________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
છાયાશાકુન્તલમ–એક આસ્વાદ
અરવિંદ હ. જોષી*
છાયાશાકુન્તલના લેખક આચાર્ય જીવનલાલ પરીખે આ કૃતિ એમની વિદ્યાર્થીકાળમાં જ લગભગ ૧૯૩૮ની આસપાસ ૨૫ વર્ષની યુવાન વયે લખી હતી એ એક નોંધનીય વિશિષ્ટ ધટના
.2412414474446 'Viduşaka : Theory and Practice' 247 Sanskrit comic characters’ વિદ્વાનની પ્રશંસા પામી વિશેષ ધ્યાનાર્હ બન્યા છે. પરીખ રાહે ની રતાથે વાનમાં શાકુન્તલ અને ઉત્તરરામચરિતને ઉલેખ વારંવાર આવે. ખૂબ જ સ્વસ્થ, સંય- અને કંઈક ગંભીર સ્વભાવના પરીખસાહેબ સંસ્કૃત સાહિત્યના શૃંગારપ્રચુર શ્લોકો શીખવવાના આવે ત્યારે cરા શંકોચશીલ બની કંઈક ઉતાવળે પતાવી દેતા. પણું ગંભીર ભાવસમૃદ્ધ પદાવલીઓ રે ઉલેખે આવે ત્યારે તેઓ તમય થઈ જતા, એમની અભિવ્યક્તિ-કલા ત્યારે ખીલી ઊઠતી અને અમને chaste, chiselled and elegant (શુદ્ધ, સુરેખ અને સફાઈદાર) English સાંભળવાનું મળતું. મેં એ નોંધ્યું હતું કે જ્યારે-જયારે ભવભૂતિના ઉત્તરરામચરિતનો નિર્દેશ થતો ત્યારે પરીખસાહેબને આ ગંભીર કૃતિ વિશેને અભિનિવેશપૂર્ણ પક્ષપાત અછતો રહેતો ન હતો. અને એટલે જ કદાચ એમના સર્જકચિત્તને શાકુન્તલ અને ઉત્તરરામચરિત વરચે એક વિશિષ્ટ ભાવસેતુ રચવાને પ્રબળ ઉમેવ પ્રકટયો હશે; જેનું પરિણામ આ ‘છાયાશાકુન્તલમ્' છે. “ છાયાશાકુન્તલમ્'માં ઉત્તરરામચરિતની છાયા ભાષા, સંવાદ અને પ્રસંગરચનામાં સર્વત્ર વરતાય છે. ઉત્તરરામચરિતના ત્રીજા અંકની સંરચના અને તેમાં સૂચિત પ્રયદશ નના પ્રભાવ હેઠળ જ આ નાટિકાની રચના થયેલી છે. તો એ પણ સાચું કે છાયા રૂપે અદષ્ટ રહીને નાયકના અંતરમનના પ્રવાહને અપરોક્ષ પરિચય મેળલી હદયની નિગૂઢ અવસ્થાની પ્રતીતિ કરી વિયુક્ત એવા પ્રેમીઓ વચ્ચે હૃદયસંવાદ પ્રસ્થાપિત કરવાનું કલાત્મક સંવિધાન મૂળ તે કાલિદાસના શાકુન્તલમાં છાયારૂપે રહેલ સાનુમતીના પાત્ર દ્વારા શાકુન્તલના છ અંકમાં પ્રથમ જોવા મળે છે. અને એટલે સહજ રીતે, કહે કે અનિવાર્યપણે, શાકુન્તલ અને ઉત્તરરામચરિતની કેટલીયે પદાવલીઓ, વાયભગઓની છાયા પણ આ કૃતિનો આસ્વાદ કરતાં વરતાશે. એ રીતે ૫ણું છાયાશાકુન્તલ નામાભિધાન સૂચક અને સાર્થક છે.
વિડનેએ નાહ્યું જ છે કે સીતાના હદયમાંથી પરિત્યાગલજmશલ્ય નિર્મુળ કરવાના હતુથી ઉત્તરરામચરિતના ત્રીજા અંકમાં છાયાસીતાને પ્રસંગ જે યે છે તેની પ્રેરણા ભવભૂતિએ પણ કાલીદાસના શાકુન્તલના છઠ્ઠા અંકમાંથી મેળવી છે. ડે. નાણાવટીએ નોંધ્યું
સ્વાદયાય', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જમાષ્ટમી અંક નવેમ્બર ૧૯૯૬--ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૭૭-૨૮૬.
* ૧૦૦-૫ના સોસાયટી, નં-૨, રાંદેર રોડ, સુરત.
For Private and Personal Use Only