________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
રમણલાલ પાઠક
પૂ. શ્રી અરવિંદ અને પૂ. માતાજીની મંજૂરીથી આવીને સાધના કરનારા સાધકનાં એવાં બાળકે છે જેમને તેજસ્વી કહી શકાય. આ બાળકે કોઈ પ્રાંત-પ્રદેશની ભાષા વિશેષમાં ભણનારાં નહિ પરંતુ વિશ્વના ખૂણે ખૂણેથી આવેલા સાધકોનાં અને બધાં એક સાથે અંગ્રેજી માધ્યમથી ભણતાં તરવરતાં બાળકે છે. માટે બાળનાટકો એટલે સામાન્ય સ્તરનાં બાળકો માટે સામાન્ય કશ્ય અને ભાષા શૈલીમાં લખાયેલાં સાધારણ નાટકે નથી પરંતુ સ્તરીય છે. (૪) આશ્રમની શાળામાં સંસ્કૃત શિક્ષકની વ્યવસ્થા જયાં સુધી નહોતી થઈ ત્યાં સુધી પૂજાલાલ પોતે બાળકને નાટકોમાં રસ લેતાં કરતા અને જે તે બાળકને તેના અભિનયની ટ્રેનિંગ પણ તેઓ આપતા. આમ પૂજાલાલે વાનનારિવાનિમાં સંકલિત બાય : દરેક નાટકના અભિનયની ટ્રેનિંગ જાતે આપીને નાટકોની
અભિનયક્ષમતા ચકાસેલી છે. (૫) નાટક દ્વારા સંસ્કૃતભાષાશિક્ષણનું પ્રયોજન હોવાથી પૂજાલાલનાં નાટની ભાષા અને શૈલી પ્રશિષ્ટ હેવા છતાં બાળભોગ્ય અને સરલ છે. લઘુ લઘુ વાકયોમાં સંવાદ-કથને પકથન દ્વારા નાનાં બાળકોને વ્યાવહારિક સંસ્કૃતમાં સરળ કે અને કેટલાક શબ્દને ભાવબોધ કરાવવાને ખ્યાલ રાખવામાં આવ્યું છે. (૬) આ બાળનાટકને લેખકે ભૂમિકામાં સમગ્રતયા “ લઘુ નાટકોકહ્યા છે–પહેલા નાટકને નિર્દેશ “લઘુ નાટિકા' અને છેલાને સ્પષ્ટ નિર્દેશ ” લઘુ નાટક' સંજ્ઞાથી કરવામાં આવ્યો છે, પરંતુ સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નિરૂપત નાટિકા અને નાટકનાં શાસ્ત્રીય લક્ષણેની કસોટી પર ખરી ઉતરે એવી આ રચનાઓ નથી. (૭) આબાલવૃદ્ધને રૂચે એવાં નાટકો છે માત્ર બાળભેળે જ નહિ. (૮) નાટકમાં વસ્તુ બાલચિત, કલ્પનાશીલતા, ચિંતનની હળવાશ અને ગેયતા ભરી છે અને પર ચત તથા મનોરંજક છે. (૯) દરેક નાટકના અભિનય અંગેની જરૂરી એવી સઘળી નાની મોટી સૂચનાઓ જેવી કે સ્થાન, સમય, પ્રસંગાદિ યથાસ્થાન વેષભૂષાદિ આપેલી છે. (૧૦) દરેક નાટકને પ્રારંભ થતાં પૂર્વે પાત્રનિર્દેશ કરવામાં આવ્યું છે. (૧૧) નાટકોની શૈલી સરળ હોવા છતાં કવિ પિતે અલંકારના પ્રેમી દેવાથી મોટા ભાગે પ્રાસાનુપ્રાસ, તુકાંત વગેરેથી અલંકૃત છે છતાં ભાષા સહુજ બોધનીય છે કેટલીક જગ્યાએ પર્યાયવાચી શબ્દોને ઉપગ કરીને વસ્તુ -વિચારને વધુ સરળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. (૧૨) કોઈ કોઈ જગ્યાએ કથનપથન પદ્યાત્મક છે અને કથાવસ્તુમાં વ્યક્તિગત અને સામૂહિક ગીતને પણ વ્યવહાર કરવામાં આવ્યું હોવાથી નાટકોમાં ગેયતાના તાવને સહજ વિનિગ થયેલ અનુભવાય છે.
પૂજાલાલનાં નાટકોનાં પાત્રો હવે તે ઉંમરમાં ઘણાં મોટા થઈ ગયાં છે, જુદા વ્યવસાયમાં લાગેલાં છે પરંતુ તેમાંના કેટલાંકને ફેબ્રુઆરી ૧૯૯૭ના છેલ્લા સપ્તાહમાં વ્યક્તિગત સંપર્ક સાધીને જે તે નાટકમાં તેમણે લીધેલા પાત્ર અને તેના વક્તવ્ય વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ થ ગુ જ પ્રેમભાવથી પિતાને જે રોલ હતો તે યાદ કરીને જણાવ્યું કે તેઓ ઉત્કટનાથી અને ભૂલચૂક કર્યા વગર પિતાને પાટ અદા કરતાં. પૂવનલાલના કહેવાથી પાત્રો ધર પ્રેકટીસ કરીને પ આવતાં. આ પ્રકારના મારા વ્યક્તિગત સંપર્કમાં આવેલાં પાત્રોમાં ચેતના આર્ય અને સંસ્કૃત શિક્ષકોમાં શેખર દા વિશેષ ઉલ્લેખનીય છે. આ બંને પાસેથી જાણવા મળ્યું કે મનની શાળામાં શરૂઆતનાં વર્ષોમાં પૂજાલાલ એક બહુ જ સફળ અને આદર્શ સંરકૃત શિક્ષક અને નાટકકાર તરીકે જાણીતા થઈ ગયા હતા. અત્યારે તે આશ્રમની શાળામાં સર્વશ્રી રેખર દા
For Private and Personal Use Only