________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને
ઉપહાસ છે. વિદ્યાનાથને ઉપહાસાથે લખાયેલું આ પ્રહસન દીર્ધ સમાસરચના, અનુપ્રાસ અને અતિશક્તિઓથી ભરેલું છે અને પરે ગામે અહીં બુદ્ધિગમ્ય ઉપહાસથી હાસ્યરસ નિષ્પન્ન થયે છે.
આ સદીમાં અનેક પ્રહસને રચાયાં છે. બંગાળના વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યના “વેદૃનવ્યાયોગ'માં કલિક અવતાર પિતાના શસ્ત્ર-ઘેરાઓ સાથે આવે છે. કામ ન કરવા ઈચ્છતા કામદારે આ શસ્ત્રથી ધાર્યો લાભ મેળવે છે. બંગાળના જ શ્રી સિદ્ધેશ્વર ચક્રવર્તી પિતાના સ્વગી વહસન' નામના પ્રહસનમાં ઈન્દ્રની સભાને આલેખે છે. બૃહસ્પતિ ઈન્દ્રનું સ્થાન લેવા અન્ય દેવની મદદથી પ્રયાસ કરે છે પરંતુ પરાજ્ય પામે છે. આ ધાંધલ દરમ્યાન ઉર્વશી અને અદિત જેવી સ્ત્રીસભ્ય નિદ્રાધીન થઈ જાય છે. તેમના “ અથ કિમ' પ્રહસનમાં પણ સભામાં થતી મિયા ભાષણબાજી હાસ્યનું લક્ષ્ય બને છે.
આ ઉપરાંત નાગપુરના સ્કન્દશંકર તે “લાલા વૈદ્યઃ' ' હા હન્ત શારદે' જેવા પ્રહસનેમાં ઊંટવૈદ, કે અભણ સ્ત્રીનાં અજ્ઞાન દ્વારા હાસ્ય નીપજાવ્યું છે. ઉત્તરના દ્ધદેવ ત્રિપાઠીએ ' સર્વદલસંમેલન” અને “ગુરુવાક્યમ' જેવાં પ્રહસને આપ્યાં છે. વ્યાસ રાજ શાસ્ત્રી, રામાનન્દ અને બીજા અનેક લેખકોએ સુંદર સંસ્કૃત પ્રહસને આપ્યાં છે.
આ પ્રહસનેમાં ધર્માચાર્યો અને ગણિકાને સ્થાને મધ્યમ વર્ગનાં સ્ત્રીપુર અને તેમના જીવનને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા છે. સંસ્કૃત નાટકને ઉદાત્ત કે પ્રશાંત નાયકો અને ઉદાર પટ્ટરાણી ક શરમાળ મુગ્ધ નાયિકાને બદલે જનસાધારણને રજૂ કરતાં આ પ્રહસને વધુ જીવંત લાગે છે. કૌટુંબિક ઝઘડા, શિક્ષણ, ન્યાય, રાજ્યનીતિ, વેપાર, દરેક ક્ષેત્રને આલેખતું હોવાથી પ્રહસન વધુ વાસ્તવદર્શ બન્યું છે. પ્રહસનેને વ્યાપ માત્ર એક કે બે અંકો પૂરતો સીમિત ન રડતાં ચાર કે પાંચ અંકો સુધી વિસ્તરે છે. કાન ફ્રિ મતુ હાથ એ ભરતમુનિનું વિધાન આધૂનિક પ્રહસનને લાગુ પડતું નથી. માનવસહજ નિર્બળતા, પરિસ્થિતિની વિષમતા વગેરેમાંથી નીપજતું હાસ્ય સ્વચ્છ, નિર્દોષ અને સુરુચિપૂર્ણ થયું છે. નર્મ, કટાક્ષ, ચતુરાઈ ભરેલી ઉક્તિઓ, શૈલીનું અનુકરણ વગેરેમાંથી આ હાસ્ય ઉદ્દભવે છે. સ્થૂળ, અનૌચિત્યપૂર્ણ હાસ્ય હવે અદશ્ય થયું છે. પૂર્વકાલીન પ્રહસનની જેમ આધુનિક પ્રહસને પણ સમાજની ક્ષતિઓ તરફ આંગળી ચીંધે છે પણ હાસ્યરસનાં નિરૂપણની પદ્ધતિ બદલાઈ છે. પરિવર્તન એ જીવંતતાનું ઘાતક છે, કારણ કે સ્થગિત થયેલું, નિયમબદ્ધ સાહિત્ય બદલાતાં જનજીવન સાથે મેળ ખાતું નથી. પૂર્વકાલીન પ્રહસનેના સ્થગિત થયેલા સ્થૂળ હાસ્યરસને ગુજરાતના શ્રી ગજેન્દ્રશંકર પંડયા અને અન્ય પ્રાંતીય લેખકોએ મેકળાશ આપી, તાજગી અને નવીનતા બક્ષી છે. આ સરળ અને સ્વચ્છ પ્રહસનેમાં સંવાદોને ફાળે મહુવને લેવાથી ભારતી વૃત્તિ પ્રધાન છે અને પરિણામે વાચિક અભિનય પર પ્રહસનેની રંગમંચ પરની સફળતા અવલંબે છે, પરંતુ મૃત્યુસંસ્કાર માટેની સામમી, મૃત હવાને અભિનય વગેરે અગક અને આહાર્ય અભિનયને પણ અવકાસ આપે છે. ગુજરાતનાં અને અન્ય પ્રાંતના સંસ્કૃત પ્રહસને. સંસ્કૃત ભાષા અને સાહિત્ય હજ પરિવર્તનશીલ અને તેથી જીવંત છે એવી પ્રતીતિ કરાવે છે..
For Private and Personal Use Only