SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ કલાલતુ શ્રીકૃષ્ણચન્દ્રાયુદયમ એક અભ્યાસ ૨૧૫ ત્રીજ અંકમાં કાણુ માટે લાગણુથી ખેંચાઈને રાધા એકદમ જ સ્વપ્ન આવતા ગોકુળથી દ્વારકા આવી જાય છે. તેમાં પણુ પારંપારિક માન્યતાઓને મેળ બેસતું નથી કેમ કે ભાગવતમાં પણુ કયાંય કોઈ ગોપી કગુની પાછળ ગયેલ જોવા મળતી નથી. પછીના ગ્રંથોમાં પણું રાધાને ઉ૯લેખ ફક્ત ગોકુળમાં જ કૃણ સાથે જોવા મળે છે. આમ કવિ અહીં રાધાને દ્વારકા સુધી લઈ આવે તે પ્રતીતિકર બનતું નથી. ચોથા અંકમાં કૃષ્ણનું તપસ્વી જીવન Flash backમાં રજૂ કર્યું તેથી શંકરલાલના નાટકને છાયાનાટક કહ્યું છે. Flash backમાં ત્રણ દશ્ય છે. (૧) હેતુ સિદ્ધ કરવા જતા કૃણનું દશ્ય. ઉપમન્યુમુનિ તેને મંત્ર આપે છે. એ કાર્યને આરંભ. (૨) કુ. | સુદામાને મિલનપ્રસંગ છે. એમાં કઇ સુદામા સાથે રોકાયા વગર આગળ વધે છે એ કાર્ય સિદ્ધિના પ્રયાસ ગતિ પકડવાને પ્રસંગ છે. (૩) કૃષ્ણ પિતાનું નેત્રકમળ ખેંચી કાઢી શંકરને ચડાવે છે. શંકર-પાર્વતી પ્રસન્ન થઇ વરદાન આપે છે તે કાર્યસિદ્ધિ પૂર્ણ થયાને પ્રસંગ છે. આમ કૃષ્ણના આરંભથી સિદ્ધિ સુધીની ધટનાઓ Flash backમાં વર્ણવી છે. પણ એકંદરે જોતા આ ધટનાઓમાં “ ધ ન્યુદય'ના flash back માં છે તેવું વૈવિધ્ય નથી. પાંચમાં અંકનું સંવિધાન કાળની દૃષ્ટિએ દોષયુક્ત છે. કેમ કે તેમાં પ્રદ્યુમનનો જન્મ, પછીના દિવસે ચોરાઈ જવું, માયાવતીને પ્રસંગ એ કાળથી માંડીને આ બાળક લગ્નની વયને થાય ત્યાં સુધી સમય, કશા જ વચલા સમયના નિર્દેશ વિના એક જ અંકમાં ધણું બધું બતાવી દીધું છે. કાલિદાસ, ભવભૂતિનાં નાટકો વર્ષોના સમયગાળે બતાવવા માટે જુદા જુદા અંકોમાં પ્રસંગે વર્ણવી ૨જ કરે છે. અહીં તો લેખકે એક જ અંકમાં એ સમયગાળા બે દ વચ્ચે બતાવ્યો છે જે અપ્રતીતિકર છે. નાટકની ધટનાઓના સંવિધાનમાં બે-ત્ર કથાતંતુ ગૂંથાય છે. (૧) શિવભક્ત કૃષ્ણ અપુત્ર છે. ત્યાંથી શિવનું તપ કરી પુત્ર પામે છે, ત્યાં સુધી મુખ્ય ઘટનાતંતુ છે. (૨) શિશુપાલ ઈર્ષાને કારણે તપમાં વિદન કરે છે અને પુત્ર ચોરી જાય છે તે બીજે ધટના (૩) સુદામાની પૌત્રીને એક અલગ સ્વતંત્ર પ્રસંગ છે. સંસકૃત નાટયની પરિભાષામાં શિશુપાલની ઘટના પતાકા કહેવાય છે અને સુદામાના પ્રસંગને પ્રકરી કહેવાય છે. જો કે સુદામાને પ્રસંગ ન હોત તે નાટકની રાનામાં કશી ખામી ન રહેત એ નોંધવું જોઇએ. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy