________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ગુજરાતનાં સં૨કૃત પ્રહસને
સ્થૂળ હાસ્ય નિરૂપણમાંથી પ્રહસનસ્વરૂપને બહાર કાઢવાને ખાસ આગ્રહ રાખે છે. તેઓ નિયમનપ્રહસન 'માં અમલદારે અને દુકાનદારે અનાજના વિતરણમાં જે ગેરરીતિઓ અપનાવે છે તેના પર કટાક્ષ કરે છે. “સુભગમાદિયમ'માં મહેમાના આગમનથી કંટાળતા આનંદચરણુ તેમનાથી છટકવા માગે છે પરંતુ પિતાની દરમ્યાનગીરીથી મહેમાનોને સત્કાર કરે છે. વેદનમઃ પ્રહસનમાં અથર્વવેદને મહિમા વર્ણવાયે છે. કચેરી, દાણચોરીકાળા બજાર વગેરે દ્વારા ધન મેળવવાની રીતે પર કટાક્ષ થયે છે. “
કમ'માં ગીત ગાતા બે મિત્રો એકબીજાના સંગીતથી દખલ થતાં જીભાજોડી પર ઊતરી આવે છે અને “તું કોણું' એમ એમ પૂછે છે. ચાર્વાક અને વેદાંતના મતો ટાંકી આ પ્રશ્નનો જવાબ આપવાથી રમૂજ ઉપજે છે. “ શ્રેયાન માં શેનક અને પ્રભાકર નામના બે મિત્રો પોતપોતાની મહત્તા પુરવાર કરવા મથે છે. પ્રચુરબુદ્ધિમત્તા 'માં ચિત્રક નામના યુવકને તેના પિતાએ શીખવ્યું છે કે એક કામ કરતાં સાથે સંકળાયેલાં બીજાં કામ પણ કરતાં રહેવું. ચિત્રકના દાદા બિમાર થતાં, (પતા ડેકટરને બોલાવવા ચિત્રકને મોકલે છે. બિમારીને પરિણામે મૃત્યુની આશંકા સેવી, પિતાની શીખને યાદ રાખી ચિત્રક અગ્નસંસ્કાર માટેની સામગ્રી પણ લાવી રાખે છે અને સ્વજનેને પણ બોલાવી આવે છે. ડેકટરની સારવારથી દાદા સારા થઈ જાય છે. “ક દેવઃ 'માં પત્નીને પૈસા ન આપતા ચીમનલાલને તેને મિત્ર કેશવ બરાબર પાઠ ભણાવી પૈસા આપવા કબુલાત કરાવે છે. “બુદ્ધિપ્રભાવમ’ પાંચ અંકનું પ્રહસન છે. કિશોરદાસની પત્ની તેમની બુદ્ધિને પડકારે છે અને રાજા તેમજ રાજકુમાર પિતાને ઘેર આવે તે જ કિશોરદાસમાં બુદ્ધિ છે એવું માન્ય રાખવા કહે છે. ગોવર્ધનદાસ નામના વેપારી પાસેથી ખરીદેલી ચીજોના મૂલ્ય પેટે રૂ. ૧૦૦૦ આપવાના હોય છે. રાજાની પાસે, પોતે મૃત્યુ પામ્યા હોવાથી આ પૈસા કિશોરદાસ પિતાના ભત્રીજા ચંદનદાસને અંત્યેષ્ટિ' કયા માટે માંગવા મેકલે છે. રૂપિયા મંજુર થાય છે પણ કિશોરદાસના મૃત્યુની ખાતરી થયા બાદ જ મળે. કિરદાસ મૃત હવાને ઢાંગ કરે છે. ખજાનચીને મૃત્યુની ખાતરી થાય છે પરંતુ તે બસો રૂપિયા પોતે લઈ માત્ર એક રૂપિયા જ આપે છે. હવે ભત્રીજે ચન્દ્રનદાસ મૃત્યુ પામ્યા હેવાનું કહી કિશોરદૃાસ રાજકુમાર પાસે રૂપિયા એક હજાર માગે છે, પણ તેને પણ ચકાસણી કરી ખજાનચી આઠસે રૂપિયા જ આપે છે. કેણુ મૃત્યુ પામ્યુ તે રજા કે રાજકુમારને સમજાતું નથી તેથી બંને કિશોરદાસને ઘેર જાય છે, જ્યાં બે મૃતદેહ દેખાય છે. રાજા સાથે ગયેલા બુદ્ધિશાળી પ્રધાન ચંદનદાસને વિવાહ એક સુંદર કન્યા સાથે થવાના હતા તે હવે નહીં થાય એમ બોલે છે. ચંદનદાસ આ સાંભળતાં જ બેઠે થઈ જાય છે. કિશોરદાસ પણ બેઠા થઈ ખજાનચીની ગેરરીતિ પ્રકાશમાં આણવા જ પોતે મૃત હોવાની જાહેરાત કરી હતી એમ કહે છે. ખજાનચીને સજા કરી, કિશોરદાસને રાજ ઇનામ આપે છે અને કિશોરદાસની પત્નીને તેમનામાં વૃદ્ધિ હોવાની ખાતરી થાય છે.
શ્રી ગજેન્દ્રશંકર પંડ્યાના પ્રહસનેમાં શૃંગારરસ વગર હાસ્ય નિષ્પન્ન થયું છે. લોભ, કપણુતા, હુંસાતુંસી જેવી માનવસ્વભાવની નિર્બળતા અને કાળાબજાર, લાંચરુશ્વત જેવી વ્યાપક બદીઓ તરફ તેમણે નિર્દેશ કર્યો છે. સંવાદો અત્યંત સરળ છે અને કયાં ય ઔચિત્યભંગ થત નથી. અલબત્ત કથાવસ્તુ કયાંક શિથિલ થાય છે. ભગવદજજુકીય કે મત્તવિલાસ પ્રહસનેમાં જે
For Private and Personal Use Only