SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેધાવતરા પ્રતિસાદનાટકમ્ પ્રકૃતિનાથ? ભાવાભિવંજક બનાવીને નાટયમાં નિપન્ન થઈ શંક. પદાર્થ વનને ભાવાભિક બનાવવાથી રસનિપર શકન્ય બને છે. પરંતુ અહીં પદાર્થવર્ણન કેન્દ્રમાં છે અને વર્ણન કરનારને થતા ભાવો સહચારી છે. આમ અડાં ભાવાભયંક પ્રકૃતિવર્ણન નથી, કયાંક ભાવને સ્પર્શ પામેલી સ્વાભાવ-ઉક્તિઓ છે, ક્યાંક નકરાં સ્વભાવકથને છે તો ક્યાંક આરોપજન્ય અલંકારોથી શણગારેલાં સ્વભાવકથને છે. ટૂંકમાં કહીએ તે અહીં પ્રકૃતિ સદરૂપ વવષય સ્વયં કથાનકમાં રૂપાંતરિત થઈ શકતો નથી, કે એ સ્વયં કથાનકને અવરચ્છેદ્ય અંશ થઈ શકતા કે અન્ય કથાનકને પિતાને વચ્છેદ્ય અંશ બનાવી શકતો નથી. પરિણામે એ નાટચ જેવા કાવ્યસ્વરૂપના કન્દ્રિય વિષયને ઉપકારક બનતું નથી. આમ આ નાટકમાં કૃ ગીતનું નાટયરૂપ આવકૃત કરવાને પુરુષાર્થ થયા છે, પણ એ સફળ થઈ શકયો નથી. છતાં આ પ્રકારના નિષ્ફળ સાહસનું પણ જે તે કાવ્યસ્વરૂપની શક્યતા પકટ કરવામાં પેક ચોકકસ મથ રહેલું હોય છે. કથાવતુ અને પ્રકૃતિવન વચ્ચેની અતિ આ નાટકમાં રચાઈ નથી { નાયકસ ધિ જેવી બાબ તે વિચારતા પણ સ્પષ્ટ થઈ જાય છે. પ્રતિજ્ઞાર્થ અને નાયક કાણુ એ વિશે વિચારતા યુવરાજ ચંદ્રકેતુને નિદેશી શકાય. આરંભે રાજા ચંદ્રમૌલનું આશ્રમે આગમન, વાનપ્રસ્થને નિર્ણય અને યુવરાજના રાજ્યાભિષેકની યોજનાથી નંખાયેલું બીજ છઠ્ઠા અંકમાં યુવરાજના કુલપતિ દ્વારા થતા રાજયાભિષેક અને ફલતઃ રાજયપ્રાપ્તિ આગળ ફળીભૂત થતું દેખાય છે. પરંતુ નાયકના આ ફલાગમ અને વર્ષવિય પ્રકૃતિસૌ દર્ય વચ્ચે તાદૃય કે એકીકૃતભાવ નથી. બંને અળગા જ રહી જાય છે. વળી ચંદ્રકતને થતા ફલાગમમાં કે કાર્યસિદ્ધિમાં કશે જ અવરોધ નથી કે એ માટે એને કશે પ્રયત્ન નથી. તેથી અહીં પ્રતિમુખ, ગર્ભ અને વમર્શ જેવી સંધિને અવકાશ જ મળ્યા નથી. આમ આ નાટકનો વણ્ય વિષય નાટયતત્વ માટે જરૂરી સંધર્ષનું તત્વ જન ધરાવતા નથી. પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને નાચ ન જ રચી શકાય એવું નથી પરંતુ એ માટે એમાં સંઘર્ષનું તત્વ શોધવું-વિક સાવવું પડે, સાથે જ એને ઇતિવૃત્તમાં રૂપાંતર કરવું પડે. મેધાવ્રતમાં એવી શકિત ઓછી પડી છે એવું લાગે છે. આમેય તેમણે પ્રથમ તે આ કૃત પ્રકૃતિસૌંદર્ય આલેખતા કાવ્યરૂપે જ/પ્રકૃતિવર્ણન કાવ્યરૂપે જ રચી હતી. પાછળથી તેમણે એનું નાટયમાં રૂપાંતર કરવાને પુરુષાર્થ કર્યો. પરંતુ કૃતના દ્વિતીય વિભાવનની પ્રક્રિયા પૂર્ણતઃ સંપન્ન થઇ નથી એ સ્પષ્ટ છે. જે એવું થયું હોત તે કૃતિ કદાચ પ્રતીક રૂપકની દિશામાં ગઈ હોત. * કwત ’ની ભાષા પ્રાસાદિક છે. મેધાવ્રતને વિવિધ ઈદે પર કાબૂ , નાદસંદર્યની રચના તથા કપનાનાવીન્ય દયાન ખેંચે છે. ઉપમા, રૂપક ઉપેક્ષા જેવા સરળ અંલકારે ઉપરાંત અમસ્તુ પ્રશંસા (૧-૩૯), વિશેકિન (૧-૪૫), અર્થાન્તરન્યાસ (૫-૨૧ ) તથા સ્વભાવતિ (પ-૨૮) સાર (૧–૧૭) જેવા અલંકારો પણ સફળતાથી રચાયા છે. મેધાવ્રતમાં રહેલી સરળ સંવાદો રચવાની શકિતના અણસારા પણ અહી' પ્રકટવ્યા છે. અહીં ઋતુસંહાર, કુમાર સંભવ, અ ભજ્ઞાનશાકુન્તલ, વિક્રમોર્વશીય જેવી કૃતિઓને પ્રભાવે લક્ષિત થાય છે. શરદઋતુના વર્ણન (પ-૧૨, ૧૩)માં ઋતુસંહારને ગજરતિક્રીડાના વર્ણન (૪-૩૩)માં કુમારસંભવને, વર્ષાકાલીન નદીવર્ણન (૪–૧૪, ૧૫)માં વિક્રવંશીયને પ્રસ્તાવના તથા કુલપતિ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy