________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
xviii
- સિતાંશુ યશશ્ચક
પ્રસાર, નવાવતાર. પ્રેમાનંદનાં આખ્યાને અને ઉમાશંકરના અનુવાદ, એ આ પ્રદાનનાં ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રદાનનું ત્રીજુ પરિમાણ તે સંસ્કૃત રૂપકનાં સ્વરૂપલક્ષણેને જાળવતું મૌલિક ગુજરાતી નાટ્યલેખન.
જેમ ભાલણ–પ્રેમાનંદનાં આખ્યાને, શામળ આદિની વારતાઓ, અસાઈતના વેશ આદિમાં સંસ્કૃત રૂપકેને નવાવતાર થયે, તેમ રમણભાઈ નીલકંઠના રાઈનો પર્વતમાં, રસિકલાલ પરીખના શીવલકમાં, કે બંને પૂર્વ દલપતરામના મિથ્યાભિમાનમાં પશુ થયે. આ પરિવર્તન અને વ્યાપન દ્વારા ગુજરાત પ્રદેશવિશેષ વધારે દઢતાથી, વધારે ઊંડાણથી, વધારે પ્રાણપૂર્વક પેલી સર્વદેશીય વાફમયસૃષ્ટિ સાથે, ભારતીય સંસ્કૃતિના વિશ્વ સાથે સંકળાયે,
એકરસ થતો ચાલ્યો. ભારતની અને ભારતીની એક નવી એતિહાસિક અખિલાઈનું આ રીતે નિર્માણ થયું.
" ‘દેશી” અને “સંસ્કૃત” વચ્ચેની આપલેની, પરસ્પર પ્રદાનની આ રસભરી, પ્રાણુભરી અને વિદેશીને પ્રતિકાર કરવાની શક્તિભરી પ્રક્રિયા અખંડ, પ્રલંબ અને નિત્યનૂતન છે. “દેશી ” માટેના કે “ સંસ્કૃત” મ.ટના, એકદેશીયતા માટેના કે સર્વદેશીયતા માટેના ઝનૂની અને દષ્ટિવિહીન આગ્રહ વિના, સ્નેહ અને સૂઝપૂર્વક આ પ્રક્રિયાને, ઇતિહાસતશ્યનિષ્ઠ અભ્યાસ જેટલે કરીએ, તેટલો છે.
For Private and Personal Use Only