________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટકે ગુજરાતી અનુવાદ
૨૭
પરંતુ તેના અનુવાદની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. પ્રાચીન પ્રશિષ્ટ નાટકોના અનુવાદો તરફ નજર નાખીએ છીએ ત્યારે સ્થિતિ સમૃદ્ધ જણાય છે, એ માટે તત્કાલીન પરિસ્થિતિ પણ જવાબદાર છે. એ જમાનામાં ભારતીય સંસ્કૃતિને વધારે જાગૃતપણે પરિચય કરાવવાની ભૂખ અને પાશ્ચાત્ય નાટકોના પરિચયને લીધે આપણાં લેકનાટયોની નિકૃષ્ટતા દૂર કરવાની વૃત્તિ એ માટે જવાબદાર હતી. પરિણામે સાહિત્યિક અને રંગભૂમિ માટેનાં નાટકને માટે સંસ્કૃત નાટકોનાં ગુજરાતી અનુવાદ થયા જ કર્યા છે. જયારે ગુજરાતનાં સંસ્કૃત નાટકોના અનુવાદ તરફ નજર નાખીએ છીએ ત્યારે તે સ્થિત મળી પડતી જણાય છે. કદાચ ગુજરાતી સાહિત્યને બીવન ભારતીય સાહિત્ય કરતા ઉતરતું ગણવાની લધુતાગ્રંથ આપણામાં પડેલી હોય એમ બને પણ હકીકત એવી છે કે વિશાળ અને સમૃદ્ધ સંસ્કૃત સાહતયમાં રૂપકક્ષેત્રે ગુજરાતનું પ્રદાન ગણનાપાત્ર કહી શકાય તેવું છે. ગુજરાતના અનેકાનેક સમર્થ નાટચકારોએ સંસ્કૃત નાટયજગતને અજવાળ્યું છે. સંસ્કૃત ભાષાની જીવંતતાની પ્રતીતિ થાય એ રીતે ગુજરાતમાં સતત નાટય સર્જને થતાં રહ્યાં છે, તેથી એ નાટકોને ગુજરાતની બહુજન સંખ્યા સુધી પહોંચડવાનું કાર્ય ગુજરાતી અનુવાદો દ્વારા થાય તે દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે.
આભારે ?
વિજયપાલના “ દ્રૌપદી સ્વયંવર' નાટકને પણ ગુજરાતી અનુવાદ થયેલ છે. ડે, શાંતિકુમાર પંડયાએ આ નાટકનું પુન સંપાદન કરીને, પ્રસ્તાવના, ગુજરાતી ભાષાંતર અને વિવેચનાત્મક આલેચના સાથે આ નાટક પ્રગટ કર્યું છે. આ નાટકનું પ્રકાશન આચાર્ય હેમચંદ્ર નવમ શતાબ્દી મહોત્સવ–અમદાવાદ તરફથી થયું છે. આ માહિતી પરિસંવાદ દરમ્યાન ડે. શાંતિકુમાર પંડયા પાસેથી મૌખિક રીતે જાણીને આનંદ થયે, જેની સાભાર નોંધ લઉં છું.
રામભદ્રમુનિનાં “ પ્રબુદ્ધરૌહિણેયમ” નાટકને પણ ગુજરાતીમાં પ્રદ્યુમ્ન સી. વોરાએ અનુવાદ કર્યો છે એવી મૌખિક માહિતી ડો. વિજય પંડયા પાસેથી જાણવા મળેલ જેની સાભાર નોંધ લઉં છું.
For Private and Personal Use Only