SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અરવિંદ છે, જેથી શકે એનું દર્શન ઉત્તરરામચરિતમાં છે. ઉત્તરરામચરતની કલા અને દર્શન પ્રત્યે વિશિષ્ટ અભિનિવેશવાળા આ લેખક દૃયંત શકુન્તલાને એ પરમેચ કોટિએ લઈ જવા પ્રેરાય એ સહજ છે. એથી સુચિત થાય છે કે ભારતીય દર્શનને અભીષ્ટ એવા સાયુજ્ય અને અદતની પરાકોટની રસાત્મક અનુભૂતિ કરાવતા ઉત્તરરામચરિત જેવા ગ્રંથના નાયક-નાયિકાની ભૂમિકાએ કાલિદાસના નાયક-નાયિકાને લઈ જવાનું લક્ષય આ લેખકનું હોય એવું સમજાય છે. ખરેખર તે વિશ્વ સમસ્તના સૌ મહાન કલાકાર-સર્જકો આ ઢાઈ અક્ષર-પ્રેમ-જે ખરેખર તે બ્રહ્મની જેમ જ “ બાવન અક્ષર બારો' છે, તેવા અનિર્વચનીય તત્ત્વને જ વાણી દ્વારા અભિવ્યંજિત કરવા મથે છે, અને એની ઊંચાઈ અને ઊંડાણને તાગ પામવા મથે છે. અંતે કહીશું કે આ લેખકે પણ મહાન પૂર્વસૂરિઓની છાયામાં જ આ છાયાશાકુન્તલની રચના કરી, પ્રશસ્ય પ્રદાન કર્યું છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy