઉપરૂપકોના નિર્દેશ થયેલ છે પણુ તેમાં ‘સટ્ટક ’ના ઉલ્લેખ નથી. ‘ શૃંગારપ્રકાશ ’ના રચિયતા ભેજે ( ઈ. સ. ૧૦૧–૧૦૫૫) ૧૨ ઉપરૂપકોને નિર્દેશ કરી તેમની વ્યાખ્યા આપી છે તેમાં પણું ‘ સટ્ટક 'ના ઉલ્લેખ નથી તેમણે સટ્ટકને ‘ઉપરૂપક' નહીં પરંતુ ‘રૂપક ’તા. એક પ્રકાર માન્યા છે. અને રાજશેખરકૃત ‘કપૂરમંજરી'ના આધારે તેનુ લક્ષ્ણુ નિરૂપ્યું છે. કાવ્યાનુશાસનકાર હેમ (ઈ. સ. ૧૮૮-૧૧૭૨) ૧૨ ઉપરૂષકોને ઉલ્લેખ કરી તેમનાં લક્ષણા સક્ષિપ્તમાં વર્તુĆવ્યાં છૅ તેમાં ‘ સટ્ટક ’ની વ્યાખ્યા નથી. ‘ સટ્ટક ’તે તેમણે ભેાજને અનુસરી રૂપકના જ એક પ્રકાર ગણ્યા છે. • નાટયદર્પણું ' અનુસાર • સટ્ટક 'માં પ્રવેશક અને વિષ્ણુભકતે અભાવ ğાય છે અને તેમાં એક જ ભાષા ( સ`સ્કૃત અથવા પ્રાકૃત )ના પ્રયોગ થાય છે અર્થાત્ તેમાં સંસ્કૃત અને For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy