SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનકશંકર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકો એક પરિચય પુત્રોનું કોઈ કાપાલિક અપહરણ કરી જતો હતો ત્યારે વિદ્યાનાથની મદદની બૂમો સાંભળીને શિવગુરુ કાપલિકને પકડવા પાછળ દોડ્યા, પરંતુ શિવગુરુને ઘાયલ કરીને કાપાલિક નાસી છૂટ્યોસંધ્યા સમયની આરતીમાંથી પાછા ફરતા ગ્રામવાસીઓ શિવગુરુને ઊંચકી લાવ્યા. ગ્રામવાસીઓ કપાલિકાના ઉત્પાતેથી ચંતિત બન્યા. તેમણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા વિચાર્યું. ત્યાં પ્રથમ અંક સમાપ્ત થાય છે. બીજો અંક શંકરના જન્મનું નિરૂપણ કરે છે. હરિહર અને નટરાજના પરસ્પર પરિહાસ આરંભાયેલા આ અંકમાં પ્રથમ પ્રવેશમાં શિવગુરુને નિવાસે જતી શારદાબાએ તેમને તથા વિદ્યાનાથને શિવગુરુને ત્યાં પુત્રજન્મના સમાચાર આપ્યા અને સી શિવગરને ત્યાં જવા નીકળ્યા. બીજા પ્રવેશમાં શિવગુરુને અભિનંદન આપવા આવેલા વિદ્યાનાથે બાળકના ભવિષ્યને વાંચવાને પ્રયત્ન કર્યો. અહીં પણ હરિહર અને નટરાજના વાચાળ પરિહાસે તે સમયના મિથ્યા વિવાદના ઉદાહર સમા છે. ત્રીજ અંકમાં બાળક શકરને માનસ ઉપર જે રીતે ધીમેધીમે તત્ત્વજ્ઞાન છવાતુ જાય છે. તેનું સુંદર નિરૂપણ છે. હરિહરના પુત્ર ચંચૂડ અને કાપાલિક મંદિરેથી શિવગુરુએ બચાવેલી વૈજયન્તીની પ્રણયલીલા ચિંતનશીલ સ્વભાવના શંકરની નજરે પડી. ડૉજયન્તી પતિગૃહેથી. આવી હતી અને ચંદ્રચૂડ સાથેના પિતાના પૂર્વ પ્રમુથને પંપાળતી હતી. ચંદ્રચૂડે પણ પિતાના પિતાની ઉપેક્ષા કરવાને નિશ્ચય કર્યો. ત્યાં વળી શંકરની બાલસખી તેને ઘર ઘર રમવા આજીજી કરતી આવી. શંકરે તેને ૫ ગુ ટાળી. ત્યાં તે વૃદ્ધ હરિહર પિતાના જીવતાં પિતાની સંપત્તિ છતા પુત્ર ચંદ્રચૂડ વિષેનું પોતાનું દુઃખ રડતો આવ્યો. બુદ્ધે જોયેલાં દોએ જેમ તેના ઉપર વિરોષ અસર કરી હતી તેમ બાલ શંકરે જોયેલાં આ દો તેના ચિત્તને પ્રેરે છે. તે સંન્યાસ ગ્રહણ કરવા ઇચ્છે છે, પરંતુ પોતાની વૃદ્ધિ અને વિધવા માતાની અનુજ્ઞા શી રીતે પ્રાપ્ત કરવા તે વિષે ચિંતિત છે. તે દરમ્યાન માતા તેને શોધતી આવે છે. ત્યારે માતાને મનાવવા મકરગ્રહને ત્રાગડે ચી માતાના અગ્નિસંસ્કાર માટેનું વચન આપીને શંકરે માતાની સંમતિ લીધી. અહીં ત્રીજો અંક પૂરા થાય છે. ચોથા અંકના પ્રથમ પ્રવેશમાં ગોવિંદાચાર્ય પાસે શંકરે પેતાને વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. બીજા પ્રવેશ માં વારાણસી પહોંચીને કાપાલિકસંપ્રદાયના નરમેઘયજ્ઞને રોકવા શંકરે પ્રતિજ્ઞા કરી અને બાદરાયણ મુનિ સાથે રાજાની સંમતિ પ્રાપ્ત કરવા રાજકુલ તરફ ચાલી નીકળ્યા. ત્રીજા પ્રવેશમાં શંકર કાશીરાજ સાથે યજ્ઞભૂમિ તરફ ઉપડ્યા. ચેથા પ્રવેશમાં શંકર અને કાપાલિકના શિષ્ય ક્રકચ વચ્ચેને ધર્મ વિવાદ થયે અને ક્રકચ હારવાની તૈયારીમાં હતો ત્યાં મહાકાપાલિક ક્રોધ સાથે આવી ચડયો. શંકરે તેને ચંદ્રચૂડ તરીકે ઓળખી કાઢ્યા અને વૈજયંતીના ઉલેખથી તેને ભડકાવી માર્યો. જયન્તીએ પણ સતીપુત્ર શંકરને ઓળખી કાઢ્યો. ફરીથી ધર્મ વિવાદ આરંભાયે. હારેલા ચંદ્રચૂડ અને વૈજયન્તીએ શંકરનું શિષ્યત્વ સ્વીકાર્યું અને વેર લેવાના પ્રયોજન સાથે ક્રિકય ત્યાંથી પલાયન થઈ ગયે. એ પ્રમાણે એથે અંક પૂરો થયો. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy