________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી ગજેન્દ્રશંકર લાલશંકર પંડચા: સંસ્કૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપકક્ષેત્રે પ્રદાન
નીના ભાવનગરી*
૧૯૪૪-૧૯૫૦ના સમયગાળા
જૂની ગુજરાતી સવેતન ર’ગભૂમિને ‘ જમાનાના રંગ ’, ‘ કુળદીપક ', ‘તરુણીના તરંગે ’ • વિજય કાના ? ', કુલાંગારકપૂત ’વગેરે સફળ નાટકો આપનાર નાટ્યસર્જક શ્રી ગજેન્દ્રશંકર પદ્માને જન્મ નડિયાદના વડનગરા નાગરબ્રાહ્મણુકુટુંબમાં ઈ. સ. ૧૮૯૫ની ૧૮મી એપ્રિલે યેલા. એમ. એ. બી. ટી. ની પદવી મેળવ્યા પછી સતત એકવીસ વર્ષ સુધી દેવગઢબારિયાની રણુ{જતસિંહજી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે તેમણે સેવા આપી. દરમિયાન પ્રાઇમરી એજ્યુશનના નિયામક પશુ રહ્યા. શિક્ષણકાર તરીકે એમની કારકિર્દી નોંધપાત્ર રહી હતી કારણું કે તેમણે એ સમયગાળામાં પ્રગતિવાદી વલણુ અપનાવીને કન્યા કળવણી તથા સહશિક્ષણુને પ્રત્સાહન આપ્યું. સુરતની વનિતાવિશ્રામ ટ્રેઈનીંગ કોલેજને પણ તેમની સેવાઓના લાભ થાડાક સમય માટે મળ્યા હતા. સમાજસુધારા વિષેના એમને આ અભિગમ તેમનાં નાટકોમાં પણ પ્રતિબિંબિત થયેલા જોઇ શકાય છે. દક્ષિણ ગુજરાતમાં એમનું જ્યાતિષશાસ્ત્ર વિષયક જ્ઞાન અને ઊંડા અભ્યાસ પ્રખ્યાત થયેલાં. છેક જીવનના અંતિમ વર્ષો સુધી તેમણે સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાને આ જ્ઞાનના લાભ આપ્યા, એટલું જ નહીં, લેખનપ્રવૃત્તિ પણ અવિરત ચાલુ રાખી. વીસમી સદીના વીસી અને ત્રીસીનેા સમયગાળા નાટ્યલેખક તરીકેની તેમની કારકિર્દીના સુવષ્ણુ કાળ હતા. જૂની ગુજરાતી ધંધાદારી રગભૂમિ તે માટે એમની ઋણી ગણાય કારણ કે યલ નાટક માંડળી અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એમનાં લખેલાં અનેક નાટકોની સફ્ળ રજૂઆત અનેક વાર કરી છે. કદાચ આવા જ કારણુસર એમણે સંસ્કૃત નાટકોમાં પણ સમકાલીન વિષયવસ્તુની જ પસંદગી કરી છે,
એમણે સર્જેલા સાહિત્યમાં પૂર્ણાહુતિ' કે ‘ સંયુક્તાસ્વયંવર ’ જેવાં સળ`ગ કાવ્યા, ગુજરાતી નાટકો, ‘ અપગપ’ખીડા ', ‘ઉધડતી આંખ' કે * જીવનની ધરી' જેવી નવલકથાઓ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ, અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ, નરસિંહ બલ્લભનાં જીવનચરિત્રો, જ્યાતિષશાસ્ત્રવિષયક ગ્રન્થે, લેખા વગેરેને સમાવેશ થાય છે. નૃત્યનાટિકા જેવા અર્વાચીન સાહિત્યપ્રકાર ગુજરાતી અને સસ્કૃત ભાષાએમાં એમણે ખેડી
For Private and Personal Use Only
• સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસંતપ ́ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૪૯-૨૫૬.
* સંસ્કૃત વિભાગ, એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજ, સુરત.
સ્વા ૩૨